For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશનું પ્રથમ IFSC દેશ માટે લેન્ડ્માર્ક બની રહેશે: અરુણ જેટલી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 એપ્રિલ: મુખ્‍યમંત્રી આનંદીબહેન પટેલે ‘‘રેગ્‍યુલેટરી ફ્રેમવર્ક ફોર આઇ.એફ.એસ.સી. ઇન ઇન્‍ડીયા''ની કોન્‍ફરન્‍સમાં સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે ગિફ્ટ સિટીમાં આકાર પામનારૂં IFSC ફાયનાન્‍સીયલ સર્વિસ ઇન્‍ડસ્‍ટ્રી માટે ગેમ ચેઇન્‍જર પૂરવાર થવાનું છે.

આનંદીબહેને તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્‍લોબલ ફાયનાન્‍સિયલ હબના નકશા ઉપર ભારતને મૂકવાનું સેવેલું સપનું સાકાર કરવામાં ગિફટ સિટીની અહેમ ભૂમિકા રહેવાની છે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યોહતો.

તેમણે કહ્યું કે, ગુજરાતીઓના જિન્‍સમાં જ વેપાર-વણજ રહેલા છે એટલે બિઝનેસ અને ફાયનાન્‍સની બાબતે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં દેશમાં ગુજરાત હરહંમેશ અગ્રિમ સ્‍થાને અને પસંદગીનું સ્‍થળ રહયું છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે ગુજરાત એક દશકથી પણ વધારે સમયથી દેશનું ગ્રોથ એન્‍જીન બની ગયુ છે. ગુજરાતમાં માળખાકીય સવલતોના વિકાસથી સર્વાંગી ગતિ-પ્રગતિની જે દિશા અપનાવી છે તેમાં જનભાગીદારી પણ પ્રેરિત થતાં ગુજરાત વિકાસનું સર્વગ્રાહી મોડેલ દેશ અને દુનિયા માટે બન્‍યું છે.

મુખ્‍યમંત્રીએ ડોમેસ્‍ટિક એન્‍ડ ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍સિયલ સર્વિસીસમાં ગિફટ સિટી નવી તકોનું સર્જન કરશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવતાં જણાવ્‍યું કે, ગિફટ સિટીનું આ ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍સિયલ સર્વિસ સેન્‍ટર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પૂનઃવિશ્વાસ પ્રસ્‍થાપિત કરીને દેશમાં વિશાળ પાયે રોજગાર સર્જન માટે અસરકારક પૂરવાર થશે.

આનંદીબહેન પટેલ IFSC માટે કેન્‍દ્ર સરકારની મંજૂરીથી ઓફશોર બેન્‍કિગ, ઇન્‍સ્‍યોરન્‍સ અને કેપિટલ માર્કેટ માટે ડેવલપમેન્‍ટ રાઇટ ફાળવવાની કામગીરી શરૂ કરવાનો સંકેત આપતાં જણાવ્‍યું કે, ગિફટ સિટી પૂર્ણતઃ વિકસીત થતાં અંદાજે૭૮,૦૦૦ કરોડનું રોકાણ સર્જાશે.

તેમણે ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે આર્થિક વૃધ્‍ધિ સાથે સામાજિક ક્ષેત્ર પર પણ વિશેષ ધ્‍યાન કેન્‍દ્રીત કરીને આ વર્ષના કુલ આયોજિત ખર્ચમાં ૪૯ ટકા હિસ્‍સો આ ક્ષેત્ર માટે સુનિશ્વિત કર્યો છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે ગાંધીનગરના મહાત્‍મા મંદિર ખાતે યોજાયેલી ‘‘રેગ્‍યુલેટરી ફ્રેમવર્ક ફોર આઇએફએસસી ઇન ઇન્‍ડિયા'' વિષયક કોન્‍ફરન્‍સને સંબોધતાં જણાવ્‍યું હતું કે, ગુજરાતે ગીફટ સીટીના માધ્‍યમથી ગ્‍લોબલ સ્‍માર્ટ સીટીના નિર્માણનો ભગીરથ પુરૂષાર્થ કર્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, ગીફટ સીટી ખાતે આકાર લેનારુ ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍સ સર્વિસીઝ સેન્‍ટર દેશનું એક મહત્‍વનું લેન્‍ડ માર્ક બની રહેશે.

