For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ પોલીસ એક લાખ રિક્ષા ચાલકોની નવી ઓળખ કેવી રીતે આપશે?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 ઓગસ્ટ : થોડા મહિનાઓ બાદ આપ અમદાવાદના આંગણે પધારવાના હોવ અને આપને અમદાવાદી રિક્ષાવાળાઓનું વર્તન અને તેમનો લૂક અલગ લાગે તો આશ્ચર્ય પામશો નહીં. કારણ કે હવે અમદાવાદના રિક્ષાવાળાઓની ઓળખ બદલાવા જઇ રહી છે. આ પ્રયાસ અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

આપને થતું હશે કે બીજા બધા કામ છોડીને અમદાવાદ પોલીસને રિક્ષાવાળાઓની ઓળખ બદલવામાં શું રસ પડ્યો હશે? તો આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક અમદાવાદી રિક્ષાવાળાઓની કાળી કરતૂતને પગલે અંદાજે 1 લાખ રિક્ષાવાળાઓને કાળી ટીલી ચોંટી છે.

અમદાવાદ પોલીસના ચોપડે શટલ રિક્ષામાં મુસાફરોને લૂંટી જવાના તેમજ રિક્ષાઓમાં ગોરખધંધાનું પ્રમાણ વધ્યું હોવાના કિસ્સાઓ રેડ લાઇટ સુધી પહોંચતા જ અમદાવાદ પોલીસ એલર્ટ બની ગઇ છે. આ માટે તેમણે અમદાવાદી રિક્ષાવાળાઓની સાફ-સુથરી ઓળખ પાછી અપાવવાનો પ્રયાસો કરવાનો નિર્ણય લીધો છે.

આઇ-કાર્ડ ફરજિયાત બનાવાશે

આઇ-કાર્ડ ફરજિયાત બનાવાશે


અમદાવાદના એક લાખ ઓટો રિક્ષા ચાલકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્‍સ અને બેઝ હોય છે. આ લાઈસન્‍સ અને બેઝ RTO આપે છે. રિક્ષામાં મુસાફરોને લૂંટવાના અને ગેરકાયદેસર કામોનું પ્રમાણ વધવાની ફરિયાદથી પોલીસે ડેટાબેન્‍ક તૈયાર કરવા માટે રિક્ષાચાલકો માટે આઈ-કાર્ડ અને ડ્રેસ કોડ ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે. ઉપરાંત બેઝ અને ડ્રાઈવિંગ લાઈસન્‍સ વગરની રિક્ષાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઓટો રિક્ષા બનશે 'ઓર્ગેનાઇઝ બિઝનેસ'

ઓટો રિક્ષા બનશે 'ઓર્ગેનાઇઝ બિઝનેસ'


અમદાવાદમાં રિક્ષા ચાલકો દ્વારા મુસાફરોને લૂંટવામાં આવે ત્યારે મુસાફર પાસે ઓટો રિક્ષાનો નંબર હોય તો પણ ચાલક સુધી પહોંચવાનું કામ પોલીસ માટે મુશ્‍કેલ બને છે. અંદાજે એક લાખ રિક્ષાઓમાંથી કયા ચાલકે લૂંટ ચલાવી હશે તેનો તાગ મેળવતા ખાસ્સો સમય વિતી જાય છે. આ સંજોગોમાં અમદાવાદના રિક્ષાચાલકોની ડેટા બેન્‍ક તૈયાર કરીને 'ઓર્ગેનાઇઝ બિઝનેસ' બનાવવાની દિશામાં પોલીસ વિચારી રહી છે. અમદાવાદમાં ઓટો રિક્ષાચાલકોના અલગ અલગ યુનિયન છે પણ સંગઠિત નહીં હોવાથી પોલીસ તેમને સંગઠિત કરવા માંગે છે.

રિક્ષાવાળાઓ માટે ડ્રેસ કોડ

રિક્ષાવાળાઓ માટે ડ્રેસ કોડ


અમદાવાદમાં રિક્ષાચાલકોની ઓળખ માટે ડ્રેસ કોડ અમલી બનાવવાનું વિચારવામાં આવ્યું છે. આ મુદ્દે રિક્ષા ચાલક યુનિયનો સાથે પ્રાથમિક વાતચિત થઈ ચૂકી છે. આ માટે રિક્ષાચાલકો માટે ચોક્કસ રંગના શર્ટનો ડ્રેસ અથવા તો જેકેટની ડિઝાઈન તૈયાર કરાશે.

રિક્ષામાં હેલ્પલાઇન સ્ટીકર્સ ફરજિયાત બનાવાશે

રિક્ષામાં હેલ્પલાઇન સ્ટીકર્સ ફરજિયાત બનાવાશે


પોલીસ રિક્ષાચાલકોનું રજીસ્‍ટ્રેશન કરી આઈ-કાર્ડ આપવા ઉપરાંત રિક્ષાઓમાં ચાલકના ફોટોગ્રાફસ, રજીસ્‍ટ્રેશન નંબર, લાઈસન્‍સ નંબર, ચાલકનો મોબાઈલ ઉપરાંત પોલીસ કન્‍ટ્રોલ રૂમ અને ટ્રાફિક પોલીસના 'હેલ્‍પલાઇન' નંબર્સ સાથેના સ્‍ટીકર મુસાફર જોઈ શકે તે રીતે લગાવવા ફરજિયાત બનાવાશે. ભાડેથી અપાતી રીક્ષામાં બે-ત્રણ જેટલા ચાલક હોય તો તેની વિગતો સાથેના સ્‍ટીકર બનાવાશે. આ અભિયાનને 'સુરક્ષા સેતુ' નામ આપવામાં આવ્યું છે.

50 ટકા ચાલકો પાસે બેઝ નથી

50 ટકા ચાલકો પાસે બેઝ નથી


અમદાવાદમાં ફરતી એક લાખ જેટલી રિક્ષાઓમાંથી 20,000 જેટલી રિક્ષાઓ 'શટલ' તરીકે દોડે છે. બેઝના નિયમ અનુસાર ધોરણ 8 પાસ હોય તેવા રિક્ષાચાલકો લાઈસન્‍સ મેળવે તે પછી પોલીસ વેરીફિકેશન કરાવ્‍યા બાદ RTO તરફથી રિક્ષાચાલકોને બેઝ આપવામાં આવે છે. અમદાવાદમાં 50 ટકા રિક્ષાચાલકો બેઝ વગર જ રિક્ષા ચલાવે છે. આ બદલ RTO અને ટ્રાફિક પોલીસ રિક્ષાઓ ડીટેઈન કરી શકે છે.

રિક્ષાઓમાં GPSવાળા મીટર લગાવાશે

રિક્ષાઓમાં GPSવાળા મીટર લગાવાશે


અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક લાખ રિક્ષાચાલકોની ડેટાબેન્‍ક તૈયાર કરીને આવનારાં દિવસોમાં GPS સિસ્‍ટમ ધરાવતા મીટર રિક્ષાઓમાં લગાવવા માંગે છે. મુંબઈની જેમ મુસાફર પરિવહનના વાહનોમાં ખાસ એપ્‍લીકેશન અને GPS સિસ્‍ટમ લગાવીને વાહનને પોલીસ સાથે જોડવાનું આયોજન છે. આ ઉપરાંત રિક્ષાચાલકો અને તેમના પરિવારનો ગ્રુપ વીમો, તેમના બાળકોનો અભ્‍યાસ સહિતની યોજના વિચારણા હેઠળ છે.

English summary
How will Ahmedabad Police give rickshaw drivers new identity?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X