For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવો રહ્યો તેમનો અનુભવ? શું માને છે NRI

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

કર્નલ કુમારદુષ્યંત, ગાંધીનગર: 7 જાન્યુઆરીથી શરૂ થયેલા પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં ભાગ લેવા દેશ-વિદેશથી આવેલા એનઆરઆઇ કેવી અનુભવ રહ્યો તથા તેઓ અગાઉ ભારત વિશે કેવી છબિ ધરાવતા જ્યારે ખરેખર કેવી તકો બિઝનેસની ભારતમાં રહેલી છે. એનઆરઆઇમાં મોદી વિશે કેવો ગાંડો ક્રેજ છે. તેમની નરેન્દ્ર મોદી પાસે કેવી આશાઓ અને અપેક્ષા રહેલી તે અંગે વનઇન્ડિયાએ જાણવાનો પ્રયત્ન કર્યો.

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લીધા બાદ એનઆઇઆરઓનું ભારતમાં રોકાણ કરવા તરફ મન વળ્યું છે. તેઓ હવે સારી પેઠે જાણે છે કે ભારતમાં રોકાણની ખૂબ સારી તકો છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ એનઆરઆઇઓને ઘણી આશાઓ છે કે ભારતની શકલ બદાલાઇ જશે. અને ભારત દેશ બમણી ગતિએ વિકાસપથ પર આગળ વધશે.

rita-johar

ડૉ. રીના જોહર (ડૉક્ટર, કેલિફોર્નિર્યા)
રીના જોહર મૂળ મહારાષ્ટ્રીયન છે. તેઓ છેલ્લા 3 વર્ષથી પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રવાસી ભારતીય સંમેલન પોલિટિકલ રહ્યું. તેમને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળીને હું પ્રેરિત થઇ છું આપણે દરેકે એક નાના-નાના મોદી બનવાની જરૂરિયાત છે. જો આપણે એક સાથે મળીને કામ કરીએ નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતનું સપનું પુરૂ થશે. નરેન્દ્ર મોદી ભારત દેશનો નજરીયો બદલી દેશે. તેઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે. તેમનામાં એક અદભૂત શક્તિ છે. રીના જોહરે જણાવ્યું હતું કે તેમની ઇચ્છા છે કે તેઓ દેશ પરત ફરવા માંગે છે અને દેશ માટે કંઇક કરવા માંગે છે.

anish

અનીષ બાહેલી (C.A, ઓસ્ટ્રેલિયા)
અનીષ બાહેલી વ્યવસાયે સીએ છે તેઓ છેલ્લાં દસ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા છે. તેમણે જણાવ્યું હતું. અહી આવ્યા બાદ એક અનોખી એનર્જી મળી જુસ્સો પ્રાપ્ત થયો છે. ભારત દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે એમાં ખાસ કરીને ગુજરાતમાં સારો એવો વિકાસ જોવા મળી રહ્યો છે. છેલ્લાં દસ વર્ષોમાં ગુજરાતે વાયુવેગે વિકાસ કર્યો છે. ગુજરાત મોડલને આખા દેશમાં અમલી બનાવવું જોઇએ.
lisa-sinh

લીસા સિંહ (ઓસ્ટ્રેલિયાઇ સાંસદ)
લીસા સિંહ મૂળ ભારતીય છે અને તેઓ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. ગત વર્ષે તેમને પ્રવાસી ભારતીય એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો તેને લેવા માટે આજે અહીં મહાત્મા મંદિર ખાતે અહીં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે અહીં તેમને કેવો અનુભવ રહ્યો તો તેમણે જણાવ્યું હતું કે ભારત દેશ વિકાસ તરફ આગેકૂચ કરી રહ્યો છે તે મેં ફક્ત સાંભળ્યું હતું પરંતુ આજે મેં અહી નજરો નજર નિહાળ્યું છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતની શકલ બદલાઇ ગઇ છે. ભારતમાં રોકાણ માટે સારી તકો રહેલી છે.

English summary
How was NRI's Experience in PBD and Vibrant Gujarat Summit?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X