
ભારતનુ સૌથી મોટુ બેંક કૌભાંડઃ સાડા 7 વર્ષમાં 5.33 લાખ કરોડના કૌભાંડનો આરોપ, જાણો અત્યાર સુધી શું થયુ?
સુરતઃ દેશના સૌથી મોટા બેંક કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. હજારો કરોડની છેતરપિંડીના પરિપ્રેક્ષ્યમાં વિપક્ષી દળ કોંગ્રેસે સત્તારુઢ ભાજપ પર આરોગ લગાવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ આ બાબતે એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના પૂર્વ અધ્યક્ષ તેમજ મેનેજમેન્ટ નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત 8 સામે કેસ નોંધાવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ બેંક કૌભાંડ નીરવ મોદીના 14 હજાર કરોડ અને વિજય માલ્યાના 9 હજાર કરોડ રૂપિયાથી ઘણા વધુ 22,842 કરોડ રૂપિયાનુ છે. જો કે કોંગ્રેસનુ કહેવુ છે કે આ કૌભાંડની રકમ જણાવવામાં આવી રહી છે તેનાથી અનેક ગણી વધુ છે.

દેશના ઈતિહાસનુ સૌથી મોટુ બેંક કૌભાંડ
કોંગ્રેસનો આરોપ છે કે સાડા સાત વર્ષોમાં 5.35 લાખ કરોડનુ બેંક કૌભાંડ થયુ છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ સરકાર દરમિયાન 5.35 લાખ કરોડનુ બેંક કૌભાંડ થયુ છે અને લૂંટ, છેતરપિંડીના આ દિવસો માત્ર પ્રધાનમંત્રી મોદીના દોસ્તો માટે સારા છે. તેમણે કહ્યુ કે 75 વર્ષમાં લોકોના પૈસા સાથે આટલી છેતરપિંડી નથી થઈ. રાહુલે આરોપ લગાવ્યા કે આ દેશના ઈતિહાસનુ સૌથી મોટુ બેંક કૌભાંડ સામે આવ્યુ છે.

કોંગ્રેસે કહ્યુ - સરકારને પહેલા જ ચેતવી હતી
કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાએ કહ્યુ કે અમે વર્ષ 2018માં જ કૌભાંડ માટે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ કે અમારી પાર્ટીએ 2018માં પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને ચેતવી હતી કે એબીજી શિપયાર્ડ એક કૌભાંડ છે. એ પહેલા પણ ગુજરાત સરકારે 2007માં એબીજી શિપયાર્ડને ભૂમિ ફાળવી હતી. એ વખતે મોદી મુખ્યમંત્રી હતા. જેમણે એબીજી શિપયાર્ડ ાટે 1,21,000 વર્ગ મીટર ભૂમિ ફાળવણીને મંજૂરી અપાવી. આ રીતે સૌથી મોટુ બેંક કૌભાંડ તેમના રાજમાં જ થયુ.

ભારતીય સ્ટેટ બેંકે આપી સફાઈ
વળી, કોંગ્રેસના આરોપો પર ભારતીય સ્ટેટ બેંકે સફાઈ આપી છે. સ્ટેટ બેંકે આ બાબતે ફરિયાદ નોંધવામાં વિલંબના આરોપો પર ઈનકાર કર્યો છે. સ્ટેટ બેંકે કહ્યુ કે ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટના આધારે છેતરપિંડી ઘોષિત થતા જ સીબીઆઈને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ એજન્સીના સવાલ પર વધુ માહિતી મેળવવામાં આવી. બધી બેંકોના ફોરમે સમગ્ર મામલે સીબીઆઈ સાથે સતત સંપર્ક રાખીને કાર્યવાહીને આગળ વધારી. આ મામલે તહેલકો ત્યારે મચ્યો જ્યારે 2 દિવસ પહેલા સીબીઆઈએ એબીજી શિપયાર્ડ, તેના પૂર્વ સીએમડી અને નિર્દેશકો સામે કેસ નોંધીને રેડ પાડી. સમાચારોમાં જણાવવામાં આવી રહ્યુ છે કે 22,842 કરોડની છેતરપિંડી થઈ છે.

કઈ-કઈ બેંકો રહી નિશાના પર?
સુરત અને દહેજની એબીજી શિપયાર્ડ કંપની તેમજ તેની સાથે જોડાયેલા લોકોના નિશાના પર ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક અને આઈસીઆઈસીઆઈ સહિત ઘણી બેંકો હતી. 6 બેંકોના જ 17,734 કરોડ રૂપિયા બાકી છે.
આઈસીઆઈઆસી 7089
આઈડીબીઆઈ બેંક - 3634
એસબીઆઈ - 2925
બેંક ઑફ બરોડા - 1614
પંજાબ નેશનલ બેંક - 1244
ઈન્ડયિન ઓવરસીઝ બેંક - 1228
કુલ 17,734
ઉપરોક્ટ રકમ કરોડ રૂપિયામાં છે.

બેંક ડિફોલ્ટરોની યાદીમાં હવે ઋષિ અગ્રવાલ
આ ઉપરાંત ઘણા હજાર કરોડ એ છે જે કૌભાંડની રકમમાં જોડીને જણાવવામાં આવી રહ્યા છે. સ્ટેટ બેંકનુ કહેવુ છે કે છેતરપિંડીની જાણ થતાં જ સીબીઆઈમાં ફરિયાદ કરવામાં આવી હતી. વળી, કોંગ્રેસ આ બાબતે સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે હવે બેંક ડિફોલ્ટરોની લાંબી યાદીમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી, વિજય માલ્યા, જતિન મહેતા, ચેતન સાંડેસરા સાથે ઋષિ અગ્રવાલનુ નામ પણ આવી ગયુ છે. આ બધા સરકારની નજીક છે અને સામાન્ય જનતાના પૈસા લૂંટવામાં આવ્યા છે.