
ઘરમાં રહેજો નહીં તો ગયા, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5396 નવા કેસ નોંધાયા!
અમદાવાદ : ગુજરાતમાં હવે કોરોનાવાયરસ ટોપ ગિયરમાં દોડી રહ્યો છે. હવે પરિસ્થિતી એ છે કે જો ઘરમાં નહીં રહો તો કોરોનાની ઝપટે આવી જશો અને હોસ્પિટલ પહોંચી જશો. જી હા, આજે જે આંકડા સામે આવ્યા છે તે જોઈને તો આ તમામ પરિસ્થિતી થતી જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે અને આ ઉછાળો છેલ્લા અઠવાડીયાથી એકધારો ચાલી રહ્યો છે.
રાજ્યના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં 5396 કેસ નોંધાયા છે અને સુરત જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયુ છે. વિગતે આંકડા પર નજર કરીએ અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ, સુરત 1452, રાજકોટ 272, વડોદરા 281, ગાંધીનગર 132, જામનગર 90, જૂનાગઢ 21, ભાવનગર 63, વલસાડ 142, આણંદ 133, ખેડા 104, કચ્છ 92, ભરૂચ 50, નવસારી 49, મહેસાણા 48, મોરબી 34, સાબરકાંઠા 28, અમરેલી 20, બનાસકાંઠા 17, દાહોદ 17, પંચમહાલ 16, અરવલ્લી 11, દ્વારકા 10, મહીસાગર 10, ગીર સોમનાથ 9, સુરેન્દ્રનગર 9, તાપી 6, નર્મદા 6 અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.
રાજ્યના કુલ કેસની વાત કરીએ તો, રાજ્યમાં શરૂઆતથી અત્યારસુધીમાં 8,50,252 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18583 એક્ટિવ કેસ છે, જેમાંથી 19 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે અને 18564 દર્દીની હાલત સ્થિર છે.
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે તેના તમામ કાર્યક્રમો અને મોટા મેળાવડાઓ રદ્દ કર્યા છે. આ ઉપરાંત આજે રાજ્ય સરકારે કોરોના સમિક્ષા બેઠક યોજીને નવી કોરોના ગાઈડલાઈન પણ જાહેર કરી છે.