તેમણે જણાવ્‍યું હતું કે, દેશનું પ્રથમ એવું ગુજરાતનું આ ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍સ સર્વિસીઝ સેન્‍ટર (આઇ.એફ.એસ.સી.) દુબઇ, સીંગાપુર, હોંગકોંગ જેવા વૈશ્વિક આંતરરાષ્‍ટ્રીય ફાયનાન્‍સીઝ સેન્‍ટરની તુલનામાં ઉભું રહેશે.

કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતાની નોંધ લઇ જણાવ્‍યું હતું કે, ગીફટ સીટીના સર્જન દ્વારા ગુજરાત દેશભરના રાજયોને સ્‍માર્ટ સીટીના સર્જન માટે માર્ગદર્શનરૂપ બનશે.

આ પ્રસંગે ગીફટ સીટી અને કોટક મહિન્‍દ્ર બેંક વચ્‍ચે પણ બેન્‍કીંગ સર્વિસ ક્ષેત્રે સમજૂતી કરારો થયા હતા. કાર્યક્રમના અંતે રાજ્‍યના નાણાં વિભાગના અધિક મુખ્‍ય સચિવ જે.એન. સિંઘે આભાર દર્શન કર્યું હતું.

વધુ વાંચો તસવીરો સાથે...

રાજયોનો સર્વાંગી વિકાસ

રાજયોનો સર્વાંગી વિકાસ

જેટલીએ જણાવ્‍યું હતું કે,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકાર આપણા ફેડરલ સ્‍ટ્રકચરને વધુને વધુ મજબૂત બનાવવા માંગે છે. તેના કારણે દેશના તમામ રાજયોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્‍દ્ર સરકાર રાજયોની વિકાસ પ્રવૃત્તિને સતત પ્રોત્‍સાહિત કરે છે. કેન્‍દ્ર સરકાર એવું માને છે કે, વધુ વિકાસથી જીડીપીમાં વધારો થશે, મહેસૂલી આવક વધશે રોજગારી વધશે અને આ સર્વાંગી વિકાસને કારણે ગરીબી નિર્મૂલન કરી શકાશે. અરૂણ જેટલી અને મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે રેગ્‍યુલેટરી ફ્રેમવર્ક એન આઇએફએસસી ઇન ઇન્‍ડીયા પુસ્‍તિકાનું પણ વિમોચન કર્યું હતું.

ગીફટ સીટી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું સપનું

ગીફટ સીટી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું સપનું

રાજ્યના નાણા મંત્રી સૌરભભાઇ પટેલે ગીફટ સીટીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું સપનું ગણાવી જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકારે વર્ષ ર૦૧૧માં ગીફટ સીટીના એસઇઝેડની મંજૂરી તો આપી પરંતુ આ માટેના નીતિ નિયમો ત્રણ વર્ષની રાહ જોયાબાદ રાજકીય ઇચ્‍છા શકિતના કારણે હવે શકય બન્‍યા છે. તેમણે આ માટે કેન્‍દ્રીય નાણામંત્રી જેટલીનો આભાર માન્‍યો હતો મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્‍વમાં આ આઇએફએસસી આવનારા પાંચ વર્ષમાં દુબઇ, સિંગાપુર કે હોંગકોંગ સાથે વૈશ્વિક સ્‍પર્ધા કરતું આંતરરાષ્‍ટ્રીય સેન્‍ટર બની રહેશે તેવી આશા પણ તેમણે વ્‍યકત કરી હતી.

