ગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, આ સાથે જ દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.
દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, પોરબંદર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં શનિવાર બપોરથી વરસાદ શરૂ થયો હતો અને મોટાભાગના જિલ્લાઓમાં બે-ત્રણ કલાક સુધી વરસાદ વરસ્યો હતો.
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબાર લખે છે કે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં 94 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
આ સાથે જ શનિવારે દક્ષિણ ગુજરાતમાં વ્યારા, ઉમરપાડા, આહવા, સુબીર, માંગરોળમાં પણ વરસાદ વરસ્યો હતો.
હવામાનવિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે શનિવારે ચોથી જુલાઈથી શરૂ થયેલી વરસાદી મોસમ નવમી જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળશે.
- ચીનની આ મોબાઇલ કંપનીઓને અમેરિકા ખતરારૂપ કેમ માને છે?
- એ લૂંટારુ જહાજ જે દુનિયાને અંધારામાં રાખી ચોરતું હતું 'સફેદ સોનું'
રવિવારે શું હશે સ્થિતિ?
https://www.youtube.com/watch?v=y2dnhzdicwg
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ તથા દાદાર નગર હવેલી સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં રહેશે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદન આગાહી છે.
આ સાથે જ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સ્કાયમૅટ વેધર પ્રમાણે અમરેલી, જૂનાગઢ, રાજકોટ, આણંદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદ વરસશે.
કચ્છના પશ્ચિમના જિલ્લાઓમાં અને વિશેષ રીતે નલિયા, માંડવી, ભુજ અને લખપતમાં મુશળધાર વરસાદની સંભાવના છે.
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબાર ગાંધીનગર સ્થિતિ સેન્ટ્રલ વૉટર કમિશનના રિપોર્ટને ટાંકીને લખે છે કે દક્ષિણ ગુજરાતમાં તાપી, નર્મદા અને દમણગંગા નદીના બેસીનમાં આગામી 48 કલાકમાં વરસાદથી પાણીની આવક થવાની સંભાવના છે.
આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં સોમાવારે ભારે વરસાદની સાથે પવન પણ ફૂંકાશે એવી સંભાવના છે.
સોમવારથી વાતાવરણ પલટાશે?
https://www.youtube.com/watch?v=TriSQ5_y0bs
હવામાનવિભાગની માહિતી પ્રમાણે નવમી જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે.
સોમવારે અમરેલી અને નવસારીમાં અતિભારે વરસાદની રહેવાની સંભાવના છે.
આ સાથે જ રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, મોરબી, કચ્છ, ભરૂચ, સુરત, વલસાડમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે.
મોસમાં પલટો કેમ?
સ્કાયમૅટ વેધરના અહેવાલ પ્રમાણે અરબ સાગર પર છથી આઠમી જુલાઈ વચ્ચે મૉનસૂન ડિપ્રેશન બની શકે છે.
અરબ સાગર સાથે જોડાયેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેની વિશેષ અસર જોવા મળી શકે છે.
આ મૉનસૂન ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધશે અને એના પગલે કેટલાક જિલ્લાઓમાં નવમી તારીખ સુધી મુશળધાર વરસાદ વરસશે.
જેને પગલે કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય એવી શક્યતા સેવાઈ રહી છે.
હાલમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણ પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે.
આ સિસ્ટમ ધીમે-ધીમે ઉત્તર તરફ આગળ વધશે, જેના પગલે રાજ્યની મોસમ પલટાશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=Xi98p89WtNk
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો