For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMW કાંડ: વિસ્મય શાહની જામીન અરજી ફગાવતી કોર્ટ

|
Google Oneindia Gujarati News

vishmay shah
અમદાવાદ 12 માર્ચ: અમદાવાદમાં કથિતરીતે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોનો ભોગ લેનાર આરોપી વિસ્મય શાહની જામીન અરજી એડિશનલ સેશન્સ જજ બી.એલ. જાદવે ફગાવી દીધી છે. જામીન અરજી ફગાવતા જજે જણાવ્યું હતું કે વિસ્મય સામે પહેલા પણ પ્રોહિબિશનના કેસ થઇ ચૂક્યા છે. ઓવર સ્પિડના કારણે અકસ્માત સર્જાયો હોવાથી બે યુવકોના મોત થયા છે માટે તેને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

આ ઉપરાંત કોર્ટે પોલીસ દ્વારા કરવામાં આવેલી રિવિઝન રિમાન્ડની અરજી પરણ ફગાવી દીધી છે. પોલીસે અરજી કરીને કોર્ટ પાસે આરોપીના વધુ પોલીસ રિમાન્ડની અરજી કરી હતી. કોર્ટે આરોપી પક્ષની દલિલોને ધ્યાનમાં રાખીને અને પોલીસની દલિલોને ધ્યાનમાં રાખીને રિવિઝન અરજી ફગાવી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 24 માર્ચના રોજ અમદાવાદના જજીસ બંગલાથી માનસી સર્કલ તરફ જતી વખતે એક બાઇક અને બીએમડબ્લ્યુ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચલાવનાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્યનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાનો આરોપી વિસ્મય શાહ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. વિસ્મયના વકીલ દ્વારા હાઇકોર્ટમાં વિસ્મય નિર્દોષ હોવાનું કહી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે.

વિસ્મય શાહના વકીલ એસ. વી રાજુએ કોર્ટમાં જામીન અરજી દાખલ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'જો સલમાનખાન દ્વારા કરવામાં આવેલા હિટ એન્ડ રન કેસમાં તેને જામીન મળી શકતા હોય તો વિસ્મય શાહને કેમ ના મળી શકે. વિસ્મયને પણ જામીન મળવા જોઇએ.' જ્યારે ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું કે વિસ્મયે આ અકસ્માત સર્જ્યો એની પહેલા એક કારને પણ ટક્કાર મારી હતી. માટે તેને ખબર હતી કે આટલી સ્પિડમાં કાર ચલાવવાથી કોઇનો જીવ પણ જઇ શકે છે. કાયદા પ્રમાણે તેની સ્પિડ 60 કરતા વધારે હોવાથી તે ગૂનેગાર બને છે માટે તેને જામીન મળવા જોઇએ નહીં.

શું હતો બીએમડબલ્યું કાંડ?

જજીસ બંગલોથી માનસી રોડ તરફ જતા માર્ગ પર આ અકસ્માત નોંધાયો છે. રાત્રે ચાર મિત્રો બે બાઇક પર જઇ રહ્યાં હતા. ત્યારે એક બેકાબુ બીએમડબલ્યુ કાર તેમની પાછળ આવી પહોંચી હતી અને બેમાંથી એક બાઇકને અડફેટે લીધી હતી. કારે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને તેઓ નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બન્યા બાદ તુરત જ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં શિવન નામના યુવાનનું મોત નિપજ્યું હોવાનું હાજર ડોક્ટરે જણાવ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી હોય સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ રાહુલ નામના એ યુવાનનું પણ ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું.

English summary
Gujarat BMW hit and run case: court rejected vishmay shah's bail plea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X