For Quick Alerts
For Daily Alerts
જામનગરમાં જોડિયામાં ગેરકાયદે જમીન ખનન પકડાયુ
ગુજરાતમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જોડિયામાં કરોડોનુ ગેરકાયદે જમીન ખનન પોલિસ દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ રેન્જની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દોઢ કરોડના વાહનો સાથે 16 ઈસમોને પોલિસે ઝડપી પાડ્યા હતા. પોલિસે તેમની રેજમાં એક એક્સકેવેટર તથા 9 ડમ્પર અને બે જેસીબી તેમજ બે ટ્રેક્ટર ટોળી સહિતના વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.
રાજકોટ પોલિસ રેન્જ ટીમની ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જોડિયાના બાલંભામાં ખારા વિસ્તારના ખરાબામાં ગેરકાયદે રીતે ખનીજ રેતી અંગે ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ સામે આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર