
ગાંધીનગર 20 વર્ષનો વિશ્વાસ 20 વર્ષનો વિકાસ પ્રદર્શન સખી મેળાનનો પ્રરંભ
ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આયોજિત વંદે ગુજરાત : ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ પ્રદર્શન અને સખી મેળાનો ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજયમંત્રીએ ગુજરાતની ૨૦ વર્ષની તપસ્યાને ૨૦ વર્ષના વિકાસને ઉજાગર કરતું ' વંદે ગુજરાત' પ્રદર્શન નિહાળ્યું હતું. અને વિસ્તૃત માહિતી મેળવી હતી.
ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સખી મંડળોના વિવિઘ ૭૫ સ્ટોલ્સની મુલાકાત લીઘી હતી. તેમણે દરેક સ્ટોલે જઇ તે મહિલાઓની પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. તેમણે બાળકોના અભ્યાસ માટેના ટેબલ, ક્રિકેટ રમવાના બેટ, નાના બાળકો માટેની હેન્ડ સાયકલ જેવી ચીજ વસ્તુઓ બનાવતા સ્ટોલ્સની મુલાકાત લીઘી હતી. તેમજ ભરતગૂંથણ, કચ્છી ભરતકામ કરેલા ડ્રેસ, ચંપલ, શૃંગાર, માટી કામની આઇટમો, બાળકો માટેના મેજીકલ રમકડા, લેડીઝ ભરત ગૂંથણવાળા પાકીટ, સાડી, ડ્રેસ અને ડ્રેસ મટીરીયલ્સ, કોસ્મેટિક આઇટમો જેવા વિવિઘ સ્ટોલ્સની મુલાકાત લઇને ઉપસ્થિત ઉઘમશીલ મહિલાઓ સાથે વાતચીત કરી તેમના વેપાર વ્યવસાય વિશે માહિતી મેળવી હતી.
ખાણી-પીણીના સ્ટોલ પર હેલી મિશન મંગલમૂની બહેનોએ બનાવેલી પાણીપુરીનો ટેસ્ટ પણ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો. તેમને પાણીપુરીનો ટેસ્ટ મજાનો લાગતા તેમણે તેમની સાથે આવેલા ગાંધીનગરના મેયર હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસંવતભાઇ પટેલને પણ પાણીપુરીનો ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ પારેખ ડિમ્પલબેનના સ્ટોલ પર લાઇવ હાડવાની મજા માણી હતી. બહેનોના હાથે તૈયાર થયેલી આ સ્વાદિષ્ટ વાનગીઓ ચાખીને તેમણે સખી મંડળીની બહેનો પ્રત્ય આભાર પણ વ્યક્ત કર્યો હતો.
.