For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોક્યો છે: હાર્દિક પટેલનો લેટર બોમ્બ

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ બહાર આવ્યા છે. આ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિના લેટરપેડ પર લખાયેલ આ લેટર તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુલક્ષીને લખ્યો છે. પાટીદાર અનામત આંદોલનના નેતા તેવા હાર્દિક પટેલે આ ઓપન લેટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2002માં થયેલા ગુજરાતના રમખાણો માટે જવાબદાર ઠેરવ્યા છે. અને કહ્યું છે કે આ રમખાણો બાદ પહેલા મુખ્યમંત્રી તરીકે અને પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ફાયદો ઉઠાવ્યો છે.

નોંધનીય છે કે હાર્દિક પટેલ જ્યારે લાજપોરની જેલમાં હતો ત્યારે પણ તેણે આવા અનેક લેટર બોમ્બથી ગુજરાતના રાજકારણમાં આગ લગાવી છે. અને હવે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો નિશાનો તોક્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના કન્વીર તેવા હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આ ખુલ્લા પત્રમાં કેવા કેવા અન્ય આરોપો લગાવ્યા છે તે વિષે વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

2002ના ગુજરાત રમખાણો માટે જવાબદાર

2002ના ગુજરાત રમખાણો માટે જવાબદાર

હાર્દિક પટેલે આ પત્રમાં ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવતા કહ્યું છે કે તેમણે આ રમખાણો કરાવીને ખાલી પોતાનો ફાયદો કર્યો છે. અને હવે આ કેસમાં ફસાયેલા પાટીદાર સમાજના યુવાનોને જેલમાંથી બહાર નીકાળવાના બદલે મોદીજી પોતાને બિનસંપ્રદાયિક વ્યક્તિ તરીકે બતાવવામાં વ્યસ્ત છે.

પટેલોની પીઠમાં છરો ભોંક્યો

પટેલોની પીઠમાં છરો ભોંક્યો

વધુમાં હાર્દિક પટેલ આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે તેના કારણે આ રમખાણોના આરોપમાં અનેક પાટીદારો હજી પણ જેલમાં સડી રહ્યા છે. અને મોદીજીએ ગુજરાતીઓ અને ખાસ કરીને પાટીદાર સમાજના લોકોનો દૂરઉપયોગ કર્યો છે.

પાટીદાર યુવાનોના નામ

પાટીદાર યુવાનોના નામ

ત્યારે 2002ના રમખાણોમાં જે પાટીદાર યુવાનો પર આરોપ લગાવવામાં આવ્યા છે અને જે આ હેઠળ સજા ભોગવી રહ્યા છે તેમના નામોનું લીસ્ટ પણ હાર્દિક પટેલ આ પત્રમાં લખ્યું છે. અને વિગતવાર માહિતી આપી છે.

હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

નોંધનીય છે કે હાર્દિક પટેલ જ્યારે લાજપોર જેલમાં હતો ત્યારે આવા પત્રો લખી ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જતો હતો. ત્યારે આ પત્રમાં હાર્દિક પટેલે આ તમામ પાટીદાર આરોપીઓને રાષ્ટ્રપતિ દ્વારા સજા માફ કરવાની વાત કરી છે. ત્યારે આવનાર સમયમાં આ પત્રના કેવા આધાત પ્રત્યાધાત પડે છે તે હવે જોવાનું રહ્યું.

English summary
Hardik patel wrote open letter to PM and accused him for 2002 Gujarat Riot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X