હાર્દિક પટેલ: ટિકિટ નહીં મળે તો 50 હજાર પાટીદારો મેદાન ઘેરશે

Posted By:
Subscribe to Oneindia News

પાટીદારો માટે અનામતની માંગ કરી રહેલા પાટીદારોના નેતા હાર્દિક પટેલે સરકારને ખુલ્લી ચેતવણી કહ્યું છે કે જો તેમને 18મી તારીખે ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ જોવા નહીં મળે તો તે કોઇને પણ રાજકોટના સ્ટેડિયમમાં ધૂસવા નહીં દે. તેણે કહ્યું કે સરકાર દાદાગીરી કરે છે. અને ક્રિકેટબોર્ડ પણ પાટીદારોથી ડરી ગયું છે.

રાજકોટ વનડે મેચ: પટેલોની ટિકિટો માટે પડાપડી, તો સરકારે માંગ્યું ID

નોંધનીય છે કે રાજકોટમાં જે દક્ષિણ આફ્રિકા અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે વન ડે મેચ રમાવાની હતી તેના ટીકિટ માટે ક્રિકેટજગતના ઇતિહાસમાં પહેલીવાર ફોટો આઇડી માંગવામાં આવ્યું હતું. અને ફોટો પાડી ખાલી બે ટીકિટો જ વેચવામાં આવી હતી. હાર્દિક પટેલની જાહેરાત બાદ રાજ્ય સરકાર મેચ વખતે કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તેની પૂરતી તકેદારી લીધી હતી.

 

હાર્દિક પટેલ: માત્ર બે મહિનામાં ઝીરોમાંથી હીરો

જેના પરિણામરૂમ પટેલોને જોઇતી હતી એટલી ટીકિટો ના મળતા હાર્દિક પટેલે સરકાર પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેનો આરોપ હતો કે સરકાર ભાજપના નેતામાં ક્રિકેટ ટિકિટો વેચી દીધી છે. આધારભૂત સુત્રોનું માનીએ તો આ મેચમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજરી આપવાના છે. ત્યારે હાર્દિક પટેલ આ અંગે શું શું નિવેદનો આપ્યો છે, સરકારને શું ચીમકી ઉચ્ચારી છે તે વિષે વધુ જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

50 હજાર પાટીદારો કરશે ઘેરાવો
  

50 હજાર પાટીદારો કરશે ઘેરાવો

હાર્દિક પટેલ કહ્યું છે કે ભાજપ કહે છે કે ક્રિકેટને રાજનીતિનો અખોડ, તો પછી ભાજપ કેમ ક્રિકેટમાં રાજનીતિ રમે છે? આ મેચમાં પાટીદારોના ટી શર્ટ ડ્રેસકોડનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. જો અમને ટિકિટો નહીં મળે તો 50 હજાર પાટીદારો સ્ટેડિયમનો ધેરાવો કરશે અને કોઇને પણ અંદર નહીં જવા દે.

સરકાર તોફાનો કરાવી નામ અમારું આપે છે: હાર્દિક
  

સરકાર તોફાનો કરાવી નામ અમારું આપે છે: હાર્દિક

હાર્દિકે સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર જ તોફાન કરાવે છે અને પાછળથી અમારું નામ ધરી અમને બદનામ કરે છે. જે હવે પાટીદારો સહન નહીં કરે.

શાંતિપૂર્વક દેખાવો
  
 

શાંતિપૂર્વક દેખાવો

હાર્દિક પટેલ કહ્યું કે અમે શાંતિપૂર્વક વિરોધ કરવા માંગીએ છીએ. મેચમાં શાંતિપૂર્વક વિરોધ કરવા માટે સરકાર અને તંત્ર અમને સહયોગ આપે.

ભાજપના નેતા ટિકિટો વેચાઇ
  

ભાજપના નેતા ટિકિટો વેચાઇ

વળી હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે તેણે ભાજપના નેતાઓને ટિકિટો વેચી દીધી છે. અને આ રીતે સરકાર દાદાગિરી કરી ક્રિકેટના નામે રાજનીતિ કરી રહી છે.

હાર્દિક કહ્યું ટિકિટોની જાણકારી કરો જાહેર
  

હાર્દિક કહ્યું ટિકિટોની જાણકારી કરો જાહેર

હાર્દિક પટેલે સૌરાષ્ટ ક્રિકેડ બોર્ડ એસોસિયેશન ટિકિટ લેનારાના નામોની જાહેરાત કરવાની પણ માંગ કરી છે.

English summary
Hardik Patel threatens to block teams' way to stadium
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.