For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા

ગુજરાતમાં ચર્ચા જાગવાનાર એસિડ એટેક ઘટનામાં આખરે કાજલને ન્યાય મળ્યો છે અને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ચર્ચા જાગવાનાર એસિડ એટેક ઘટનામાં આખરે કાજલને ન્યાય મળ્યો છે અને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણાની કાજલ પ્રજાપતિ એસિડ અટેક કેસમાં આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે. ફેબ્રુઆરી 2016માં હાર્દિકે પોતાનો પ્રસ્તાવ ન સ્વીકારનારી 18 વર્ષની કાજલના ચહેરા પર એસિડ ફેંકી દીધો હતો. આ એસિડ અટેકમાં ગંભીર રીતે ઘવાયેલી કાજલનો આખો ચહેરો બળી ગયો હતો, અને તેને પોતાની બંને આંખો પણ કાજલે ગુમાવવી પડી હતી.

Mehsana acid attack

ગુજરાતમાં પ્રથમ મહેસાણામાં બનેલી એસિડ અટેકની આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની હતી. IPS બનવાનાં સપનાં જોતી કાજલ પર હાર્દિક નામના યુવકે તેનો પ્રસ્તાવ ઠુકરાવી દેવા બદલ એસિડ ફેંક્યો હતો. મધ્યમ વર્ગની દીકરી કાજલની મહિનાઓ સુધી ચાલેલી સારવારને કારણે તેના પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે. કાજલને સરકાર તરફથી સહાય ન મળતાં તેના પરિવારને તેની સરખી ટ્રીટમેન્ટ કરાવવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાજલ ઉપર હુમલો કરનારો હાર્દિક પ્રજાપતિ તેના પરિવારનો પરિચિત હતો. કાજલ પર એસિડ ફેંકાયો તે વખતે તેને જિલ્લા તંત્ર દ્વારા 1 લાખ રુપિયાની સહાય અપાઈ હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 15 દિવસમાં વધુ બે લાખ રુપિયાની સહાય અપાશે તેવું તેને વચન પણ અપાયું હતું. જોકે, રમોસણા ગામમાં પોતાના મોટાભાઈ અને માતા-પિતા સાથે એક રુમના ઘરમાં રહેતી ઘટનાના 9 મહિના પછી પણ કાજલ માસ્ક પહેરીને દિવસો વિતાવતી હતી. કાજલના પિતા રિક્ષા ચાલક છે, અને પરિવારના ભરણ-પોષણની તમામ જવાબદારી માત્ર તેમના પર જ છે. IPS બનવાના સપનાં જોતી કાજલે જણાવ્યું હતું કે એસિડ અટેકને કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું છે.

કાજલે કહ્યુ હતું કે એસિડે મારો ચહેરો જ નહીં, મારી આકાંક્ષાને પણ બાળી દીધી છે. કાજલને વાંચવાનો ખૂબ જ શોખ હતો, પરંતુ એસિડ અટેકમાં બંને આંખો જતી રહેતા તે હવે કંઈ વાંચી પણ નથી શકતી. કાજલ પર એસિડ અટેક કરનારા હાર્દિક પટેલની બહેન કાજલના પરિવારમાં જ પરણાવાઈ હતી. સંબંધી થતો હોવાના કારણે તે અવાર-નવાર કાજલના ઘરે હાર્દિક આવતો-જતો રહેતો હતો. જોકે, હાર્દિક આવું કરશે તેવી કાજલ કે પછી તેના પરિવારજનોએ કલ્પના પણ નહોતી કરી. કાજલ ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતી. તેને બારમા ધોરણમાં 65 ટકા આવ્યા હતા, અને તે કોમર્સમાં ભણી રહી હતી. કાજલ હંમેશા કંઈક વાંચતી રહેતી. નવું-નવું જાણવાનો તેને ખૂબ જ શોખ હતો. જોકે, એસિડ અટેકે તેની જિંદગી ઘરની ચાર દીવાલો વચ્ચે મર્યાદિત કરીને મૂકી દીધી છે.

આ ઘટનામાં આરોપીને તો સજા મળી ગઈ પરંતુ નિર્દોષ કાજલનું જીવન પીડામાં હોમાઈ ગયા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

English summary
In the incident of Mehsana acid attack, the accused sentenced to life imprisonment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X