For Quick Alerts
For Daily Alerts
હાર્દિક પટેલ અમદાવાદથી સોમનાથ સુધીની 'સંકલ્પ યાત્રા' કાઢશે
હાર્દિક પટેલ 14 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 'સંકલ્પ યાત્રા' કાઢશે. જે અમદાવાદથી ગુરુવારે શરુ થશે અને 16 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે પુર્ણ થશે. આ યાત્રામાં અનામત અમારો અધિકારના સુત્ર સાથે 182 ગાડીના કાફલામાં હાર્દિક પટેલ સોમનાથ મહાદેવને ભાજપના અત્યાચારની અરજ કરશે. અત્રે નોંધનીય છે કે, બુધવારે અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી પણ તેમની સાથે રોડ શો અને બુલેટ ટ્રેનના ખાત મુહર્ત જેવા અનેક કાર્યક્રર્મો કરશે ત્યારે પાટીદાર આનમત આંદોલનની આગને ફરી જગાડવા હાર્દિકે પણ પુરી તૈયારી કરી લીધી છે. તો જાણો હાર્દિક પટેલનો સમગ્ર કાર્યક્રમ અહીં.
સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ
14/09/17 ને ગુરુવાર
- અમદાવાદ શીલજ ચાર રસ્તા : પ્રસ્થાન સવારે ૯ કલાકે
- વિરમગામ
- માલવણ બપોરે 12 કલાકે
- ધ્રાંગધ્રા : 3 કલાકે
- હળવદ ચોકડી 3:30 કલાકે
- મોરબી સીટી: 4 કલાકે
- ટંકારા 5:30 કલાકે
- પડધરી રાત્રિ રોકાણ: સભા રાત્રે 9 કલાક
15/09/17ને શુક્રવાર
- વીરપુર: સવારે 09 કલાકે
- જેતપુર: સવારે 10 કલાકે
- જેતલસર: 12 કલાકે બપોરે
- ચોકી
- વડાલ
- કેશોદ રોડ શો 5 કલાકે
- અજાબ: ૮ કલાકે સભા, રાત્રી રોકાણ
16/09/17ને શનિવાર
- કેશોદ થી સોમનાથ તરફ પ્રસ્થાન