• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોમવાદીઓ જોઇ લો; ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન દાયકાઓથી ઝગમગે છે કોમી એકતાના આ દીવા

|

22 સપ્ટેમ્બર, અમદાવાદ : ગુજરાત અવારનવાર ચર્ચામાં રહેતુ આવ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતને લીધે ચર્ચામાં રહેલું ગુજરાત હવે કોમવાદને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઇમામ મહેદી હસને નવરાત્રિ પર્વ અંગે અભદ્ર ટિપ્પણીમાં જણાવ્યું કે નવરાત્રિ રાક્ષસોનો તહેવાર છે. હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડતી ટિપ્પણીના સંદર્ભમાં આજે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) દ્વારા ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહેવાયું છે કે નવરાત્રિ એ સમગ્ર દેશના હિંદુઓ માટેનો આધ્યાત્મિક તહેવાર છે. નવરાત્રિને રાક્ષસોનો તહેવાર કહેવોએ હિંદુઓ માટે અપમાન છે. નવરાત્રિને રાક્ષસોનો તહેવાર કહીને દેશની અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવા બદલ મહેદી હસનની સરકાર તાકીદે પાસા હેઠળ ધરપકડ કરે. નવરાત્રિ સુધીમાં સરકાર ધરપકડ નહીં કરે તો બજરંગ દળ તેનું માથું પકડીને પોલીસને સોંપશે.

મૌલાના સાહેબને કહેવાનું કે જાણતા ના હોય તો જણાવી દઇએ કે નવરાત્રિ તહેવાર દરમિયાન ગુજરાતમાં દાયકાઓથી કોમી એખલાસ અને સદભાવના ચિરાગ પ્રગટતા આવ્યા છે. તેમાંથી કેટલાક અહીં રજૂ કરીએ છીએ...

માતાના ગરબા ગાય છે મુસ્લિમ ગાયકો

માતાના ગરબા ગાય છે મુસ્લિમ ગાયકો

મુંબઇમાં મૂશા પાઇક નામના જાણીતા ગાયક છે. જેમના વિના નવરાત્રિ જામતી નથી. તેવી જ રીતે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન મુસ્લિમ ગાયકો વિના ગરબો ઉપડતો જ નથી. ગુજરાતમાં ફરીદા મીર, ઓસ્માન મીર તેના ઉદાહરણો છે.

સુરતમાં 27 વર્ષથી ઇર્શાદના ગરબા ફેમસ

સુરતમાં 27 વર્ષથી ઇર્શાદના ગરબા ફેમસ

સુરતની સેંટ ઝેવિયર્સ કોલેજ પાસે પનઘટ ગરબા ગ્રુપમાં ઈર્શાદ શેખ છેલ્લા 27 વર્ષથી સેંકડો હિંદુઓને ગરબા રમતા શીખવાડે છે. અહીં તો ઇર્શાદના ગરબા જ ફેસમ છે.

જામનગરમાં માત્ર હિન્દુ-મુસ્લિમ પુરુષો જ ગરબા રમે છે

જામનગરમાં માત્ર હિન્દુ-મુસ્લિમ પુરુષો જ ગરબા રમે છે

જામનગરના લીમડાલાઈન પેટલ ચોક વિસ્તારમાં માત્ર હિંદુ, મુસ્લિમ પુરુષ ખેલૈયાઓ જ ગરબા રમે છે. ભારતમાતા આદર્શ ગરબી મંડળ 1947થી ગરબાનું આયોજન કરે છે. બંને કોમના લોકો નવરાત્રિમાં રોજ વેશભૂષા પણ કાઢે છે.

ગોધરામાં દૂર દૂરથી મુસ્લિમો ગરબા રમવા આવે છે

ગોધરામાં દૂર દૂરથી મુસ્લિમો ગરબા રમવા આવે છે

કચ્છ જિલ્લામાં આવેલું ગોધરા ગામ સદીઓથી કોમી એકતાનું પ્રતિક છે. આ ગામના અંબે માતાજીના મંદિરના ચોકમાં ગામના મુસ્લિમો તો ગરબે રમવા સાથે આયોજનમાં પોતાના હિસ્સો આપે છે. ગોધરામાં ભૂજ, ગાંધીધામથી પણ લોકો ગરબા રમવા આવે છે.

જન્માષ્ટમીએ અમદાવાદના સરખેજ રોજામાં ગરબા રમાય છે

જન્માષ્ટમીએ અમદાવાદના સરખેજ રોજામાં ગરબા રમાય છે

ઐતિહાસિક અમદાવાદ શહેરમાં માત્ર નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન થાય છે એવું નથી. જન્માષ્ટમી દરમિયાન મુસ્લિમ ધાર્મિક સ્થળ સરખેજ રોજા ખાતે ગરબા રમવામાં આવે છે. છેલ્લા 100 વર્ષથી જન્માષ્ટમીના દિવસે સરખેજ મકરબા અને તેની આસપાસના ગામોના હિંદુ ભાઇબહેનો સરખેજ રોઝામાં આવે છે અને રાસ ગરબીની રમઝટ બોલાવે છે.

લીંબડિયા ગામમાં માતાજીના સંઘનું સ્વાગત મુસ્લિમો કરે છે

લીંબડિયા ગામમાં માતાજીના સંઘનું સ્વાગત મુસ્લિમો કરે છે

અમદાવાદ જિલ્લાના લીંબડિયા ગામના મુસ્લિમ યુવકો વર્ષોથી અમદાવાદના ઓઢવ વિસ્તારના અર્બુદાનગરમાંથી નીકળતા માતાજીના પગપાળા સંઘનું સ્વાગત કરે છે.

રામોલ ગામમાં મુસ્લિમ સરપંચ લે છે ગરબાના આયોજન માટેની મંજુરી

રામોલ ગામમાં મુસ્લિમ સરપંચ લે છે ગરબાના આયોજન માટેની મંજુરી

અમદાવાદમાં આવેલા રામોલ ગામમાં વર્ષોથી ગરબાના આયોજન માટેની પોલીસની મંજુરી ગામના મુસ્લિમ સરપંચ ફરીદભાઇ મુખી લે છે. ગરબાના આયોજનમાં હિન્દુઓ સાથે મુસ્લિમો પણ હોંશભેર ભાગ લે છે.

English summary
Imam Mehdi Hasan and VHP look at this; communal harmony glitter in Navratri festival since decades in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more