• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં મેક ઇન ઇન્ડિયાના મંડાણ, હોન્ડાએ કરી 1100 કરોડની રોકાણની વર્ષા

|

ગાંધીનગર, 1 ઓક્ટોબરઃ મુખ્યામંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં આજે હોન્ડા સ્કુટર અને મોટર સાયકલ ઉત્પાદન કંપનીને અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપૂર નજીક પ્લાન-2ની સ્થાપ્ના માટેના સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડી. જે. પાંડિયન અને હોન્ડા સ્કુટર અને મોટર સાયકલના પ્રેસિડેન્ટ કમ સી.ઇ.ઓ. કોઇતો મારામુત્સીઅએ આ સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ પર હસ્તાપક્ષર કરી પરસ્પર આપ-લે કર્યા હતા.

વિશ્વ વિખ્યાત મોટર સાયકલ ઉત્પાષદક કંપની હોન્ડા રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે અદ્યતન ઉત્પાદન એકમ સ્થાપશે, તેના દ્વારા અંદાજે બે હજારથી વધુ યુવાધનને રોજગાર અવસર મળતા થશે. હોન્ડા સ્કુટર એન્ડા મોટર સાયકલ્સેા ગુજરાતના આ પ્લાન્ટમાં ૧.૨ મિલીયન દ્વિચક્રી વાહનોનું ઉત્પાડદન કરવાનું આયોજન કરેલું છે.

મુખ્યકમંત્રીએ ગુજરાતમાં પ્લાઆન્ટ શરૂ કરવાના હોન્ડાવ સ્કુ ટર્સ એન્ડમ મોટર સાયકલ્સટના આ નિર્ણયને 'ગુજરાત ઓટો હબ'ની દિશામાં વધુ એક સિમાચિન્હો ગણાવ્યું હતું. આનંદીબહેને કહ્યું કે, આવા ઉત્પાંદન એકમો દ્વારા 'મેઇક ઇન ઇન્ડિયા'ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પ્ના સાકાર થશે. મુખ્યનમંત્રીએ વિઠ્ઠલાપૂર-સાણંદ-બેચરાજીના ક્ષેત્રમાં ઊદ્યોગો ધમધમતા થતાં રોજગારી અવસર સાથે જ નર્મદા કેનાલ નેટવર્કથી પાણી પહોંચતા કૃષિ-પશુપાલન વિકાસ થતાં સમગ્ર ક્ષેત્રનો ત્રિસ્તદરીય વિકાસ થશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

માનવ સંશાધન માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો

માનવ સંશાધન માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો

આનંદીબહેન પટેલે ઊદ્યોગો-ઉત્પાદન એકમો સ્થાકનિક રોજગાર નિર્માણની વ્યાજપક તકો પૂરી પાડીને ગ્રામીણ ગરીબીમાંથી બહાર આવવા માટેનું દાયિત્વો પણ નિભાવે છે તેમ ઉમેર્યું હતું. ઊદ્યોગોને અનુરૂપ માનવ સંશાધન ઉપલબ્ધ થાય તે માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો શરૂ થયા છે તેની માહિતી પણ તેમણે આપી હતી.

નવું પ્રકરણ નવરાત્રિના ઉત્સવોમાં ઇન્ડકસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઝળહળાવશે

નવું પ્રકરણ નવરાત્રિના ઉત્સવોમાં ઇન્ડકસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઝળહળાવશે

હોન્ડા સ્કુાટર્સ એન્ડા મોટર સાયકલના પ્રેસિડેન્ટા કમ સી.ઇ.ઓ. કોઇતો મારામુત્સીસએ ગુજરાતની વૈશ્વિક ઔદ્યોગિક વિકાસયાત્રામાં સહભાગીતાનું આ નવું પ્રકરણ નવરાત્રિના ઉત્સવોમાં ઇન્ડકસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઝળહળાવશે તેમ જણાવ્યું હતું. તેમણે જાપાન-ગુજરાતના ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ સંબંધોનો સેતુ સુદ્રઢ કરવા તત્પરતા દર્શાવી હતી.

વિશ્વનની ખ્યાતનામ ઓટોમોબાઇલ કંપનીઓનું ગુજરાતમાં રોકાણ

વિશ્વનની ખ્યાતનામ ઓટોમોબાઇલ કંપનીઓનું ગુજરાતમાં રોકાણ

ઊદ્યોગ મંત્રી સૌરભ પટેલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રાની ફલશ્રુતિએ તથા વાયબ્રન્ટ ગુજરાતની ઉત્તરોત્તેર સફળતાએ વિશ્વનની ખ્યાતનામ ઓટોમોબાઇલ કંપનીઓ ગુજરાતમાં ઉત્પાદન એકમો માટે આવી રહી છે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું. સૌરભભાઇએ તાતા મોટર્સના ગુજરાતમાં આગમન બાદ ફોર્ડ મોટર્સ, મારૂતિ સુઝૂકી અને હવે હોન્ડાઇ સ્કુટર જેવા પ્રતિષ્ઠિત ઉત્પાદકો રાજ્યને દેશનું ઓટો હબ બનાવવામાં મહત્વપૂર્ણ પ્રદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગતિશીલ ગુજરાત વિકાસયાત્રાનો માઇલ સ્ટોન

ગતિશીલ ગુજરાત વિકાસયાત્રાનો માઇલ સ્ટોન

સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ ના આ અવસરે મુખ્ય સચિવ ડો. વરેશ સિન્હાએ સૌને આવકારતાં આ પ્રસંગને ગતિશીલ ગુજરાત વિકાસયાત્રાનો માઇલ સ્ટોન ગણાવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વ નિતીન પટેલ, રમણ વોરા, ગણપતસિંહ વસાવા, બાબુ બોખિરીયા, રાજ્યમંત્રીઓ પ્રદિપસિંહ જાડેજા, રજની પટેલ, નાનુ વાનાણી, ગોવિંદભાઇ પટેલ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ-સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
In an important development, Honda India on Tuesday announced to invest Rs. 1100 crore for setting up a plant in Gujarat to manufacture up to 12 lakh two-wheelers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more