• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત વિરોધી એનજીઓની આવી છે મોડસ ઓપરેન્ડી

|

(કિશોર ત્રિવેદી દ્વારા)ફેબ્રુઆરીનો મહિનો આવતા જ મીણબત્તીવાળા વ્યસ્ત થઇ જાય છે. તેઓ બમણા જૂસ્સા સાથે બહાર આવે છે અને તેમની નકારાત્મ હાજરી આપણને યાદ અપાવે છે, સમાજ માટેના દુષણોને ઉપયોગી થવાની શક્તિના દર્શન આપણને કરાવે છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ ગોધરાકાંડની વરસીની, કે જેના કારણે ગુજરાતમાં એ રમખાણો થયા હતા અને આ રમખાણોમાં ભોગ બનેલા લોકોને હરસાલ સાંતવના પાઠવવા આવતી કેટલીક એનજીઓ અંગે.

11 વર્ષ થઇ ગયા છે અને ગુજરાત આગળ વધી ગયું છે. ગુજરાતના મુસ્લીમો સહિતના લોકો હવે આ વાતને ભુલાવી દેવા માંગે છે અને વિકાસના પથ પર આગળ વધવા માગે છે. 2002 બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને ગુજરાતે ત્રણ વખત સત્તા પર લાવી છે. અનેક સ્થાનિક ચૂટણીમાં કેટલાક મુસ્લિમ ઉમેદવારો ભાજપની ટીકીટ પર જીત્યા છે. સલાયા કે જે મુસ્લિમોનો વિસ્તાર ગણાય છે તેણે ભાજપની ટીકીટ પર 27માંથી 24 ઉમેદવારોને ચૂંટ્યા છે. 2010માં પણ કઠલાલમાં પેટી ચૂંટણી દરમિયાન ભાજપ વિજેતા થયું હતું. કઠલાલને મુસ્લિમ બેઠક તરીકે ગણવામાં આવે છે.

આ એ બધા છે જે ગુજરાત વિરોધી કામ કરતી સંસ્થાઓથી પ્રભાવિત થયા નથી. જો કે, ગુજરાતની જનતા હવે ધીરે-ધીરે ગુજરાત વિરોધી સંસ્થાઓની વિકાસ વિરોધી રમતને જોઇ રહ્યા છે અને છેલ્લા 12 વર્ષથી ગુજરાતમાં જે શાંતિનો માહોલ જળવાયેલો છે તેનાથી આ સંસ્થાઓને દૂર રાખી રહી છે.

ગુલબર્ગ સોસાયટીના રહેવાસીઓ કહે છે એનજીઓ પરત જાઓ

અમદાવાદની ગુલબર્ગ સોસાયટી ખાતે આવતી કેટલીક એનજીઓને આ એક સચોટ જવાબ હોઇ શકે છે. 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોમાં સૌથી વધુ અસર અમદાવાદની ગુલબર્ગ સોસાયટીને થઇ હતી. જો કે, આ સોસાયટીના રહેવાસીઓ બમણા જુસ્સા સાથે બહાર આવ્યા છે અને પોતાના ભૂતકાળને પાછળ છોડી સારા ભવિષ્ય તરફ જોઇ રહ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનરને મોકલવામાં આવેલા એક પત્રમાં કડક શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, ગુલબર્ગ સોસાયટીમાં એ તમામ એનજીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવે કે જે દર 28 ફેબ્રુઆરીએ અહીં આવે છે અને રમખાણોને યાદ કરે છે. આ રહેવાસીઓ માત્ર આ એનજીઓ દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો પર પ્રતિબંધની માંગ સાથેનો વિરોધ જ નથી કરી રહ્યાં પરંતુ આ પ્રકારની એનજીઓથી બચવા તેમની સોસાયટીને પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામા આવે, તેથી તેઓ જાતે જ એ લોકો માટે કાર્યક્રમ યોજી શકે જે લોકોએ 2002માં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ એનજીઓ તેમની સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાને લઇને આવે છે અને ભૂતકાળમાં શુ ઘટ્યું હતું તે અંગે જણાવવા માટે કહે છે. એટલું જ નહીં પરંતુ એનજીઓ દ્વારા સોસાયટીના રહેવાસીઓને ખોટા વચનો પણ આપવામાં આવી રહ્યાં છે કે તેમના ક્ષતિગ્રસ્ત ઘરોને બજારમાં જે ભાવ ચાલે છે તે ભાવ પર ખરીદી લેશે અને તેને મ્યૂઝિયમમાં પરિવર્તિત કરશે, પરંતુ તેમાનું કંઇ જ થતું નથી.

રહેવાસીઓએ એ વાત કહેવામાં જરા પણ અચરજ નથી કે એનજીઓ તેમની શુભચિંતક નથી અને તેઓ વિશ્વસ્તરેથી ગ્રાન્ટ અને ફંડ મેળવવા માટે તેમના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ બનાવવા અને તેને બતાવવા માટે પણ એનજીઓને ઠપકો આપી રહ્યાં છે. રહેવાસીઓએ પોલીસ કમિશનરને જણાવ્યું છે કે તેઓ શાંતિભર્યુ જીવન જીવી રહ્યાં છે અને એનજીઓ પાસેથી કંઇપણ મેળવવા માગતા નથી.

ગુલબર્ગ સોસાયટી દ્વારા એનજીઓના સ્વાર્થ અને શૂન્યસ્થિતિને રજૂ કરે છે કે જેમણે 2002માં જેમણે જીવન અને સંપત્તિ ગુમાવી છે તેમની માટે કંઇ જ કર્યું નથી, પરંતુ તેઓ માત્ર પોતાના પ્રચાર અને કોમર્સિયલ એન્ટરપ્રાઇસ માટે કરી રહ્યાં છે. આ ગુલબર્ગ સોસાયટી દ્વારા ભરવામાં આવેલું એક સાહસિક પગલું છે.

પ્લાનિંગ કમિશનના સભ્યો જ ગુજરાત વિરોધી કાર્યો માટે ઓફિસિયલ રેસિડેન્સના ઉપયોગની પરવાનગી આપે છે

વિવિધ વર્ગોથી આવતા ગુજરાતના ન્યાય સાધકો અને એનજીઓની હરકતો જોવા મળે છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ પુરષોત્તમ રુપાલા દ્વારા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો. પ્રધાનમંત્રીને પાઠવવામાં આવેલા એક પત્રમાં રુપાલાએ જણાવ્યું હતું કે કેવી રીતે પ્લાનિંગ કમિશનના સભ્ય ડો. સાયેદા હમિદ તેમને આપવામાં આવેલા ઓફિસિયલ રેસિડેન્સનો ગુજરાત વિરોધી કાર્ય માટે દુરુપયોગ કરી રહ્યાં છે.

નિયમોનો ઉલ્લંઘન કરીને હમીદના નિવાસ્થાનને અનહદનું કાર્યલય બનાવી દેવામાં આવ્યું છે, આ એ એનજીઓ છે જે શબનમ હાશ્મી દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તે ગુજરાત વિરોધી કાર્ય કરી રહ્યું છે તે જાણીતું છે. સત્ય એ છે કે એનજીઓ દ્વારા પ્લાનિંગ કમિશનના સભ્યોને ફાળવવામાં આવેલી આવાસોનો ઉપયોગ કરે છે અને ફંડ મેળવી રહ્યાં છે જે આઘત જનક છે. અનહદ એનજીઓને ભારતીય અને વિદેશીઓ તરફથી ફંડ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.

મહત્વનો મુદ્દો જે રુપલા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો તે એ હતો કે, પ્લાનિંગ કમિશનના સભ્યના રેસિડેન્સમાં ચાલતી એનજીઓને આઠ મહિનાથી એકધારું ફંડ ક્યાંથી મળી રહ્યું છે? શું તેઓએ જે હતુસર આ ફંડ એકઠું કર્યું છે ત્યાં તેનો યોગ્ય રીતે ઉપયોગ થઇ રહ્યો છે કે પછી આ ફંડ એકઠું કરવા પાછળ અન્ય કોઇ હેતુ છે? શું સાયેદા હમીદ એ વાતથી વાકેફ નથી કે શબનમ હાશ્મી આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટના પત્ની કે જેમણે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસની ટીકીટ પરથી ચૂંટણી લીડી હતી તેમની નજીક છે? શું એ વાતમાં તથ્ય નથી કે શ્વેતા ભટ્ટની કેમ્પેન ઓફિસની બાજૂમાં અનહદની ઓફિસ શરૂ કરવામાં આવી હતી? શાયેદા હમીદએ આ બાબતે માત્ર સ્પષ્ટતા જ ના કરવી જોઇએ પરંતુ જો તેમનું અનહદ કે હાશ્મી સાથે કોઇ જોડાણ હોય તો તેમણે પ્લાનિંગ કમિશનના સભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઇએ.

રુપાલા દ્વારા ડચ ઓર્ગેનાઇઝેશન એચઆઇવીઓએસ (HIVOS) પાસેથી મેળવવામાં આવતા ફંડને ગૃહ મંત્રાલયથી છૂપવવા બદલ અનહદ સામે પ્રશ્નો ખડા કરવામાં આવ્યા છે. શું આ ગંભીર વાત નથી? અને જો શાયેદા હમીદને જે બંગ્લો ફાળવવામાં આવ્યો છે તેના તે હકદાર છે તો પછી તેમના બંગ્લોમાં આ શું થઇ રહ્યું છે? આ પ્રશ્નનો ઉત્તર તમારા પર છોડી દઇએ છીએ.

તિસ્તા સેતલવાડનો જાણવાલાયક કિસ્સો

તીસ્તા સેતલવાડની એક્ટિવિટિ્ઝથી બધા માહિતગાર છે. રમખાણના મુદ્દાનો કેવી રીતે જશ ખાટવો તેનું સ્પષ્ટ ઉદાહરણ તીસ્તા છે. જો કે, તેમના પૂર્વ સાથી રઇસ ખાને તેમની રાષ્ટ્રીય વિરોધી મોડસ ઓપરેન્ડીને ઉધાડી પાડી હતી.

થોડાક સમય પહેલા, રઇસ ખાન સુપ્રીમ કોર્ટ ગયા હતા અને તેમણે એવી યાચિકા દાખલ કરી હતી કે ગુજરાત રમખાણ સંબંધિત કેસોમાંથી જજ આફ્તાબ આલમને દૂર કરે, કારણ કે જજ આફ્તાબ આલમની પુત્રીનું તિસ્તા સેતલવાડ અને તેમની એનજીઓ સાથે જોડાણ છે. રઇસ ખાને જણાવ્યું હતું કે જજ આલમની એનજીઓ ઘણી નીકટતાથી હોલેન્ડ ઓર્ગેનાઇઝેશન એચઆઇવીઓએસ (HIVOS) જોડાયેલી છે જેને અનહદ અને તિસ્તા સેતલવાડને ફંડ પૂરૂ પાડવામાં આવે છે. તેમણે અન્ય એક બેંગ્લોર સ્થિત એનજીઓનું નામ પણ જણાવ્યું હતું જે એચઆઇવીઓએસ (HIVOS) સાથે કામ કરે છે. જેણે એક અલાયદુ સેક્શન ઉભૂ કર્યું છે ગુજરાત રમખાણો માટે જેની સાથે તિસ્તા સેતલવાડની કંપનીનું યોગદાન છે. જજ આલમની પુત્રી આ એનજીઓમાં પે રોલ પર છે.

સરકારી આવાસનો દૂરુપયોગ, વિદેશી ફંડને છૂપાવવું, દર વર્ષે પોતાના અંગત લાભ માટે રહેવાસીઓની શાંતિનો ભંગ કરવો, એ ગુજરાત વિરોધી એનજીઓના દરેક કામમાં જોવા મળે છે જે એનજીઓ દ્વારા કરવામાં આવવું જોઇએ નહીં. અમુક સમય માટે લોકોએ એનજીઓના આ કાર્યને સહન કર્યું પરંતુ હવે ધીરે-ધીરે તેમાં બદલાવ આવી રહ્યો છે. એ લોકો જે પહેલા લડી રહ્યાં હતા તે હવે બદલાવ ઇચ્છી રહ્યાં છે અને વિકાસમાં સહભાગી થવા ઇચ્છી રહ્યાં છે.

English summary
Lies, manipulation and false promises: Inside the modus operandi of anti-Gujarat NGOs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X