જાણો ગુજરાત મોડેલ પર હાર્દિક પટેલે મુખ્યમંત્રી કેવા સવાલો કર્યા!

Posted By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત મોડેલ પર ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદી બેન પટેલને અનેક સવાલો કર્યા. આ ઉપરાંત તેણે પાટીદારોને કયા નિયમો હેઠળ અનામત નથી આપવામાં આવતી તે અંગે પણ લેખિતમાં જવાબ માંગ્યો છે. સાથે જ ભવિષ્યમાં પટેલો દ્વારા કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને તેમની આગળની રણનીતિ શું છે તે અંગે પણ હાર્દિક પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી.

નોંધનીય છે કે 18મી ઓક્ટોબરે રાજકોટમાં જે વન ડે ક્રિકેટ મેચ રમાવાની છે ત્યાં પણ 25 હજાર પટેલો ટિકટો ખરીદે પટેલો મેચ જોવા આવવાના છે તે વાતની જાણ હાર્દિકે કરી હતી. હાર્દિકે જણાવ્યું કે જો તેમને મેચ જોવા દેવામાં નહીં આવે તો તે સ્ટેડિયમની બહાર જ મેચ રમશે. વધુમાં તેણે એમ પણ જણાવ્યું કે જો તેમને એન્ટ્રી નહીં અપાય તો સ્ટેડિયમ ખાલી જ રહેશે.

ક્રિકેટ મેચમાં વિરોધ પ્રદર્શન
  

ક્રિકેટ મેચમાં વિરોધ પ્રદર્શન

હાર્દિકે જણાવ્યું કે રાજકોટ સ્ટેડિયમમાં વન ડે મેચ જોવા માટે 25 હજાર ટીકિટો ખરીદાઇ ગઇ છે અને તે જય સરદારના નાદ સાથે આખું સ્ટેડિયમ ગજવશે. સાથે જ આ મેચ માટે 9 હજાર ટી શર્ટ અને 3700 પ્લે કોર્ડ પણ તૈયાર કરાયા છે.

સરકાર લેખિતમાં જવાબ આપે
  

સરકાર લેખિતમાં જવાબ આપે

હાર્દિક પટેલ કહ્યું કે ક્યાં નિયમ હેઠળ સરકાર તેમને અનામત નથી આપતી. તે અંગે તેણે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેનને લેખિતમાં જવાબ આપવાની માંગ કરી છે.

સરકાર પર ગંભીર આરોપ
  

સરકાર પર ગંભીર આરોપ

હાર્દિકે સરકાર અનેક ગંભીર આરોપ લગાવ્યા તેણે કહ્યું કે હાઇકોર્ટના કહેવા છતાં સરકારે એક પણ પોલિસકર્મી પર કોઇ કાર્યવાહી નથી કરી. તેણે કહ્યું કે સરકારે જીએમડીસી ગ્રાઉન્ડ પર મા-બહેના અને બાળકો પર લાઠીચાર્જ કરાવ્યો છે. તેમની સાથે અભદ્ર વર્તન પણ કર્યું છે. 8 લોકોને તેમની જાત પૂછીને તેમની હત્યા કરી છે.

ગુજરાત મોડેલ પર સવાલો
  
 

ગુજરાત મોડેલ પર સવાલો

હાર્દિકે કહ્યું સરકાર ખેડૂતોના હિતની ખોટી વાતો કરે છે. સાત દિવસમાં બે ખેડૂતો આત્મહત્યા કરી છે શું આ ગુજરાતનું મોડેલ છે? તેણે કહ્યું કે જ્યાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પોલિસ દ્વારા પટેલ મહિલાઓને બીભત્સ ગાળો આપી ખોટા કેસ કરી જેલમાં ગોંધવામાં આવે છે શું આ ગુજરાત મોડેલ છે?

હાર્દિકના સવાલો
  

હાર્દિકના સવાલો

સુરતમાં નાબાલિક સાથે પોલિસકર્મી બળાત્કાર કર્યો અને ઉપરી અધિકારી દ્વારા તેને છાવરવામાં આવે છે શું તે ગુજરાત મોડેલ છે?

કેમ 144 કલમ લગાવાઇ
  

કેમ 144 કલમ લગાવાઇ

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી યાકુબની અંતિમયાત્રા વખતે પણ 144 કલમ નહતી લગાવાઇ તો શ્વેતાંગની અંતિમયાત્રા વખતે કેમ કલમ 144 લગાવાઇ, શું આ ગુજરાત મોડેલ છે?

આગામી રણનીતી
  

આગામી રણનીતી

હાર્દિક પટેલે તેની આગામી રણનીતી પણ જાહેર કરી છે જે મુજબ તે રાજકોટમાં ક્રિકેટ મેચ બાદ દશેરાના દિવસે એટલે 22 ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં લાખો પાટીદારની હાજરીમાં શસ્ત્રપૂજન કરી રાવણ દહન કરશે. અને તે પહેલા વિવિધ સ્થળો પર જાહેર સભાઓ અને પ્રવાસ કરશે.

English summary
Hardik Patel's Press Conference On Anamat Andolan Issue
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.