• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમૂલ ડેરીના ચેરમેનના ગોદામથી મળી 2023 બીયર બોટલો

|

ક્રોંગ્રેસ વિદાયક અને અમૂલ ડેરીના ચેરમેન એવા રામસિંહ પરમારના વડોદરા ખાતેના ગોદામમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત થયો છે. આ દારૂની બોટલોની અંદાજીત કિંમત 5.32 લાખ રૂપિયા છે.

ક્રોંગ્રેસ વિધાયકના પ્લોટમાંથી થાસરા જિલ્લા પોલિસે દારૂના લગભગ 18 બોક્સ પકડ્યા છે. આ બોક્સમાંથી લગભગ 2023 બીયરની બોટલો મળી આવી છે. વધુમાં પોલિસે ધટના સ્થળેથી એક વ્યક્તિ અને એક કિશોરની ધરપકડ કરી એફઆઇઆર દાખલ કરી છે.

નોંધનીય છે કે આ લોકો જ્યારે ટ્રકમાંથી આ જથ્થો ગોદામમાં ઉતારી રહ્યા હતા ત્યારે પોલિસે તેમની ધરપકડ કરી હતી.આ મામલે ક્રોંગ્રેસ વિધાયક પરમારનું કહેવું છે કે અમૂલ ડેરીમાં થનાર ચૂંટણી પહેલા તેમની વિરુદ્ધ આ એક રાજકીય કાવતરું કરવામાં આવ્યું છે. વધુમાં પરમારે કહ્યું કે આ દારૂ તેમના પ્લોટની બહારથી જપ્ત થયો છે અને તે આ મામલે પકડાયેલા લોકોને નથી જાણતા.

ગુજરાતમાં વર્ષ 1960થી દારૂબંધી છે ત્યારે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાતા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Huge quantity of liquor seized from the Amul Dairy chairman and Congress MLA, Police has arrested 3 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X