For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરી ગુજરાત પાણી પાણી રે.. મેઘતાંડવે લીધા 11ના જીવ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 જુલાઇ: આજે સતત ત્રીજા દિવસે પણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ એક તરફ ખુશીઓ લઇને આવ્યો છે તો ઘણે સ્થળે વેરણ બનીને વરસી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ડેમો ઓવર ફ્લો થઇ રહ્યા છે. જ્યારે ઘણા ગામડાઓમાં પાણી એવા તો ઘુસી ગયા છે કે ગ્રામ વાસીઓએ સ્થળાંતરણ કરવું પડી રહ્યું છે. જ્યારે મહેસાણાના કેટલાંક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. આજે આખા દિવસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેરઠેર જુદા જુદા બનાવોમાં કૂલ 11 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે દરિયા કિનારે વસતા લોકોને દરિયો ખેડવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે.

rain
અમદાવાદ જળબંબાકાર
વાત કરવામાં અમદાવાદની તો અમદાવાદમાં હંમેશની જેમ ઠેર ઠેર પાણી ભરાયાની માહિતી મળી રહી છે. થોડાક વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઇ ગયું છે. હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયું છે, જ્યારે ખોખરા વિસ્તારના હાઉસિંગ બોર્ડના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા છે.

heavy rain
આ ઉપરાંત અમદાવાદમાં જ સીટીએમ ઓવરબ્રીજ પાસેની સોસાયટીઓમાં ભરાયા પાણી ભરાયા છે. જ્યારે જશોદાનગર, પુનિતનગર, સિવિલ, ચામુંડા બ્રિજ, ગિરધરનગર, શાહીબાગ, કાંકરીયા, નરોડા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શાળાઓ અને કોલેજોમાં મીની વેકેશન જેવી સ્થિતિ સર્જાઇ છે.

rain
બનાસકાંઠામાં સ્થિતિ ખરાબ
ભારે વરસાદના કારણે બનાસકાઠામાં સ્થિતિ ગંભીર થઇ રહી છે. બનાસ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. અમીરગઢના 8 ગામો સંપર્કવિહોણા થઇ ગયા છે. જ્યારે કેટલાંક ડેમ તૂટી જવાના કારણે સ્થિતિ વણસી છે, જેના પગલે રાજસ્થાનથી ગુજરાત આવવાનો વાહવ્યવહાર ખોરવાયો છે. અત્રે નોંધનીય છે કે પૂર જેવી સ્થિતિમાં ઘટના સ્થળે એનડીઆરએફ અને એસઆરપીની ટીમ પહોંચી ગઇ છે, અને બચાવ કામગીરી કરી રહી છે. ખાલી બનાસકાંઠામાં વરસાદના કારણે 4 લોકોના મોત થયા છે.

rain
સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવ
અત્યાર સુધી હાથતાળી આપી રહેલા વરસાદે ગુજરાત પર પોતાની મહેર વરસાવી છે. જ્યારે બીજી તરફ વરસાદ વેરણ બની વરસી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ વરસી રહેલા વરસાદે ખેડૂતોને તો ખુશ કર્યા છે પરંતુ જનજીવન અસ્તવ્યસ્ત પણ કરી દીધું છે. સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

English summary
Heavy to very heavy rainfall in parts of Gujarat. many villages are disconnected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X