For Quick Alerts
For Daily Alerts
ગુજરાતમાં પણ ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ લેવાશે, આ તારીખથી થઇ શકે છે શરૂ
સીબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાઓનોૌ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ પરિક્ષાઓની તારીખ ટુંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. આ સાથે અંદાજો લગાવવામાં આવી રહ્યો છેકે બોર્ડની પરિક્ષા 10 મે અથવા 17 મેથી શરૂ થઇ શકે છે.
સીબીએસઇ દ્વારા દોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓની તારીખો જાહેર થયા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ પરિક્ષાની તારીખની રાહ જોઇ રહ્યાં છે. ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં સ્કુલો ફેબ્રુઆરી સુધી બંધ રહેશે, જે બાદ પણ સ્કુલો ક્યારે ખુલશે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલ કમિટીની બેઠક નક્કી કરશે. આ માટે સ્કુલો અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવશે. જે બાદ તારીખો જાહેર થવાની સંભાવનાઓ છે.
એલઆરડી ભરતી માટે ગુજરાતમાં ફરી શરૂ થયું આંદોલન