For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CD બનાવાના ચક્કરમાં ભાજપ ચૂંટણી ઢંઢેરો ભૂલી ગઇ : હાર્દિક

હાર્દિક પટેલે ભાજપ પર કર્યો કટાક્ષ, ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર ન કરાતા હાર્દિકે ભાજપ પર કેવા કટાક્ષ કર્યા જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

નોંધનીય છે કે ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે તેમ છતાં ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં નથી આવ્યો. આવા આશ્ચર્યની વાતની વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર ચૂંટણી ઢંઢેરો બહાર ના કાઢવા મામલે કટાક્ષ કરતા કહ્યું છે કે સીડી બનાવાના ચક્કરમાં ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું ભૂલી ગઇ છે અને કાલે વોટિંગ છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ હાલ એક પછી એક જનસભાઓ કરીને મોદી સરકાર અને વિકાસ પર ભાજપને નિશાનો તાકી રહ્યા છે. હાર્દિકે ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાતમાં વિકાસની સાથે સાથે ચૂંટણી ઢંઢેરો પણ ગુમ થઇ ગયો છે. સાહેબ કોઇ કંઇ નહીં કહે કૃપા કરીને તમે એક વાર ચૂંટણી ઢંઢેરો પોતાની શૈલીમાં ફેંકી દો. નોંધનીય છે કે સુરતમાં મોરારી બાપુની રામ કથા ચાલી રહી હતી.

તેમાં જવા જતા પોલીસે તેને રોક્યો હતો. આ મામલે જાણકારી આપતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું કે હું હાલ સુરતમાં આયોજીત મોરારી બાપુની કથામાં જઇ રહ્યો છું પણ પોલીસે મને રોક્યો છે. અને કહ્યું છે કે આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. તમે નહીં જઇ શકો. ધર્મ પર પણ ક્યારેય આચાર સંહિતા લાગે? રામ રામ. નોંધનીય છે કે શનિવારે ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન છે. કોંગ્રેસે જ્યાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે ત્યાં જ ભાજપે આ મામલે ચુપ્પી સાંધી લીધી છે. વધુમાં આજ સવારથી જ સોશ્યલ મીડિયામાં પણ ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે હેસટેગ ચાલી રહ્યા છે.

English summary
Hardik Patel says BJP busy making sex CDs, forgot to make manifesto.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X