For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત દુષ્કર્મની ઘટનામાં મહિલા આયોગની ટીમના સુરતમાં ધામા

સુરત શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં આજે પણ પોલીસ હજુ આરોપીઓના નક્કર સગડ પકડી શકી નથી અને લોકોનો રોષ આ મુદ્દે વધી રહ્યો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સુરત શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં આજે પણ પોલીસ હજુ આરોપીઓના નક્કર સગડ પકડી શકી નથી અને લોકોનો રોષ આ મુદ્દે વધી રહ્યો છે તે દરમિયાન મહિલા પંચની ટીમે પણ સુરતમાં ધામા નાખ્યા છે અને મહિલા આયોગના ચેરમેન લીલા બહેન આંકોલિયાએ પોલીસ તપાસ ઢીલી હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગત છઠ્ઠી એપ્રિલે શહેરનાં પાંડેસરા વિસ્તારમાંથી મળી આવેલી 11 વર્ષીય બાળકીની લાશ બાદ હજુ પણ પોલીસ તપાસમાં કંઈ સામે આવ્યું નથી. ગઈકાલે આંધ્રપ્રદેશનાં એક પરિવારે પીડિત બાળકી પોતાની હોવાનો દાવો કર્યો હતો. જો કે જ્યાં સુધી ડીએનએ ટેસ્ટનો રીપોર્ટ ન આવે ત્યાં સુધી પોલીસ તેની ઓળખ કરશે નહિ. આ બધા વચ્ચે આજે મહિલા આયોગની ટીમ સુરત આવી પહોંચી હતી. મહિલા આયોગની ટીમે સુરત શહેર પોલીસ કમિશનર શર્મા સાથે સમગ્ર મામલે વાતચીત કરીને તપાસની હકીકતો જાણી હતી. મહિલા આયોગનાં ચેરમેન લીલાબેન અંકોલિયાએ અત્યાર સુધીની પોલીસ તપાસમાં સંતોષ વ્યક્ત કર્યો હતો.

દુષ્કર્મ કરનાર નરાધમો પોલીસ પકડથી બહાર

દુષ્કર્મ કરનાર નરાધમો પોલીસ પકડથી બહાર

બાર દિવસ બાદ પણ બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમો પોલીસ પકડથી બહાર છે. બાળકી સાથે ઘાતકી અત્યાચાર કર્યા બાદ પણ બહાર ફરી રહેલા એ નરાધમોને શોધવામાં પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથઈ વળી પોલીસે એફએસએલની ટીમને ઘણી મોડી જાણ કરી હોવાથી ઘટનાસ્થળેથી પુરાવાનો પણ નાશ થઈ ગયો હતો. હાલમાં એફએસએલ ગાંધીનગર ખાતે તપાસ કરી રહી છે તેમાંથી આજે કદાચ ખબર પડી શકે છેકે બાળકીના પિતા હોવાનો દાવો કરનારા વ્યક્તિ ખરેખરમાં તેના પિતા છે.

બાળકીનાં ફીંગર પ્રિન્ટ મેચ થયા નથી

બાળકીનાં ફીંગર પ્રિન્ટ મેચ થયા નથી

તો બીજી તરફ નરાધમોને પકડી પાડવામાં પોલીસને પરસેવો છૂટી ગયો છે. હજુ સુધી પીડિત બાળકીની ઓળખને લઈને પોલીસ કોઈ ઠોસ નિર્ણય પર આવી નથી. બાળકી આંધપ્રદેશનાં એક પરિવારની હોવાનો દાવો હજુ સુધી તો કોઈ પૂરવાર થયો નથી. આધારકાર્ડનાં ફીંગર પ્રિન્ટ અને બાળકીનાં ફીંગર પ્રિન્ટ મેચ થયા નથી. પીડિત બાળકીનાં પિતાએ દાવો કર્યો હતો કે પોતાનાં હાથમાં જે મોરનું ટેટુ છે તેવું જ ટેટુ તેની બાળકીનાં હાથમાં છે. જો કે મૃત બાળકીનાં હાથમાં આ પ્રકારનું કોઈ ટેટુ નથી. એવામાં પોલીસે ડીએનએ ટેસ્ટ પર આધાર રાખવો રહ્યો.

સામાજીક સંસ્થાઓ આગળ આવી

સામાજીક સંસ્થાઓ આગળ આવી

પીડિત બાળકીની ઓળખ શોધવા માટે સામાજીક સંસ્થાઓ આગળ આવી છે. તેમાં સુરત કાપડનાં વેપારીઓ આગવી પહેલા કરતા સાડીનાં પાર્સલમાં બાળકીનાં ફોટા લગાવીને તેને શોધવાની પહેલ કરે છે. આ બધા વચ્ચે જે પ્રકારે દેશભરમાં બાળકીઓ સાથેનાં દુષ્કર્મનાં મામલાં સામે આવ્યા છે ત્યારથી સરકાર હરકતમાં આવી છે. મહિલા આયોગે કન્યાઓ અને મહિલાઓ સાથેનાં દુષ્કર્મનાં મામલામાં પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવા કહ્યું છે.

English summary
In the incident of Surat rape, a women's commission team in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X