For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતના 4 મંદિરોમાં ચોરોએ ચક્કર કાપ્યા, દાનપેટી તોડી લૂટ્યો ખજાનો

સચિન હાઉસિંગ બોર્ડમાં 300 મીટરની સીમામાં ચાર મંદિર છે. મોઢા પર રૂમાલ બાંધીને આ મંદિરોને ચોરોએ નિશાન બનાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ ચોરીનો ઉલ્લેખ આવે તો લોકો ઉપકાર ફિલ્મનું ગીત 'દેતે હે ભગવાન કો ધોખા, ઈન્સાન કો ક્યા છોડેંગે' યાદ આવવા લાગે છે. આવુ જ કંઈક સુરતમાં બન્યુ છે. અહીં પવિત્ર સ્થળને કલુષિત કરવાનો ચોરો પ્રયાસ કર્યો. જેના ફૂટેજ સામે આવતા જ વિસ્તારમાં હોબાળો થઈ ગયો. ચોરોએ જે રીતે ચાર મંદિરમાં એન્ટ્રી લઈને આ ઘટનાને અંજામ આપ્યો તેનાથી સુરત પોલિસ પણ ચોંકી ગઈ.

ચાર મંદિરોમાં ચોરોએ આપ્યો આ રીતે અંજામ

ચાર મંદિરોમાં ચોરોએ આપ્યો આ રીતે અંજામ

જાણકારી અનુસાર સચિન હાઉસિંગ બોર્ડમાં 300 મીટરની સીમામાં ચાર મંદિર છે. મોઢા પર રૂમાલ બાંધીને આ મંદિરોને ચોરોએ નિશાન બનાવ્યા છે. ચોરોએ મંદિરની દાનપેટીઓ ફેંદી. આ ઘટના જગન્નાથ, ખોડિયાર મંદિર, જલારામ મંદિર સહિત ભોલેનાથ મંદિરોમાં થઈ. જો કે દાનપેટીઓને ઉઠાવીને જ્યારે તે નીકળ્યા તો કંઈ ન જોઈને અજ્ઞાત સ્થળ પર મૂકીને ભાગ્યા.

બધા મંદિરોની લોખંડની દાનપેટીઓ તોડી દીધી

બધા મંદિરોની લોખંડની દાનપેટીઓ તોડી દીધી

પોલિસના હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં બે ચોર જોવા મળી રહ્યા છે. બંનેના ચહેરા ઢાંકેલા છે. આ ચોરો દ્વારા બધા મંદિરોની દાનપેટીઓ તોડી દેવામાં આવી. જેમાં રાખેલા રૂપિયા ચોરવામાં આવ્યા. જો કે મોટાભાગની દાનપેટીઓ ખાલી હોવાના કારણે ચોરીની મોટી દૂર્ઘટના બની શકી નહિ.

ચોરોની મોટી ટોળી સક્રિય થઈ?

ચોરોની મોટી ટોળી સક્રિય થઈ?

પોલિસનું માનવુ છે કે મંદિરોમાં ચોરી કરવા માટે ચોરોની મોટી ટોળી સક્રિય થઈ હોઈ શકે છે. બધા મંદિરોમાં કરવામાં આવેલી ચોરીની મોડસ ઓપરેન્ડી એક જેવી જોવા મળી રહી છે. પોલિસે 30-35 હજાર રૂપિયાની ચોરીનો કેસ નોંધ્યો છે અને ચોરોની શોધ કરી રહી છે.

આ પણ વાંચોઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નહિ દેખાય દયાબેન? આ હોઈ શકે છે મોટુ કારણઆ પણ વાંચોઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નહિ દેખાય દયાબેન? આ હોઈ શકે છે મોટુ કારણ

English summary
In Surat city, Vicious thieves steal from four temples, caught in CCTV footage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X