• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કેટલી રહી સફળ? ગુજરાતને થશે કેટલો ફાયદો

By Kumardushyant
|

કર્નલ કુમારદુષ્યંત, ગાંધીનગર: રોકાણકારોને આકર્ષિત કરવા માટે બોલાવવામાં આવેલા સંમેલનોમાં મોટાભાગે કપડાંઓના સ્ટોલ લાગતાં નથી, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015 આ મામલે અપવાદ સાબિત થયું. ત્યાં કપડાંના સ્ટોપર બે જ આઇમટો ઉપલબ્ધ હતી- કોલર વિનાના જેકેટ અને કોલર વિનાના શર્ટ. આ બંને આઇટમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેશન સ્ટેટમેંટ સામેલ થઇ ચૂકી છે. એક ગારમેંટ કંપનીએ મોદી જેકેટના નામે ધૂમ વેચાણ કર્યું અને એનઆરઆઇઓએ મનમૂકીને મોદી જેકેટ ખરીદ્યા.

મોદી જેકેટના ફોટા નીચે લખ્યું છે, ''અહીંથી સ્મૃતિચિન્હના રૂપમાં ઘરે લઇ જાવ. ભારતમાં બનેલા અને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહ્યાં છે. વાઇબ્રન્ટ ગુજરાત 2015 દરમિયાન ચોતરફ રાજ્યના 13 વર્ષ વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદીનો જલવો જોવા મળ્યો.

મોદી સાથે સેલ્ફી

નરેન્દ્ર મોદીનો ચહેરો દરેક પ્રચાર બોર્ડ પર જોવા મળી રહ્યો હતો. એટલું જ નહી વાઇબ્રન્ટ ગુજરાત સોશિયલ ટીમ દ્વારા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને સૌરભ પટેલ સાથે સેલ્ફી પડાવવાની તક પુરી પાડી. ભારતીયની સાથે અંગ્રેજીબાબુઓ પણ આ તક ઝડપી લીધી મોદી સાથે સેલ્ફી પડાવી લીધી. વાઇબ્રન્ટ ગુજરાતના પ્રથમ દિવસે 800થી વધુ લોકોએ સેલ્ફી ખેંચાવી.

વિદેશીઓ સાથે મોદી

મોટાભાગની તસવીરોમાં નરેન્દ્ર મોદી અમેરિકન વિદેશ મંત્રી જૉન કેરી, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને વર્લ્ડ બેંકના પ્રમુખની સાથે જોવા મળ્યા. પોતાની સરકારના ડઝનો મંત્રીઓ અને દુનિયાભરમાં વેપાર કરનાર કંપનીઓના પ્રમુખોની સાથે મોદીએ તસવીર ખેંચાવી.

મોદીનું અંગ્રેજીમાં ભાષણ

વાઇબ્રન્ટ ગુજરાત 2015 રાજ્યમાં ભારે ભરખમ રોકાણ પ્રાપ્ત કરવામાં પણ સફળ રહ્યા. નરેન્દ્ર મોદીએ આ સંમેલનમાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું. પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે વેપાર માટે ભારત સંપૂર્ણપણે રસ્તા ખૂલ્લા છે. તેમણે કહ્યું કે ''અમારી પાસે કામ કરવા માટે વધુ હાથ છે અને સત્ય કરવા માટે ઘણા બધા સપના પણ છે.''

અબજોનું રોકાણ

વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં પહેલાં જ દિવસે ભારતીય કંપનીએ રાજ્યમાં હજારો અબજો રૂપિયાના રોકાણની જાહેરાત કરી. જો કે વિશ્લેષકોનું કહેવું છે કે આવા સંમેલનોમાં કરવામાં આવેલી જાહેરાત મોટાભાગે પુરી થતી નથી અને તેનો ઇતિહાસ રહ્યો છે. આ દરમિયાન રાજ્યમં વિદેશી રોકાણની પણ જાહેરાતો થઇ. બ્રિટન દ્વારા રાજ્યમાં પાવર પ્લાન્ટમાં લગભગ 1.5 અરબ ડોલરના રોકાણની જાહેરાત કરવામાં આવી.

