• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપ કોગ્રેસના ધારાસભ્યોના સાહારે રેકોર્ડ બ્રેક જીત મેળવી શકશે ?

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય રહ્યો છે. ત્યારે ભાજપ અને કોગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. કૉંગ્રેસ દ્વારા ઉદેપુરમાં પોતાની પાર્ટીનું મંથન કર્યુ હતુ. તો બીજી તરફ ભાજપ દ્વારા બાવળા ખાતે ચિંતક બેઠકનું આયોજન કરીને આગામી વિધાનસભાનૂ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીવાના લક્ષ્ય સાથે આગળ વધાવનુ નક્કી કર્યુ છે.


ભારતીય જેનતા પાર્ટીને ગુજરાતમાં ભવ્ય જીત મેળવી છે. પરંતુ ભાજપને ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ ભવ્ય જીત અપાવી નથી શક્યા તો તેમની ગેર હાજરીમાં વર્તમાન ભાજપના સંગઠન માટે કેવી રીતે શક્ય બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે 2002 માં ભાજપને 127 સીટો મળી હતી. આ ચૂંટણી કોમી રમખાણના છાયા વચ્ચે યોજાઇ હતી. 2007 માં ભાજપને 117 બેઠકો મળી હતી. 2012 માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના દાવેદાર હતા ત્યારે પણ ભાજપને માત્ર 115 જ બેઠક મળી હતી. જ્યારે 2017 માં ભાજપનો આંકડો 99 પર આવીને અટકી ગયો હતો. જ્યારે બીજી તરફ કોંગ્રેસની બેઠકોમાં ઉતરોતર વધારો થથો જોવા મળી રહ્યો છે. 2002 માં 51, 2007 માં 59, 2012 61 અને 2017 માં 77 બેઠકો મળી હતી.
27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપને તેમ છતા ભવ્ય જીત મેળવવા માટે કોંગ્રેસના ધારાસભ્યનો સહારો લેવો પડી રહ્યો છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને ભાજપમા લઇને ભવ્ય જીતના સપના ભાજપ સેવી રહ્યુ છે. છેલ્લે ખેડબ્રહ્માના 3 ટર્મથી વિજેતા રહેલા આદિવાસી નેતા અશ્વીની કોટવાલ કે જે ગુજરાત વિધાનસભાના કોગ્રેસના દંડક પણ હતા તેમ છતા નારાજગીને લઇને તેમણે ભાજપ જોઇન કરીને પોતાને 2007 થી મોદી ભ્કત ગણાવી દિધા હતા.

ભાજપના પૂર્ અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહા 2017 માં 150 વિધાનસભા બેઠકો જીતવાનો દાવો કહ્યો હતો. જ્યારે ભાજપને 182 બેઠકોમાથી માત્ર 99 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને લોભ લાલચ આપીને 13 જેટલા સભ્યોને પોતાનામાં ભેળવી દિધા હતા. જેના લીધે કોંગ્રેસની વિધાનસભામાં 65 ની સંખ્યા થઇ ગઇ હતી.

ભાજપની ટોપ લીડરશીપ દ્વારા રાતો રાત રૂપાણી સરકારને બદલીને ભપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દિધા હતા. તેમ છતા કોંગ્રેસના નેતાઓને લેવાનું અટકવાનું નામ નથી લઇ રહ્યુ. ભાજપના જૂના નેતાઓના ગુસ્સાને જોતા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ શરૂઆતમાં જણાવી દિધુ હતુ કે, ભાજપમાં હવે પછી કોઇ કોંગ્રેસના નેતાઓને લેવામાં નહી આવે ભાજપે કોંગ્રેસના નેતાઓને લીધા વગર જ જીતવામાં સક્ષમ છે. તેમ છતા સી.આર પાટીલ દ્વારા જ કોંગ્રેસના નેતાઓને ખેસ પહેરાવીને સ્વાગત કરે છે.

