• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં કથિત ‘લવ જેહાદ’ પરનો કાયદો પાછો ઠેલાયો - Top News

By BBC News ગુજરાતી
|

ગુજરાત સરકાર દ્વારા હાલ પૂરતું 'એન્ટિ- લવ જેહાદ’ બિલ ન લાગુ કરવાનું નક્કી કરાયું છે. નોંધનીય છે કે એડવોકેટ જનરલ સહિત કાયદાના નિષ્ણાતો દ્વારા મત વ્યક્ત કરાયો હતો કે કદાચ આ કાયદો કાયદાકીય કસોટીમાં ટકી શકશે નહી. જે બાદ આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારે સૂત્રોના હવાલાથી લખ્યું છે કે આ પ્રકારના પ્રતિકૂળ મત બાદ સરકાર 1 માર્ચથી શરૂ થનાર વિધાનસભાના બજેટ સત્રમાં આ બિલ લાવશે નહીં.

નોંધનીય છે કે ભાજપશાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ 'લવ જેહાદ’ વિરુદ્ધ કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે. આ પગલા બાદ ગુજરાત સરકારે પણ આ અંગે નવો કાયદો લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારે આ અંગે કાયદો ઘડવા ગૃહ, કાયદા અને સંસદીય બાબતોના વિભાગને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની રાજ્ય સરકારો દ્વારા લાગુ કરાયેલા કાયદાનો અભ્યાસ કરવાની સૂચના આપી હતી. સૂચના મુજબ આ વિભાગોએ રાજ્યમાં એન્ટિ-કન્વર્ઝન કાયદામાં જ સુધારો કરવો કે નવી જરૂરિયાત પ્રમાણે નવો કાયદો લાવવો તે બાબતે ભલામણ કરવાની હતી.


જાળમાં ફસાયેલું સિંહનું બચ્ચું મળી આવતાં 34 શંકાસ્પદ શિકારીઓની ધરપકડ

https://www.youtube.com/watch?v=UnCJL4F6Vbc

ગુરુવારે ગુજરાતના વનવિભાગ દ્વારા 34 શંકાસ્પદ શિકારીઓની ધરપકડ કરાઈ હતી. નોંધનીય છે કે ગીર-સોમનાથ જિલ્લામાં સિંહનું બચ્ચું જાળમાં મળી આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

NDTVના એક અહેવાલ પ્રમાણે વનવિભાગના અધિકારી કે. રમેશના જણાવ્યાનુસાર બુધવારે એક ગામડા નજીક જાળમાં ફસાયેલું સિંહનું બચ્ચું મળી આવ્યા બાદથી 38 શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે.

આરોપીઓ પાસેથી પ્રાણીઓનાં હાડકાં, માંસ, ઓજારો અને શિકાર માટેના જાળ કબજે કરવામાં આવ્યા છે.

વનવિભાગના અધિકારીએ આગળ જણાવ્યું કે, “આરોપીઓ શિયાળ અને સસલાં જેવાં પ્રાણીઓનો શિકાર કરતા, જેમનો ઉપયોગ રસ્તા કિનારેના તંબુઓમાં વેચાતી પરંપરાગત દવાઓ બનાવવા માટે થતો.”


ગાંધીનગરમાં બનશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ

ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના નાસમેડ ગામમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ શરૂ કરવામાં આવશે.

ટાઇમ્સનાઉના એક અહેવાલ અનુસાર ગુરુવારની એક સરકારી રિલીઝમાં જણાવાયું હતું કે રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ટાટા ગ્રૂપ સાથે PPP મૉડલ અનુસાર પાર્ટનરશિપ કરી આ સંસ્થા શરૂ કરવામાં આવશે.

ગુરુવારે ટાટા ગ્રૂપની એક હાઇપાવર ટીમે રાજ્ય સરકારના અધિકારીઓને આ પ્રોજેક્ટ અંગે પ્રેઝેન્ટેશન આપ્યું હતું, જે બાદ શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ તેમને આ દિશામાં જેમ બને તેમ જલદી કામ શરૂ કરવાનું કહ્યું છે.

રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે અમદાવાદથી 20 કિલોમિટરના અંતરે આવેલ ગાંધીનગર જિલ્લાના નાસમેડ ગામમાં 20 એકર જમીન આપી છે.

આ ઇન્સ્ટિટ્યૂટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યૉરિટી, એડિટિવ મૅન્યુફૅક્ચરિંગ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન ક્ષેત્રે કૌશલ્ય ધરાવનાર મૅનપાવર પૂરું પાડવાનું કામ કરશે.


Pfizer દ્વારા વિકસાવાયેલ કોવિડ-19 વૅક્સિન ભારતમાં ઉપયોગમાં લેવાની અરજી પાછી ખેંચાઈ?

Pfizer Inc દ્વારા જર્મનીની બાયોએનટૅક સાથે મળીને વિકસાવાયેલ કોરોનાની રસીના ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી માગતી અરજી પાછી ખેંચી લેવાઈ છે.

લાઇવમિન્ટના એક અહેવાલ પ્રમાણે કંપની દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે બુધવારે ભારતના ડ્રગ નિયમનકારી એજન્સી સાથે મિટિંગ બાદ આ પગલું ભરાયું છે.

નોંધનીય છે કે Pfizer દ્વારા સૌપ્રથમ રસીના આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી માગવામાં આવી હતી.

કંપનીએ સમાચાર સંસ્થા રૉયટર્સને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, “મિટિંગ દરમિયાન વિચાર-વિમર્શ બાદ નિયમનકારી સંસ્થાને શી વધારાની માહિતીની જરૂરિયાત હોઈ શકે છે તે અંગે ખ્યાલ આવતાં આ તબક્કે અમે આ અરજી પાછી ખેંચવાનું ઠરાવ્યું છે.”

જોકે, કંપની દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે તેઓ ભવિષ્યમાં વધુ જાણકારી સાથે ફરી વાર મંજૂરી માટે અરજી કરશે.https://www.youtube.com/watch?v=7DYZecD2GvU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
In Gujarat, the law on so-called 'love jihad' has been pushed back
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X