For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 10 લોકોનું કરાયું રેસ્ક્યૂ

|
Google Oneindia Gujarati News

દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી. જે બાદ મેધરાજાએ દક્ષિણ ગુજરાતને જળબંબાકાર કરવામાં કોઇ કસર નથી છોડી. ગોધરા જ્યાં જળબંબાકાર થયું છે ત્યાં જ સૌરાષ્ઠ, પંચમહાલ વિસ્તારમાં પાણીની રેલમછેલ થઇ છે. જો કે અમદાવાદમાં આ આજે સવારે છૂટા છવાયા વરસાદના છાટાં પડ્યા હતા. પણ ઉત્તર ગુજરાત માટે હજી પણ આવ રે વરસાદ જેવી સ્થિતિ છે.

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. અને આ જ કારણે મુંબઇથી અમદાવાદ જતા ટ્રેન માર્ગ પણ ખોરવાયો છે. ત્યારે ગુજરાતમાં મેધરાજાએ કંઇ કંઇ જગ્યાએ મેધમાઝા મૂકી છે અને હાલની પરિસ્થિતી શું છે તે સાથે જ દમણગંગામાં ફસાયેલા લોકોનું કેવી રીતે હેલિકોપ્ટર દ્વારા રેસ્કૂયુ ઓપરેશન કરીને 10 લોકોને બચાવવામાં આવ્યા તેવા તમામ સમાચારો વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં....

દમણગંગામાં રેસ્ક્યૂ ઓપરેશન

દમણગંગામાં રેસ્ક્યૂ ઓપરેશન

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે વિનોદ બાબુ નામની વ્યક્તિ દમણગંગા નદીમાં માછીમારી કરવા માટે ગયો હતો ત્યાં પાણીનો પ્રવાહ વધતા વિનોદ તણાવા લાગ્યો હતો ત્યારે સ્થાનિક યુવાનો તેને શોધવા માટે ગયા હતા. પણ અચાનક પાણીનો પ્રવાહ ફરી વળતા 10 જેટલા યુવાનો નદીના મધ્યમાં ફસાયા હતા.

હેલિકોપ્ટરથી બચાવ

હેલિકોપ્ટરથી બચાવ

નદીના વચ્ચે પથ્થરના બેટ ઉપર યુવાનો ફસાયા હોવાની જાણ થતાં જ ગ્રામ લોકો તથા નોટીફાઇડ ફાયર બ્રિગ્રેડે બચાવ કામગીરી હાથમાં લીધી હતી. પણ તે બાદ તેમને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા હતા.

ગોધરા જળબંબાકાર

ગોધરા જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં અમરેલી, પંચમહાલ, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ગોધરા જળબંબાકાર થઇ ગયું છે. અને પૂર જેવી સ્થિતિ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઊભી થઇ છે.

અમદાવાદ-મુંબઇ ટ્રેન સેવા ઠપ્પ

અમદાવાદ-મુંબઇ ટ્રેન સેવા ઠપ્પ

જો કે ભારે વરસાદના કારણે માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરતા, અમદાવાદ મુંબઇ વચ્ચેની ટ્રેન સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. જેના કારણે અનેક ટ્રેન રદ્દ થઇ છે અને પ્રવાસીઓને પણ આ કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

English summary
Heavy rain in south gujarat. 10 lives saved by rescue operation in daman ganga. know more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X