ડબલ ડિજીટનો વિકાસ દર

ડબલ ડિજીટનો વિકાસ દર

આ પ્રસંગે સેબીના ચેરમેન યુ.કે. સિંહાએ જણાવ્‍યું હતું કે, ડબલ ડિજીટનો વિકાસ દર હાંસલ કરવા માટે શ્રેષ્‍ઠ ફાયનાન્‍સિયલ સર્વિસીઝ હોવી જરૂરી છે. આ માટે ભારતના કોર્પોરેટ જગતે મૂડી રોકાણ વધારવું પડશે. જ્‍યારે ઇરડાના ચેરમેન ટી.એસ. વિજયને વીમા ઉદ્યોગ ક્ષેત્ર સંદર્ભે જણાવ્‍યું હતું કે, આજે દેશભરમાં વાર્ષિક ચાર લાખ કરોડ રૂપિયાનું પ્રીમીયમ આવે છે, જેમાંથી ૭,૩૦૦ કરોડ રૂપિયા વિદેશોમાં રિઇન્‍સોરન્‍સ કરવા પડે છે. આ ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍સિયલ સર્વિસીઝ સેન્‍ટર દ્વારા આ સુવિધા દેશમાં જ ઉપલબ્‍ધ થશે. તેમણે આ સેન્‍ટર સાર્ક દેશો માટે પણ રીઇન્‍સ્‍યુરન્‍સ હબ બનશે તેવી આશા વ્‍યક્‍ત કરી હતી.

બેંકીંગ પ્રવૃત્તિઓ માટેના નિયમોની જોગવાઇ

બેંકીંગ પ્રવૃત્તિઓ માટેના નિયમોની જોગવાઇ

આ પ્રસંગે રીઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના ડેપ્‍યુટી ગવર્નર આર. ગાંધીએ ઇન્‍ટરનેશનલ ફાયનાન્‍સ સર્વિસીઝ સેન્‍ટરમાં દેશની અને વિદેશની બેંકીંગ પ્રવૃત્તિઓ માટેના નિયમોની જોગવાઇ વિસ્‍તૃતથી સમજાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ અંગેના નિયમો ઘડવામાં એન્‍ટી મની લોંડરીંગ મેઝર્સ તેમજ પારદર્શિતાનું પણ ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે, જ્‍યારે કેન્‍દ્રના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ આર. આર. રશ્‍મીએ જણાવ્‍યું હતું કે, ફાયનાન્‍સિયલ સર્વિસીસ ક્ષેત્રેઆંતરરાષ્‍ટ્રીય કક્ષાનું આ પ્રથમ સેન્‍ટર બનશે.

ગુજરાતનું IFSC જીડીપીમાં વધારો કરશે

ગુજરાતનું IFSC જીડીપીમાં વધારો કરશે

કાર્યક્રમના પ્રારંભમાં કેન્‍દ્રિય નાણાં વિભાગના સચિવ હસમુખ અઢિયાએ જણાવ્‍યું હતું કે, દુબઇના (ફાયનાન્‍સિયલ સર્વિસીસ સેન્‍ટરનો) જીડીપીમા ૧૨ ટકા ફાળો છે તેમજ જાપાનમાં જીડીપીમા ૨૦ ટકાનો ફાળો ત્‍યાંનું સેન્‍ટર ધરાવે છે અને ૧૦ ટકા નોકરી એકલા ફાયનાન્‍સિયલ સેન્‍ટરમાં જ રહેલી છે. આમ, ગુજરાતમાં આકાર લઇ રહેલું આંતરરાષ્‍ટ્રીય ફાયનાન્‍સિયલ સર્વિસીસ સેન્‍ટર દેશના જીડીપીમાં અને નવી રોજગારીની તકોના નિર્માણમાં મહત્‍વનું બની રહેશે.

English summary
International Financial Service Center of GIFT city will be game changer in financial service industries, says CM Anandiben Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X