IB ના ઇનપુટ આતંકીઓ જખૌ બોર્ડરથી કરી શકે છે ધુષણખોરી
ગુપ્તચર સંસ્થા દ્વારા ઈનપુટ આપવામાં આવ્યા છે કે જખૌ બોર્ડરથી આતંકીઓ ઘુષણખોરી કરી શકે છે જેના પગલે ATS દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ સંદિગ્ધ ગતિવિધિ સામે આવી નથી આવી. તેમ છતાં સુરક્ષા કારણોને જોતા અમદાવાદ,કોસ્ટ ગાર્ડ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડના એલર્ટને પગલે રાજ્ય ની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. કચ્છના જખૌમાં આવેલ એક જહાજમાં સવાર શંકાસ્પદ પાકિસ્તાની ઈસમ, એક શંકાસ્પદ બોક્સ સાથે આદિપુર તરફ ગયો હોવાના એલર્ટને પગલે હાલ વાહન ચેકીંગ તથા હોટેલ ચેકીંગના આદેશ અપાયા છે.
સાથે જ કચ્છમાં શંકાસ્પદ લોકોની હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. કચ્છ પોલીસે અગમચેતી ના પગલાં લેવા તથા સુરક્ષા મજબૂત કરવા આદેશ આપ્યા છે. અને રાજ્ય ની તમામ ચેકપોસ્ટ પર પણ ચુસ્ત નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડના એલર્ટને પગલે સ્ટેટ આઈ બી દ્વારા જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ATS તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ શંકાસ્પદ લોકો અને આતંકી વિચારધારા ધરાવતા લોકો ની ગતિવિધિ પર નજર રાખવા આદેશ આપ્યા છે. ત્યારે હાલ તો કોસ્ટ ગાર્ડે આપેલા એલર્ટમાં વર્ણવેલ વ્યક્તિ વાળા વ્યક્તિની તપાસ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.