• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'બળાત્કારની કોશિશ કરનારને આંતરવસ્ત્રો આપશે 380 કેવીનો ઝટકો'

By Kumar Dushyant
|
Undergarment
અમદાવાદ, 1 એપ્રિલ: હવે આંતરવસ્ત્રો વધતાં જતાં યૌન અપરાધો પર કાબૂ મેળવવામાં મહિલાઓની મદદ કરશે. જી, હા ચેન્નઇની ત્રણ મહિલા એન્જિનિયરોનું માનીએ તો આ ખાસ આંતરવસ્ત્રો સેક્સ ક્રાઇમનો પ્રયત્ન કરનારને પાઠ શિખવાડશે અને છોકરીના માતા-પિતાને એલર્ટ કરી કરી શકે છે.

ચેન્નઇની ત્રણ મહિલા ઓટોમોબાઇલ એન્જિનિયરોએ GPS મોડ્યૂલ લગાવીને એક એવા આંતરવસ્ત્ર તૈયાર કર્યું છે જે અંગે તેમનો દાવો છે કે આ દેશભરમાં થઇ રહેલા યૌન અપરાધોને કાબૂ મેળવવામાં મોટી મદદ મળી શકે છે. આ આંતરવસ્ત્ર છોકરીના માતા-પિતા અને પોલીસને એલર્ટ કરવામાં સક્ષમ છે.

આ આંતરવસ્ત્રને સોસાયટી હારનેસિંગ ઇક્વિપમેંટ (શી) નામ આપવામાં આવ્યું છે. તેને તૈયાર કરનાર ટીમની સભ્ય મનીષા મોહને જણાવ્યું હતું કે આંતરવસ્ત્રમાં ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ (જીપીએસ), ગ્લોબલ ફોર મોબાઇલ કોમ્યુનિકેશન (જીએસએમ) અને દબાણ સંવેદક (સેન્સર) લાગેલા છે. આ 3,800 કેવીનો ઝાટકો આપવામાં અને છોકરીના માતા-પિતા અને પોલીસને એલર્ટ મોકલવામાં સક્ષમ છે.

તેમને જણાવ્યું હતું કે આ ઝટકા 82 વખત આપી શકાય છે. આ ઉપકરણ મહિલાઓને બસો, સાર્વજનિક સ્થળો પર કરવી પડી સ્થિતીઓનો સામનો કરવામાંથી છુટકારો અપાવશે.

આંતરવસ્ત્રોની કામ કરવાની પ્રક્રિયાને સમજાવતાં મનીષા મોહને જણાવ્યું હતું કે આમાં લાગેલા સેન્સરના માધ્યમથી છોકરીનું ઉત્પીડન કરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિને ઝાટકો લાગશે જ્યારે જીપીએસ અને જીએસએમના ઇમજન્સી નંબર 100 અને છોકરીના માતા-પિતાને એસએમએસથી જાણ થશે. શ્રીરામસ્વામી મેમોરિયલ યુનિવર્સિટીની એન્જિનિયરીંગની વિદ્યાર્થીની મનીષાએ પોતાના બે સહકર્મીઓ રિંપી ત્રિપાઠી અને નીલાદી બસુ પોલ સાથે મળીને આ આંતરવસ્ત્રો તૈયાર કર્યા છે.

English summary
Undergarment will give 380 kv spark to attempt to rapist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more