બ્રિટનના વાણિજ્ય મંત્રી લોર્ડ લિવિંગસ્ટને જણાવ્યું હતું કે આ રોકાણ પાછળ નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. લોર્ડ લિવિંગસ્ટને કહ્યું, '' તે ભારતમાં વેપાર માટે સારું વાતાવરણ પુરૂ પાડવાનો પુરતો પ્રયત્ન કરી રહ્યાં છે. હું ભારતીય અને બ્રિટાની વેપારીઓમાં ઉત્સાહ જોઇ રહ્યો છું. આપણેને ટૂંક સમયમાં કેટલાક ફેરફાર જોવા મળશે.

સંમેલનમાં ભાગ લેવાર પ્રતિનિધિઓને એક ફિલ્મ બતાવવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારે સત્તા સંભાળ્યા બાદ વીમા, રક્ષા અને રેલમાં રોકાણ વધારવા માટે કયા-કયા નિર્ણય લીધા છે.

ઘણા પગલાં ભરવાની જરૂરિયાત

બીજી તરફ લોકોનું કહેવું છે કે જમીની સ્તર પર પણ હજુ ઘણાં પગલાં ભરવાની જરૂરિયાત છે. અમેરિકી મેન્યુફેક્ચરિંગ તથા ટેક્નોલોજી ફર્મ ઇમર્સનના અધ્યક્ષ એડવર્ડ મોનસર કહે છે કે ''આપણે ઘણા પ્રોજેક્ટમાં ઘણા વિલંબ જોવા મળી રહ્યાં છે. તેમને જલદી મંજૂરી મળશે, એટલી ઝડપથી અર્થવ્યવસ્થાનો વિકાસ થશે.''

ગત વર્ષે નરેન્દ્ર મોદીની ચૂંટણી અભિયાનમાં અર્થવ્યવસ્થાનો મુદ્દો કેન્દ્રમાં હતો. તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે દેશભરમાં ગુજરાત જેવો વિકાસ કરશે. નરેન્દ્ર મોદીના વિરોધીઓનું કહેવું હતું કે ગુજરાત બીજા ઘણા રાજ્યોની તુલનામાં પાછળ છે. ઘણા લોકો ગુજરાતમાં કુપોષણ અને શિક્ષણના સ્તર પર પણ સવાલ ઉઠાવતાં રહ્યાં છે.

વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે સંમેલનમાં પોતાના ભાષણમાં ભારતને સાધારણ વૈશ્વિક આર્થિક દ્રષ્ટિ છતાં આશાઓનું કેન્દ્ર ગણાવ્યું. તેમણે એ પણ કહ્યું કે ભારતમાં જો વિકાસનો ફાયદો વધુમાં વધુ લોકો સુધી પહોચે છે તો જાતીય ઓળખ અને અન્ય ભેદભાવથી ભારતીય સમાજને બહાર નિકળવું પડશે.

મોદીનો પડકાર

વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનની બહાર સ્થાનિક લોકોમાં કંઇક આ પ્રકારના ભાવ જોવા મળ્યા. સંમેલનની બહાર રિક્શાની રાહ જોઇ રહેલી મહિલાનું કહેવું છે કે રાજ્ય સરકરે આ સંમેલન પર ખૂબ પૈસા ખર્ચ કર્યા છે પરંતુ તે ગરીબો માટે કંઇ કરી રહી નથી.

મહિલાએ જણાવ્યું હતું કે રાંઘણ ગેસના ભાવ બમણા થઇ ચૂક્યાં છે અને નવી નીતિ હેઠળ તેમનું બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે જેના લીધે બેંક સુધી આવવા-જવાનો ખર્ચ વધી ગયો છે. નરેન્દ્ર મોદીને ભારતીય વેપારી જગતનું સમર્થન જરૂર પ્રાપ્ત થયું છે. બહારના રોકાણકારોને પણ તેમનામાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે પરંતુ ભારતના લોકોનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત કરવું તેમના માટે પડકાર બની ગયો છે.

English summary
How successful Vibrant Gujarat Summit 2015? In Gujarat get Benefited?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more