ઉદ્યોગપતિઓ સરકારની નીતિઓથી પરેશાન હોય તો ભાજપનો સંપર્ક કરેઃ સીઆર પાટિલ
ઉદ્યોગપતિઓ સરકારની નીતિઓથી પરેશાન હોય તો ભાજપનો સંપર્ક કરેઃ સીઆર પાટિલ
ગુજરાતના ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યું કે તેમની પાર્ટી ઉદ્યોગોને શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે. સીઆર પાટીલ બુધવારે અમદાવાદમાં એક ગારમેન્ટ્સ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ અવસર પર તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ ઈન્ડસ્ટ્રીને સરકારી નીતિને પગલે નુકસાન થઈ રહ્યું હોય અથવા તો અન્ય કોઈ પરેશાની આવી રહી હોય તો તેમને કોઈપણ પ્રસ્તાવ પર પાર્ટીનો સંપર્ક કરવો જોઈએ.

સીઆર પાટિલે ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા આયોજિત ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા કહ્યું, 'જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારા સહયોગ અને આશીર્વાદથી રાજ્ય અને કેન્દ્ર બંનેમાં બેઠી છે, તો અમે બદલામાં તમને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે જો રાજ્ય સરકાર અથવા કેન્દ્રની કોઈ યોજનાના કારણે તમે નુકસાનીમાં ચાલી રહ્યા હોવ અથવા કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય તો કૃપિયા કરી અમારો સંપર્ક કરો. અમે તમારી સાથે છીએ. અમે તમારી સમસ્યાઓનું સમાધાન કરશું.'
ભાજપ નેતાએ GGMAના સભ્યને સલાહ આપતા કહ્યું કે, 'સામાન્ય રીતે લોકો 4-5 પાનાનો પ્રસ્તાવ લઈને આવે છે. પરંતુ તમે માત્ર મુખ્ય મુદ્દા પર ધ્યાન આપો અને સરકારને સજેશન પણ આપો જે તમારી મદદ કરશે. આ બધાનો બે પંક્તિમાં ઉલ્લેખ કરી દેવો જોઈએ. ઉદ્યોગ પ્રતિનિધિઓ મદદ માંગતાં કેટલાય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મારા સર (રાજ્યના રાજસ્વ મંત્રી કૌશિક પટેલ) અહીં બેઠા છે અને આને સારી રીતે સમજી શકે છે. જો તમે ઉદ્યોગ માટે પાણી, વીજળી અને પ્રદૂષણના મુદ્દાઓને એકસાથે રાખો છો, તો તમારી અરજી એક સ્થળે જ થશે.'
સીઆર પાટિલે કહ્યું કે ક્યારેક ક્યારે ઉદ્યોગના પ્રતિનિધિ નગર નિગમો સંબંધિત મુદ્દાઓ માટે પણ મુખ્યમંત્રીનો સંપર્ક કરે છે. તેમણે કહ્યું કે, 'નિગના અધિકારીઓના વિસ્તારમાં આવતા મુદ્દાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી પાસે લોકો જાય છે. લોકો વિચારે છે કે મુખ્યમંત્રી આદેશ આપશે, પરંતુ જો તમે નીચેથી શરૂઆત કરો છો તો ઘણી સમસ્યા છે. નીતિ સાથે જોડાયેલા મુદ્દાઓ મુખ્યમંત્રી પાસે જઈ શકે છે અને બાકીની સમસ્યાઓનું સમાધાન નિચલા સ્તરના લોકો દ્વારા કરવામાં આવી શકે છે.'












Click it and Unblock the Notifications
