For Daily Alerts

ભાભરમાં શિક્ષકે છેડતી કરતાં વિદ્યાર્થીનીએ મોતને વ્હાલુ કર્યુ!
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક લંપટ શિક્ષકે ગુરુની ગરિમાને લાંછનરૂપ કાર્ય કરતાં વિદ્યાર્થીનીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત છે, ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કુલની. આ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે ત્યાંના શિક્ષકે છેડતી કરી હતી અને તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. આ કારણે વિદ્યાર્થીની તણાવમાં આવી ગઇ હતી અને આત્મહત્યા કરી લીધી હતી.
બનાસકાંઠા સહિત રાજ્યમાં મહિલા અત્યાચારના બનાવોમાં અતિશય વધારો થઇ રહ્યો છે. જેમાં, ભાભરના રાધે ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં અભ્યાસ કરવા જતી હતી ત્યારે, શાળાનો એક શિક્ષક તેની સાથે અણછાજતું વર્તન કરી તેની સાથે અડપલાં કરતો અને તેનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી અઘટીત માંગણી કરતો હતો. વિદ્યાર્થીનીએ આ બાબતની જાણ ઘરે કરતાં પરંતું, પોલીસ દ્વારા કોઇ ફરિયાદ ન લેતાં અને મામલો દબાવી દેતાં આખરે વિદ્યાર્થીનીએ સ્યુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યુ હતું.
આ સમગ્ર પ્રકરણમાં આખરે યુવતીના પરિવારજનોએ આત્મવિલોપનની ચિમકી આપતાં પોલીસે વિદ્યાર્થીનીના મોત બાબતે દસ દિવસ બાદ મોડેથી ફરિયાદ નોંધી શિક્ષકની ધરપકડ કરી છે. સોશિયલ એક્ટિવિસ્ટ મનોજ પરમારે આ અંગે જણાવ્યું હતુ કે, આ યુવતીની ફરિયાદ ન લઇ આરોપીઓને છાવરનાર અને મોડી ફરિયાદ નોંધનાર તમામ પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.
Comments
English summary
In Bhabhar, the student was killed rather than teased by the teacher