For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા તે ચા મેન (CM) હતા હવે તે પકોડા મેન (PM) છે : હાર્દિક પટેલ

હાર્દિક પટેલ ટ્વિટ કરીને પીએમ મોદી અને પકોડા રાજનીતિ પર કરી ટિપ્પણી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના સીએમને મળ્યા પછી હાર્દિકની આ ટ્વિટ થોડામાં ધણું કહી જાય છે. વધુ વાંચો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

દેશભરમાં હાલ પકોડા ચર્ચાનું કારણ બની રહ્યા છે. વડાપ્રધાનની ટિપ્પણી બાદ પકોડા રાજનીતિએ દેશમાં ભારે ચર્ચા વિચાર ઊભા કર્યા છે. અને હવે આ પકોડા વિવાદના ગરમ તેલમાં હાર્દિક પટેલ પણ ટ્વિટ કરી ડૂબકી લગાવી છે. હાર્દિકે આ પહેલા પણ પકોડા મામલે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેના નિવેદનની ટીકા કરી હતી. અને વધુમાં એક ટ્વિટ કરી ફરી તેમણે આ વિવાદમાં બળતી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. શનિવારે હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને કહ્યું કે પહેલા તે CM (ચા મેન) હતા અને હવે તે PM (પકોડા મેન) છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને મોદીના કટ્ટર વિરોધી મનાતા તેવા મમતા બેનર્જી જોડે પણ મુલાકાત કરી હતી.

hardik patel

આ બંધ બારણે કરવામાં આવેલી મુલાકાત પછી આ ટ્વિટ ઓછા શબ્દોમાં ધણું કહી જાય છે. નોંધનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. અને આ ચૂંટણીમાં પોતાનો પક્ષ સક્ષમ કરવા માટે હાર્દિક પટેલ હાલ મહારાષ્ટ્ર સમેત પશ્ચિમ બંગાળના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પણ પીએમ મોદી અને રૂપાણી સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. ત્યારે આ પકોડા રાજનીતિમાં આવનારા સમયમાં વધુ ટ્વિટ જોડાયા તો નવાઇ નહીં.

English summary
Hardik Patel takes swipe at PM, says chaiwalaas cm pakodawala means pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X