For Quick Alerts
For Daily Alerts
કેશુભાઇની જીપીપી તરફથી હરેન પંડ્યાના પત્ની લડશે ચૂંટણી
અમદાવાદ, 29 નવેમ્બર: ભાજપના નેતા સ્વ. હરેન પંડ્યાના પત્નીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે રાજકીય મોરચો ખોલી લીધો છે. તેઓએ વિધાનસભાની ચૂંટણી લડવાના છે. અમદાવાદની એલીસબ્રિજ બેઠક પરથી તેઓ કેશુભાઇ પટેલે રચેલી ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી ચૂંટણી લડવાના છે. આ અંગેની માહિતી તેમણે એક પત્રકાર પરિષદમાં આપી છે.
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી સાથે વાકું પડ્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે ભાજપ સાથે છેડો ફાડી પોતાનો પક્ષ રચ્યો છે. ગુજરાત પરિવર્તન પાર્ટી નામના આ પક્ષમાં તેઓ મોદી વિરોધી તમામ લોકોને એકઠાં કરી રહ્યાં છે. જેમાં હવે હેરન પંડ્યાના પત્નીનું નામ પણ ઉમેરાયું છે. જાગૃતિ પડ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે તેવી અટકળો અગાવથી જ લગાવવામાં આવી રહી હતી.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, હરેન પંડ્યા ગુજરાતના ગૃહમંત્રી હતા અને તેમની હત્યા 2003માં કરવામાં આવી હતી. તેમની હત્યા થયા બાદ એવી ચર્ચા ગુજરાતના રાજકારણમાં જાગી હતી કે તેમની હત્યા પાછળ રાજકારણ છે, તેમજ તેમની હત્યા મોદીના ઇશારે કરવામાં આવી હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.