For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમી સાથે લગ્ન કરવા વડોદરાના આઈટી ઓફિસરે પત્નીની કરી નિર્દયી હત્યા

વડોદરાના એક ઈન્કમટેક્સ ઓફિસરે જૂની પ્રેમિકા સાથે સેક્સ સંબંધોને કારણે પોતાની પત્નીની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરી દેતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરાના એક ઈન્કમટેક્સ ઓફિસરે જૂની પ્રેમિકા સાથે સેક્સ સંબંધોને કારણે પોતાની પત્નીની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરી દેતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના કઠુમારના અને હાલમાં વડોદરામાં ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતાં લોકેશકુમાર ચૌધરીના ફેબ્રુઆરી 2017માં ભરતપુરની મુનેશ ફોજદાર સાથે લગ્ન થયા હતાં. આમ છતાં તેણે લગ્ન પહેલાની પોતાની પ્રેમિકા સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા. છેલ્લા થોડા સમયથી પ્રેમિકાએ લગ્ન માટે દબાણ ચાલુ કરી દીધુ હતું. પ્રેમિકાની જીદ પૂરી કરવા માટે લોકેશે પત્નીનું કાસળ કાઢવાની યોજના બનાવી હતી.

vadodara

પત્નીની હત્યા કરવા માટે ભાવનગરમાં નોકરી કરતાં પોતાના મિત્રને ઈન્કમટેક્મમાં નોકરી અપાવવાની લાલચ આપી મદદ કરવા માટે મનાવી લીધો હતો. પોતાની યોજનાના ભાગ રુપે તેણે ગત 8 મી એપ્રિલે હરણી એરપોર્ટ નજીક ત્રિશા ડુપ્લેક્સમાં ભાડાનું મકાન લીધુ હતું. ત્યારબાદ તેણે 10 મી એપ્રિલે ઘરની પાછળ બગીચામાં ખાતર નાખવાના બહાને મજૂરો પાસે ખાડો ખોદાવ્યો હતો. આ ખાડો કોઈને દેખાય નહિ તે માટે તેના પર ગ્રીન નેટ લગાવી દીધી હતી.

11 મી એપ્રિલે પોતાની પત્ની મુનેશને જયપુરની હોસ્ટેલમાંથી વડોદરા બોલાવી લીધી. 12 મી એપ્રિલે મુનેશ વડોદરા આવતાં લોકેશકુમાર અને તેના મિત્રએ યોજના પ્રમાણે જ મુનેશનું દોરીથી ગળુ દબાવી હત્યા કરી દીધી. ત્યારબાદ લોકેશે પત્નીના કપડાં કાઢી આંતરવસ્ત્રો સાથેની તેની લાશ બગીચામાં કરેલા ખાડામાં દાટી દીધી હતી. લાશમાંથી દુર્ગંધ ન આવે તે માટે લાશની આજુબાજુ મીઠુ અને પાણી નાખી ખાડો દાટી દીધો હતો.

નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ લોકેશકુમારે મુનેશના પરિવારને પત્ની ગુમ થઈ હોવાનું જણાવ્યું હતું. આટલું ઓછુ હોય તેમ પરિવાર સાથે મળીને પત્નીને શોધવાનું નાટક કર્યુ હતું. જો કે પોલીસે શંકાને પગલે કડક પૂછપરછ કરતાં હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો. જયપુર પોલીસ 10 દિવસે વડોદરા આવી સ્થાનિક પોલીસને સાથે રાખી ખોડા ખોદાવતા મુનેશની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. પોલીસે લોકેશકુમારના ચાર મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ મેળવતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ જયપુર પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઈને જયપુર રવાના થઈ હતી.

English summary
Income tax officer murder her wife in vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X