અલ્પેશ ઠાકોર વિશે હાર્દિક પટેલનો સનસનીખેજ દાવો, બોલ્યા આ કારણે હારી કોંગ્રેસ
ગુજરાતમાં ક્યારેક ભાજપ સામે મોરચાબંધી કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. જે રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો પાલવ પકડ્યો હતો ત્યારબાદ હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર હવે જોરદાર હુમલો કર્યો છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને અલ્પેશ ઠાકોર પર 2017 વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારનુ ઠીકરુ ફોડ્યુ છે.

અમિત શાહના ભેદી છે અલ્પેશ ઠાકોર
હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર આરોપ લગાવ્યો છે કે તે ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે ભેદી તરીકે કામ કરી રહ્યા હતા. હાર્દિક પટેલે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીએ ખુદ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા આ વાતનુ અનુમાન લગાવ્યુ હતુ કે ભાજપને કોંગ્રેસથી ઓછી સીટો મળશે. પરંતુ અમિત શાહે જ અલ્પેશ ઠાકોરને કહ્યુ હતુ કે તે કોંગ્રેસને 10 સીટોની માંગ કરે. આવુ આટલા માટે કરવામાં આવ્યુ જેથી કોંગ્રેસ બહુ ઓછા બહુમતથી ચૂંટણીમાં જીત મેળવે.

અમિત શાહના ઈશારે કર્યુ કામ
અલ્પેશ ઠાકોર પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે અમિત શાહના જ ઈશારે અલ્પેશ પોતાના તમામ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ ગયા હતા. હાર્દિકે કહ્યુ કે 2017 અલ્પેશ ઠાકોરે પોતાના ઉમેદવાર ઉપરાંત કોઈના પણ માટે ચૂંટણી પ્રચાર નહોતો કર્યો. એટલુ જ નહિ અલ્પેશ ઠાકોરે જાણીજોઈને ભારતીય જનતા પાર્ટી સામે નબળા ઉમેદવાર ઉતાર્યા જેથી ભાજપ સરળતાથી આ સીટો પર જીત મેળવી શકે. તમને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ ગયા હતા. તેમણે ખુદ ધારાસભ્યના પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.

કોંગ્રેસ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ
કોંગ્રેસથી અલગ થતી વખતે અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે તે એટલા માટે કોંગ્રેસ છોડી રહ્યા છે કારણકે કોંગ્રેસે ઠાકોર સમાજનુ અપમાન કર્યુ છે અને તે ટિકિટો વેચી રહી છે. કોંગ્રેસ પર ઉપેક્ષા અને વિશ્વાસઘાતનો આરોપ લગાવીને અલ્પેશ ઠાકોરે ભાજપનો પાલવ પકડી લીધો હતો. પરંતુ અલ્પેશ ઠાકોરને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અલ્પેશ પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે પાર્ટીએ તેમને ઘણી ઈજ્જત આપી પરંતુ તે તેને સંભાળી ન શક્યા.