For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ મૃત્યુ ટાણે આ છોકરો એકને આપતો ગયો જીવનદાન

દુનિયાને અલવિદા કહી દીધી છતાં વર્ષો સુધી ધબકશે આ સુરતી યુવકનું હ્રદય

|
Google Oneindia Gujarati News

સુરતઃ 18 વર્ષના મિહિર પટેલે ઉત્તર પ્રદેશના એક યુવાનને જીવનદાન આપ્યું. દિલ્હીની AIIMS ખાતે બ્રેન ડેડ મિહિર પટેલનું હ્રદય દિલ્હીના 32 વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. પહેલી વખત આવું બની રહ્યું છે જ્યારે ગુજરાતના કોઈ યુવકનું હ્રદય દિલ્હી મોકલવામાં આવ્યું હોય. મિહિર પટેલે તો આ દુનિયાને અલવિદા કહી દીધી પણ તેનું હ્રદય હજુ વર્ષો સુધી ઉત્તર પ્રદેશની ગલીઓમાં ધબકતું રહેશે.

અકસ્માતમાં થઈ ગંભીર ઈજા

અકસ્માતમાં થઈ ગંભીર ઈજા

હાઝીપુર આઈટીઆઈમાં મેકેનિકલના બીજા વર્ષમાં ભણતો મિહિર પટેલ 10મી સપ્ટેમ્બરે પરીક્ષા આપીને પરત આવી રહ્યો હતો ત્યારે તેની બાઈકને ડમ્પરે અડફેટે લીધી હતી. ઘટનાને પગલે મિહિરને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક ધોરણે મિહિરને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 12મી સપ્ટેમ્બરે ડોક્ટરોએ મિહિરને બ્રેનડેડ જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે મિહિર પટેલ ઉધનાનો રહેવાસી હતો.

પરિજનોએ હ્રદય ડોનેટ કર્યું

પરિજનોએ હ્રદય ડોનેટ કર્યું

હૉસ્પીટલે ડોનેટ લાઈફ એનજીઓને આની જાણકારી આપી, બાદમાં હોસ્પિટલે એનજીઓના માણસોએ મિહિરના પરિજનોને ઓર્ગન ડોનેશન વિશે સમજ આપી. એનજીઓમાં કામ કરતા નિલેશ મંડલેવાલાએ કહ્યું કે, "મિહિરના પરિજનો ઓર્ગન ડોનેશનનું મહત્વ જાણતા હતા. મિહિરના પિતા ભરત પટેલ મૂળ ધંધુકાના રહેવાસી છે અને તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમણે જણાવ્યું કે 1999માં મિહિરના કાકની કિડની ફેલ થઈ ગઈ હતી એ સમયે એમના દાદાએ કિડની ડોનેટ કરી હતી. જેથી પરિવારને લાગ્યું કે મિહિરના ઓર્ગન અન્ય કોઈને જીવ આપી શકે છે, અને તેઓ ઓર્ગન ડોનેશન કરવા માટે રાજી થઈ ગયા."

ઉત્તર પ્રદેશમાં ધબકશે મિહિરનું હ્રદય

ઉત્તર પ્રદેશમાં ધબકશે મિહિરનું હ્રદય

મિહિરની આંખોને લોક દ્રષ્ટિ આઈ બેંકમાં ડોનેટ કરવામાં આવી. જો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તેવો કોઈ દર્દી ન મળતાં નેશનલ બોડી NOTTOને જાણકારી આપવામાં આવી, ત્યારે ઉત્તર પ્રદેશના ગોવિંદ મેહરા (32) દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હોય એમને હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર હોવાનું જાણવા મળતાં મિહિરના હ્રદયને તુરંત દિલ્હી ખસેડવામાં આવ્યું. સુરતથી દિલ્હી એરપોર્ટ સુધી હ્રદયને પ્લેનમાં લઈ જવામાં આવ્યું હતું.

સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ મધ્યમ વર્ગની મુશ્કેલી વધારી સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ મધ્યમ વર્ગની મુશ્કેલી વધારી

English summary
heart of 18 year old boy sent all the way to Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X