For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના તમામ હુક્કાબારો પર આજથી પ્રતિબંધ, દારુબંધીનો કાયદો વધુ કડક બનાવાયો

રાજ્ય સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે બે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં આજે (15 ડિસેમ્બર) થી ગુજરાતમાં ચાલતા તમામ હુક્કાબાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે બે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં આજે (15 ડિસેમ્બર) થી ગુજરાતમાં ચાલતા તમામ હુક્કાબાર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જ્યારે બીજી જાહેરાતમાં દારુબંધીના કાયદાને વધુ કડક બનાવી સજામાં વધારો કરવામાં આવ્યો છે.

liquor

હુક્કાબાર માટેની સજા

હુક્કાબાર ચલાવવાના કેસમાં ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ ત્રણ વર્ષની સજા તેમજ 20 થી 30 હજાર સુધીના દંડની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

દારુબંધી માટેની સજા

દારુનું ખરીદ-વેચાણ તેમજ હેરાફેરી બદલ 10 વર્ષ સુધીની કેદ તેમજ 5 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

દારુના અડ્ડા અને તેના સંચાલનમાં મદદ કરનારાઓને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીના દંદની જોગવાઇ કરવામાં આવી છે.

દારુ પીને તોફાન કરનારને 3 વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

ગુનેગારોને ભાગી જવામાં મદદ કરનાર અધિકારીને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીના દંદની જોગવાઇ કરવામાં આવી છે.

ફરજ પર રહેલા કોઇ અધિકારીને અડચણ કે હુમલો કરે તો 5 વર્ષ સુધી કેદ અને 5 લાખનો દંડની જોગવાઇ કરવામાં આવી છે.

હુક્કાથી થતુ નુકશાન

હુક્કાબારમાં યુવાનો સામાન્ય રીતે એક કલાકમાં સિગારેટ કરતા 100 થી 200 ગણો વધારે ઝેરી ધૂમાડો પોતાના શરીરમાં ઉતારે છે.

સિગરેટના એક કસમાં 20 પફ જ્યારે હુક્કાના એક કસમાં 200 પફ વોલ્યુમ હોય છે. જે શરીર માટે ખૂબ નુકશાનકારક હોય છે.

હુક્કામાં તમાકુને ગરમ કરવા કોલસો વપરાય છે. તેના ધૂમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને કેંસર પેદા કરતા ખૂબ ઝેરી કેમિકલ્સ હોય છે.

હુક્કાના એક કલાકના સેશનમાં સામન્ય રીતે 90 હજાર મિમી ધૂમાડો બને છે. જ્યારે સિગારેતમાં તેનું પ્રમાણ 500-600 મિલીમીટર હોય છે.

તમાકુના ધૂમાડામાં 7000 થી વધુ કેમિક્લ્સ હોય છે. જેમાં 70 થી વધારે કેમિકલ્સ કેંસર પેદા કરે છે.

હુક્કામાં તમાકુના સેવનથી જડબા, ફેફસા, ગળા, અન્નનળીનું કેંસર તેમજ કિડની, લીવર અને સ્વાદુપિંડને ભારે નુકશાન થાય છે.

English summary
hukkabara banned from today in gujarat, liquor laws also become strict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X