For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઉડતા ડ્રોને વીડિયો બનાવ્યો, રેતી ચોર પકડાયા

ગુજરાતમાં સુરત જિલ્લાથી અલગ થયેલા તાપી જિલ્લામાં રેતી ચોરોએ કોહરામ મચાવી દીધો છે. આ ચોર માફિયાઓને પકડવા માટે ભૂસ્તર વિભાગે એક અનોખો રસ્તો અપનાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સુરત જિલ્લાથી અલગ થયેલા તાપી જિલ્લામાં રેતી ચોરોએ કોહરામ મચાવી દીધો છે. આ ચોર માફિયાઓને પકડવા માટે ભૂસ્તર વિભાગે એક અનોખો રસ્તો અપનાવ્યો છે. આ વિભાગે ઘણી જગ્યાઓ પર ડ્રોન કેમેરા ઘ્વારા નજર રાખવાની ચાલુ કરી દીધી છે. તેને કારણે કાંકરાપારા, બલાલ તીર્થ અને તાપી જિલ્લાના કાણાંજા, કાલા વ્યારામાં અવેધ ખનન અને ચોરી પર લગામ લાગી છે. આપને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં મોટા સ્તરે રેતી અને બજરી ચોરી થતી રહી છે.

gujarat news

આવી રીતે લગાવ્યા ડ્રોન કેમેરા

ભૂસ્તર વિભાગે રવિવારે રેતી ચોરોને પકડવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો. તેને કારણે કેમેરામાં રેતી ચોરોની બધી જ હરકતો કેદ થઇ ગઈ. રેતી ચોરો તાપી નદીથી રેતી ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. રેતી ચોરો અહીંથી અવેધ રીતે રેતી ચોરી કરે છે અને પછી તેને લાખો રૂપિયામાં માર્કેટમાં વેચે છે.

gujarat news

તાપી નદીને કિનારે ડ્રોન ઉડાવ્યા

રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ભૂસ્તર વિભાગે તાપી નદીને કિનારે ડ્રોન ઉડાવ્યા. ડ્રોન કેમેરામાં સાફ જોઈ શકાય છે કે કેવી રીતે રેતી માફિયાઓ નદીમાં બોટ ઘ્વારા રેતી કાઢી રહ્યા છે. ત્યારપછી તેને ટ્રકોમાં ભરીને લઇ જઈ રહ્યા છે. લગભગ 10 કરતા પણ વધારે ટ્રક ડ્રોન કેમેરામાં કેદ થઇ ચુક્યા છે. 30 કરતા પણ વધારે બોટને રેતી ચોરી કરતા ડ્રોનમાં જોઈ શકાય છે. ભૂસ્તર વિભાગે બધા જ બોટ માલિકો અને ટ્રક માલિકો સામે કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે.

English summary
In Gujarat drone deployed for Monitoring of sand and mining-mafia at Tapti river basin
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X