સૂરજની ગરમીમાં ધખધખે છે ગુજરાત, જાણો ક્યાં છે કેટલી ગરમી...
અમદાવાદ, 5 જૂન: આખા ગુજરાતમાં સૂર્ય નારાયણ પોતાની અગ્નિવર્ષા કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ગરમીનો પારો તેની ટોચ પર પહોચ્યો છે. 4 તારીખનો હવામાન વિભાગનો રિપોર્ટ જોઇએ તો આખા ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે 45.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ગરમીએ એવો ત્રાસ વર્તાવ્યો છે કે લોકો પોતાના ઘરોમાંથી વગર કામે નીકળવાનું પણ ટાળી રહ્યા છે. બપોર ચડતા ચડતા મુખ્ય હાઇવેને બાદ કરતા માર્ગો પર કોઇ જોવા મળતું નથી, અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા તમામ શહેરોના હાલ એક જ જેવા છે. કાળજાળ ગરમીના પગલે બીમારીઓએ પણ પોતાના પગ પસાર્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ગરમીના કારણે પાંચ લોકોના મોત થઇ ચૂક્યા છે.
હવામાન વિભાગનું માનીએ તો હાલમાં આ ગરમીથી કોઇપણ પ્રકારની રાહત મળવાની નથી. આવનારા ત્રણ દિવસો સુધી ગરમીનો પારો આટલો જ રહેવાની સંભાવના છે. ભારે ગરમીમાં ગુજરાતના ગામડાઓમાં ક્યાંક ક્યાંક વીજળી અને પાણીમાં ખેંચ લોકોને વધું પરેશાન કરી રહી છે.
ભીષણ ગરમીના પગલે માત્ર સામાન્ય લોકો જ ત્રાસેલા નથી પરંતુ પશુ સંપદામાં ભારે ઊકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જંગલોમાં નદી-નાળાઓ સૂકાવા લાગ્યા છે, જેના કારણે જાનવરોને હાલાકી ભોગવવી પડી રહી છે.
જોકે હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદ તેના નિયત સમય 15 જૂને આવી પહોંચશે. પરંતુ ત્યાં સુધી ગુજરાત અને દેશ વાસીઓએ ગરમીના પ્રકોપને સહન કરવો પડશે. આવો જોઇએ ગુજરાતમાં કયા કયા સ્થળોએ ગરમીનો પારો કેટલે પહોંચ્યો છે.
ગુજરાતમાં ગરમીના પારાને રોજેરોજ જોવા માટે આ ન્યૂઝને રિફ્રેસ કરો...

અમદાવાદ
6 જૂન:
મીનીમમ- 32.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.0 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 32.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 45.0 ડીગ્રી સે.

ડિસા
6 જૂન:
મીનીમમ- 31.0 ડીગ્રી સે.
મેક્સિમમ- 42.8 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.2 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.0 ડીગ્રી સે.

વડોદરા
6 જૂન:
મીનીમમ- 31.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 41.6 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 31.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 42.1 ડીગ્રી સે.

સુરત
6 જૂન:
મીનીમમ- 31.2 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.9 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 31.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.6 ડીગ્રી સે.

રાજકોટ
6 જૂન:
મીનીમમ- 29.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.9 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 29.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.5 ડીગ્રી સે.

ભાવનગર
6 જૂન:
મીનીમમ- 33.0 ડીગ્રી સે.
મેક્સિમમ- 42.7 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 31.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 42.3 ડીગ્રી સે.

પોરબંદર
6 જૂન:
મીનીમમ- 30.0 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.2 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.8 ડીગ્રી સે.

વેરાવળ
6 જૂન:
મીનીમમ- 30.0 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.2 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 29.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.6 ડીગ્રી સે.

દ્વારકા
6 જૂન:
મીનીમમ- 29.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 33.0 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 29.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 33.0 ડીગ્રી સે.

ઓખા
6 જૂન:
મીનીમમ- 30.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 33.9 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.2 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.1 ડીગ્રી સે.

ભૂજ
6 જૂન:
મીનીમમ- 30.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 42.4 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.0 ડીગ્રી સે.

નલિયા
6 જૂન:
મીનીમમ- 31.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 36.2 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 36.5 ડીગ્રી સે.

વલ્લભ વિધ્યાનગર
6 જૂન:
મીનીમમ- 31.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 41.2 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 31.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 41.8 ડીગ્રી સે.

વલસાડ
6 જૂન:
મીનીમમ- 31.2 ડીગ્રી સે.
મેક્સિમમ- 35.9 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 31.0 ડીગ્રી સે.
મેક્સિમમ- 35.4 ડીગ્રી સે.

સુરેન્દ્રનગર
6 જૂન:
મીનીમમ- 30.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.7 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 31.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 45.5 ડીગ્રી સે.

નવું કંડલા
6 જૂન:
મીનીમમ- 30.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 37.8 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 36.9 ડીગ્રી સે.

કંડલા એરપોર્ટ
6 જૂન:
મીનીમમ- 30.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 43.7 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 31.3 ડીગ્રી સે.
મેક્સિમમ- 45.0 ડીગ્રી સે.

ઇડર
6 જૂન:
મીનીમમ- 31.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 43.2 ડીગ્રી સે.
----
5 જૂન:
મીનીમમ- xx.x ડીગ્રી સે.
મેક્સિમમ- 44.7 ડીગ્રી સે.

અમરેલી
6 જૂન:
મીનીમમ- 29.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 43.8 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 29.2 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.0 ડીગ્રી સે.

ગાંધીનગર
6 જૂન:
મીનીમમ- 34.0 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.0 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 34.0 ડીગ્રી સે.
મેક્સિમમ- 44.8 ડીગ્રી સે.

મહુવા
6 જૂન:
મીનીમમ- 30.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 35.6 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.4 ડીગ્રી સે.
મેક્સિમમ- 35.6 ડીગ્રી સે.

દીવ
6 જૂન:
મીનીમમ- 29.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 34.6 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 30.6 ડીગ્રી સે.
મેક્સિમમ- 35.2 ડીગ્રી સે.

કચ્છ-માંડવી
6 જૂન:
મીનીમમ- 28.2 ડીગ્રી સે.
મેક્સિમમ- 35.8 ડીગ્રી સે.
---
5 જૂન:
મીનીમમ- 27.8 ડીગ્રી સે.
મેક્સિમમ- 33.7 ડીગ્રી સે.