For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોંગ સાઈડ પર વાહન ચલાવ્યું તો ખેર નહિ, 2600ના ચલણ કપાયાં

રોંગ સાઈડમાં વાનો હંકારતા લોકો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝુંબેશ ચલાવી છે. ગઈ કાલે અમદાવાદ પોલીસે કુલ 2600 લોકોનાં ચલણ કાપ્યાં હતાં

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સૌથી ઓછી ટ્રાફિક સેન્સ કોનામાં? જો આ અંગે સર્વે કરવામાં આવે તો કદાચ અમદાવાદીઓ અવ્વલ નંબરે આવે. સિગ્નલ તોડવું, રોંગ સાઈડ પર વાહન ચલાવવું, હેલ્મેટ કે લાઈસન્સ વિના જ રાઈડ કરવી, ત્રિપલ તો ક્યારેક ચોમ્બલ સવારીમાં પણ નીકળી જાય તેવા અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે. કુણું વલણ ધરાવતી અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે કોઈને છોડવાના મૂડમાં નથી.

ahmedabad traffic police

રોંગ સાઈડમાં વાનો હંકારતા લોકો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝુંબેશ ચલાવી છે. ગઈ કાલે અમદાવાદ પોલીસે કુલ 2600 લોકોનાં ચલણ કાપ્યાં હતાં જેઓ રોંગ સાઈડ પર પોતાનું વાહન ચલાવી રહ્યા હતા. આવા ડ્રાઈવર્સ સામે પોલીસે પોતાનો આકરો મિજાજ બતાવ્યો છે. ઉપરાંત સ્પષ્ટ ચેતવણી આપતા અમદાવાદ ટ્રાફિક પોલીસે કહ્યું કે કાલે 2600નાં ચલણ કપાયાં આજે પણ આ ઝુંબેશ ચાલુ રહેશે, ખુદની અને બીજાની જીંદગી ખતરામાં ન નાખતા.

ahmedabad traffic police

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સમસ્યા મામલે નારાજ હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરને સમન્સ મોકલ્યા બાદથી અમદાવાદ ટ્રાફિક પોલીસે કોઈને ન છોડવાની નીતિ અપનાવી છે. આ સિલસિલામાં જ એલિસબ્રિજના ધારાસભ્યનું પણ ચલણ કાપવામાં આવ્યું હતું, કેટલાક પોલીસ કર્મચારીઓ તો અન્ય અધિકારીઓનાં પણ ચલણ કપયાં હતાં. અમદાવાદીઓ ટ્રાફિક સેન્સમાં સમજતા થાય તે માટે પોલીસે થોડા દિવસ માટે તેમને ચલણમાંથી રાહત આપી હતી છતાં કૂતરાની પૂંછ વાંકીને વાંક જ રહે તે કહેવત અમદાવાદીઓએ સાબિત કરી બતાવી.

English summary
If you drive on the wrong side then you have to pay huge charges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X