• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યાં સુધી કોરોનાનો નાશ નહીં થાય ત્યાં સુધી માસ્ક બનાવતી રહીશ: 6ઠ્ઠમાં ભણતી તમન્ના સૈયદ

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને પગલે દેશ-વિદેશમાં હાહાકાર મચ્યો છે, કેટલાય લોકોએ સંગ્રહખોરી શરૂ કરી છે, કેટલાકે કાળાબજારી શરૂ કરી દીધી છે ત્યારે છઠ્ઠા ધોરણમાં ભણતી ગુજરાતી છોકરીએ એક એવો પ્રણ લીધો છે જે જાણીને તમારી છાતી પણ ગર્વથી ગદગદીત થઈ જશે. છઠ્ઠા ધોરણમાં ભણતી આ બાળાએ જ્યાં સુધી કોરોના વાયરસનો ખાત્મો ના થઈ જાય ત્યાં સુધી માસ્ક બનાવતા રહેવાનો પ્રણ લીધો છે.

પ્રાંતિજ તાલુકામાં આવેલ ઓરણ ગામની ધોરણ 6માં અભ્યાસ કરતી કુમળી બાળા તમન્ના સૈયદ દ્વારા રોજ જાતે મશીન પર બેસી માસ્ક તૈયાર કરી તેના જે પૈસા મળે તેનાથી જરૂરિયાતમંદ લોકોને તે માસ્ક વિના મૂલ્યે અર્પણ કરવાનું ઉમદા સેવા કાર્ય કરવામાં આવી રહેલ છે. હાલ સમગ્ર દુનિયામાં કોરોના એ કહેર વરસાવ્યો છે ત્યારે તેને રોકવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સમગ્ર રાજ્યોની સરકાર, તંત્ર, પોલીસ કર્મીઓ તેમજ ડોક્ટરો સર્વે લોકો કાર્યમાં જોડાયા છે.

ત્યારે આવા સંજોગોમાં સંક્રમણ થી બચવા પ્રત્યેક નાગરિક ને માસ્ક પહેરવું સુરક્ષિત સાબિત થઈ રહેલ છે ત્યારે આ લોકડાઉન ની પરિસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ઓરણ ગામમાં ધોરણ 6માં અભ્યાસ કરતી ભારતની દીકરી તમન્ના રિફાકતઅલી સૈયદ લોકો સુધી આ માસ્ક સિલાઈ મશીન પર બેસી જાતે સીવી તેના મળેલ મહેનતાણામાંથી માસ્ક ખરીદી તેને જરૂરિયાતમંદોને વિના મૂલ્યે આપી ઉમદા સેવાનું કાર્ય કરી રહી છે.

ઘરે ભણવાની સાથે સાથે રોજ સવારે ઉઠી તમન્ના સિલાઈ મશીન પર બેસી જાય છે અને માસ્ક બનાવે છે રોજના આશરે 40 થી 50 માસ્ક તે બનાવે છે અને અત્યાર સુધી 500 કરતા વધુ માસ્ક તે બનાવી ચુકી છે. મહિલા મંડળ દ્વારા આપવામાં આવતા કાચા મટીરીયલમાંથી સિલાઈ મશીન પર તમન્ના જાતે આ માસ્ક તૈયાર કરે છે.

એક માસ્ક બનાવવાના તમન્નાને 2 રૂ. મળે છે અને બનાવેલ તમામ માસ્કનું મહેનતાણું ભેગું કરી તેમાથી તે માસ્ક ખરીદી લે છે અને જરૂરિયાત મંદો સુધી વહેંચે છે. તમન્નાના પિતા રિફાકત અલી કે જેઓ પોતે એક રિક્ષા ડ્રાઇવર છે જે પોતાની પુત્રીના આ કાર્ય અને સેવાને જોતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે પુત્રીના આ ઉમદા કાર્ય ને જોતા તેમની છાતી ગદગદ ફુલાતી નથી સમાતી અને પોતે ભગવાન નો આભાર વ્યક્ત કરતા તેમની દીકરી દ્વારા કરવામાં આવતા કાર્યને નેક ગણાવતા આશીર્વાદ અને આભાર વ્યક્ત કરે છે.

તમન્ના સૈયદ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે હું જ્યાં સુધી કોરોનાનો નાશ નહીં થાય ત્યાં સુધી આ માસ્ક બનાવતી જ રહીશ અને જરૂરિયાતમંદોને વિના મૂલ્યે વહેંચતી રહીશ તેમજ આવા કપરા સમયમાં તમન્ના દ્વારા નાના બાળકોને ઘરમાં રહેવા ખાસ સંદેશ પાઠવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશ માટે લેવામાં આવી રહેલ નિર્ણયોને વાખાણતાં આ મહામારી સામે લડવા માટે ખાસ દેશના લોકોએ એક બની લોક ડાઉન નું ચુસ્ત પાલન કરવા અને સાથ આપવા પર ભાર આપ્યો હતો. કોરોનાના કપરા સમયમાં સહુ કોઈના સાથ સાથે આ નાની બાળકીનું ઉમદા કાર્ય ખરેખર સરાહનીય છે અને સલામ છે આવા તમન્ના જેવા ભૂલકાં બાળકોને પણ જે દેશમાં આવેલ કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા તાલથી તાલ મિલાવી ઉભા રહેવાનો જુસ્સો ધરાવે છે.

Acharya- સાઉથની આ ફિલ્મમાં જોવા મલશે સલમાન ખાન? ચિરંજીવી સાથે તગડો ધમાકોAcharya- સાઉથની આ ફિલ્મમાં જોવા મલશે સલમાન ખાન? ચિરંજીવી સાથે તગડો ધમાકો

English summary
i will keep preparing mask until corona ends: little girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X