For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉપવાસ ન સમેટે તો હાર્દિકને થઈ શકે યૂરિન ઈન્ફેક્શનઃ ડૉક્ટર

આજે ઉપવાસના પાંચમા દિવસે હાર્દિકની તબિયત લથડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ડૉક્ટરે જણાવ્યા મુજબ હાર્દિક પટેલના સ્વાસ્થ્યમાં નબળાઈ જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ હજુ શરૂ નથી થયા ત્યાં તો હાર્દિક પટેલે ફરીથી અનામત આંદોલન સક્રિય કરી દીધું છે. 25 ઓગસ્ટથી હાર્દિક ઘરે બેસીને જ ધરણા કરી રહ્યો છે. આજે ઉપવાસના પાંચમા દિવસે હાર્દિકની તબિયત લથડી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ડૉક્ટરે જણાવ્યા મુજબ હાર્દિક પટેલના સ્વાસ્થ્યમાં નબળાઈ જોવા મળી રહી છે.

ઉપવાસનો પાંચમો દિવસ

ઉપવાસનો પાંચમો દિવસ

ખેડૂતોનું દેવું માફ કરવાની અને પાટીદારોને અનામત આપવાની માગણી સાથે હાર્દિકે ફરી અનામત આંદોલન સક્રિય કર્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધરણા કાર્યક્રમો યોજી લોકો હાર્દિક પટેલને સમર્થન આપી રહ્યા છે. હાર્દિકના સમર્થનમાં ગાંધીનગર, ચિલોડા સહિતના કેટલાય વિસ્તારોમાં યુવાનોએ ધરણા કાર્યક્રમ યોજ્યા છે. ચિલોડામાં 100થી વધુ યુવાનો એકઠા થઈને ધરણા કરી રહ્યા છે.

કાલે કોર્ટમાં હાજર રહેવું પડશે

કાલે કોર્ટમાં હાજર રહેવું પડશે

કાલે હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં હાજર રહેવું પડી શકે છે. કોર્ટે હાર્દિકને હાજર રહેવાની આખરી ચેતવણી આપી છે. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે પણ તેની ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકારે હાર્દિક પટેલના બિનજામીનપાત્ર વોરંટ કઢાવવા કેટલાય પ્રયત્નો કરી ચૂકી છે, આવતી કાલે જો ચાર્જફ્રેમ દરમિયાન હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહે તો બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવી શકે છે.

મધ્યપ્રદેશ- રાજસ્થાનના ખેડૂતો મળવા આવ્યા

મધ્યપ્રદેશ- રાજસ્થાનના ખેડૂતો મળવા આવ્યા

ઉપવાસ આંદોલનના ચોથા દિવસે મધ્ય-પ્રદેશ અને રાજસ્થાનથી પણ ખેડૂતો આવી પહોંચ્યા હતા. હાર્દિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી હજારો ખેડૂતો સમર્થનમાં આવયા પણ ગુજરાતની પોલીસ નિર્દય બની રહી છે અને માત્ર 20 ખેડૂતોને જ છાવણીમાં આવવા દેવાયા હતા. ખેડૂતોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો અને લાઠીચાર્જ કર્યો હોવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે આંદોલનને રોકવા માટે તમામ તાકાતો લાગી ગઈ છે.

પ્રફુલ પટેલે આપ્યું સમર્થન

પ્રફુલ પટેલે આપ્યું સમર્થન

આજે હાર્દિક પટેલનું ફરી મેડિકલ ચેકઅપ થયું હતું, તબીબોએ જણાવ્યું કે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે અને વધુ સમય ઉપવાસ શરૂ રાખે તો તેને કિડની અને યૂરિન ઈન્ફેક્શન થઈ શકે છે. ત્યારે હાર્દિક પટેલને જ્યૂસ પીવાની ડૉક્ટરોએ સલાહ આપી છે. ગતરોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી તથા વર્તમાન સાંસદ પ્રફુલભાઈ પટેલે ઉપવાસ છાવણીની મુલાકાત લઈને હાર્દિકને સમર્થન આપ્યું હતું. આ પણ વાંચો-હાર્દિક પટેલને મળ્યું મમતા બેનરજીનું સમર્થન, મળવા આવશે ડેલિગેશન

English summary
hunger strike can cause urine inaction to hardik patel says doctor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X