• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં વોટ આપ્યાના પારખા, ઉકળતા તેલમાં બોળ્યા હાથ

|

બાયડ, 6 ફેબ્રુઆરી: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલ બાયડ તાલુકાના ડેરિયા ગામમાં રુંવાડા ઉભા કરી નાખે તેવી ઘટના સામે આવી છે. ઝેરના પારખા તો જોયા હતા પરંતુ આ ગામના લોકોને મત આપ્યાના પારખા કરવા પડ્યા છે અને એ પણ ઉકળતા તેલમાં હાથ નાખીને.

ગણેશપુરા ગ્રામપંચાયતના ડેરિયા ગામના ગિરિશ પરમાર સરપંચ પદની ચૂંટણી હારી ગયા, અને તેમના સખત ટેકેદાર અમૃત પરમારે ગામવાસીઓની પરીક્ષા લઇ નાખી હતી. તેમણે ભરબજારમાં ડેરિયા ગામજનોને જણાવ્યું કે 'તમે લોકોએ વોટ આપ્યો જ નથી. જો સાચે જ તમે વોટ આપ્યો હોય તો હું તેલ ઉકાળું છું, નાખો એમાં હાથ.'

આ ગામના એક પછી એક 40 લોકોએ ઉકળતા તેલમાં હાથ નાખી પોતે મત આપ્યાના પારખા કરાવ્યા હતા. જોકે સખત રીતે હાથે બળી ગયેલા લોકોને આંબલિયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે હાહાકાર મચી ગયો હતો. નોંધનીય છે કે એ મહિલા એ ઉકળતા તેલમાં હાથ નાખવાની બિકે આત્મહત્યા કરી લેતા મામલો બિચક્યો છે.

આ અંગે દિલ્હીમાં મોદીને એક પત્રકારે સવાલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુનેગારોની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

English summary
if you gave vote me, put your hand in hot oil says sarpanch in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X