બીજી તરફ આમ આદમી પાર્ટી ભાજપને અનેક્ ક્ષ્ત્રમાં ઘેરવા તૈયાર છે. આપ દ્વારા સોફ્ટ હિન્દત્વ અને શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાને ફ્રી આપવાની વાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષને ઘેરતા અરવિંદ કેજરીવાલ દ્વારા સી.આર. પાટિલને બહારના ગણાવી રહ્યા છે. બીજી તરફ હાર્દિક પટેલે નારાજ થઇને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. તો સી.આર. પાટિલ દ્વારા કેજરીવાલને મહાઠગ ગણાવ્યા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દિધી છે અને તેનો જુકાવ ભાજપ તરફનો છે. આપ દ્વારા આદિવાસી નેતા છોટુ વસાવા સાથે ગઠબંધ કરી લીધુ છે. શહેરી વિસ્તારોમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ જોવા મળશે. જ્યારે ભાજપ અને આપને ગ્રામ્ય વિસ્તારોમાં થોડી વધારે મહેનત કરવી પડશે. તેવુ રાજકીય પંડિતોનું માનવુ છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાઁધી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે અમુલને ગુજાતના વિકાસ મોડલ સાથે જોડીને તેને કોંગ્રેસની દેન ગણાવી હતી. દાહોદમાં રાહુલ ગાંધી દ્વારા આદિવાસી સત્યગ્રા રેલીમાં હાજરી આપી હતી. અને પોતાના હક માટે લડવા જીતવાનું આહવાન કર્યુ હતુ. તેના બીજા દિવસે દિલહીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રાજ્યમાં ફ્રી શિક્ષણ, ફ્રિ, મેડિકલ સુવિધા, ફ્રિ ઇલેક્ટ્રીસિટી આપવાની જાહેરાત કરી હતી. તેમજ વૃદ્ધોને ફ્રીમાં રામ મંદિરના દર્શન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ સાથે રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓર્થોરિટી દ્વારના ચેરમેન વી.પી દુધેજાએ 134 કરોડના ખર્ચે સોમનાથ રેલ્વે સ્ટેશને અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન છે.

આદિવાસી પટામાં અંબાજીથી ઉમરગામ સુધી અને દક્ષિણમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવેલા છે. આ પટામાં 40 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાથી 27 બેઠકો આદિવાસી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્ર પટેલ દ્વારા ગઇ કાલે તાપી નર્મદા લીંકના મહત્વ કાક્ષી પ્રોજેક્ટને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આદિવાસીઓ દ્વારા આ પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આદિવાસી પટ્ટામાં ભાજપને વધારે બેઠકો જીવતવા માટે અશ્વિન કોટવાલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાને પોતાની પાર્ટીમાં લેવાની ફરજ પડી રહી છે.

2017 માં આમ આદમી પાર્ટી દ્વારા 30 બેઠકો પર ચૂટણી લડી હતી. જેમાથી તમામ બેઠકો તે હારી હતી. જ્યારે આ વર્ષે તમામ બેઠકો પર લડવાની તૈયારી આપ કરી રહ્યુ છે. અને એક સર્વેમાં આપને 85 બેઠકો મળાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થઇ શક્યો નથી. શંકરસિંહ વાધેલા દ્વારા આ પહેલા રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. જે કોંગ્રેસમાં ભેળવી દિધી હતી. કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી. જે બે બેઠકો પર જ વિજય થઇ શકી હતી. ત્યાર બાદ શંકરસિંહ વાધેલાએ જન વિકલ્પ પાર્ટી બનાવી હતી. જે એક પણ બેઠક જીતી શકી નથી કિશાન મજદૂર લોક પ્રકાશન જે ચીમનભાઇ પટેલ દ્વારા બનવામાં આવી હતી. તે નિષ્ફળ રહી હતી. શુ આમ આદમી પાર્ટી આ તમામ રેકોર્ડ તોડી શકશે.?

English summary
In gujarat vidhansbha 2022 triangular Contests
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X