• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશની પહેલી રો-રો ફેરી સર્વિસ ગુજરાતમાં, જાણવા જેવી વાતો

By Shachi
|

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબરને રવિવારના રોજ ગુજરાતમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ભાવગનગર જિલ્લાના ઘોઘા અને ભરૂચ જિલ્લાના દહેજ વચ્ચે ચાલનાર રોલ ઑન-રોલ ઑફ ફેરી યોજનાની શરૂઆત કરી હતી. વર્ષ 2012માં નરેન્દ્ર મોદીએ જ આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો, એ સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ યોજના પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ રો-રો સેવામાં 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ યોજના શરૂ થવાની સાથે ભાનવગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચેનું અંતર ઓછું થઇ જશે. આ બંન્ને શહેરો વચ્ચેનું અંતર 310 કિમી છે, પરંતુ રો-રો ફેરી સર્વિસને કારણે હવે આ અંતર ઘટીને માત્ર 30 કિમી રહેશે. રવિવારે આ સર્વિસના પહેલા ચરણનું ઉદ્ઘાટન પીએમના હસ્તે થયું હતું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદી પોતે આ જ ફેરીમાં સવાર થઇ દહેજ પહોંચશે. આ દરમિયાન ફેરીમાં જ બપોરનું ભોજન કરશે. પહેલા ચરણમાં આ સફર માત્ર યાત્રીઓ માટે હશે. આ સર્વિસના બીજા ચરણનું કામ બે મહિનામાં પૂર્ણ થશે, જેમાં યાત્રીઓ ઉપરાંત તેમની કાર પણ લઇ જવાશે.

English summary
India's first ro-ro ferry service in Gujarat, it's PM Modi's dream project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X