• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાઇબ્રન્ટ ગુજરાતઃ વિવિધ યુનિવર્સિટી વચ્ચે સમજૂતિના કરાર

|
icai
ગાંધીનગર, 10 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓની આતરરાષ્ટ્રીય પરિષદ(ICAI))નો પ્રારભ કરતાં ઉચ્ચ અને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રે જ્ઞાનના આદાનપ્રદાન અને સહભાગીતા માટેનુ વૈશ્વિક ફોરમ ઉભુ કરવાનુ પ્રેરક સૂચન કર્યું હતુ. ગુજરાતે આતરરાષ્ટ્રીય પરિષદનુ આયોજન કરીને માનવ સસાધન વિકાસ માટેની આ તક પલબ્ધ કરી છે, તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતુ.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ ર૦૧૩ અતર્ગત આજથી ગાધીનગર નજીક પડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પરિસરમાં માનવ સસાધન વિકાસના ક્ષેત્રે ચ્ચ શિક્ષણના જ્ઞાન સહયોગ માટેની આ પરિષદ થઇ છે. જેમાં ર૬૦ જેટલી ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓના કેળવણીકારો અને શિક્ષણવિદો ભાગ લઇ રઘા છે. આ પરિષદમાં ૧૪પ જેટલી ઇન્ટરનેશનલ બાવન ભારતભરના રાજ્યોની અને ગુજરાતની ૬૭ શિક્ષણ સસ્થાઓ પરસ્પર સહભાગીતાના વિનિયોગ માટે સામૂહિક ચિતન અને મનન કરશે.

શિક્ષણનુ આતરરાષ્ટ્રીયકરણ, ઉત્કૃષ્ઠ સશોધનઇનોવેશન અને કૌશલ્ય વિકાસમાં જ્ઞાન અને ટેકનોલોજીના આદાનપ્રદાન માટે ગ્લોબલ સમિટમાં ગુજરાતે કરેલી આ પહેલને વિશ્વભરમાથી આવેલા શિક્ષણક્ષેત્રના તજજ્ઞોએ મદા હેતુની ગણાવી પ્રશસા કરી હતી. ર૧મી સદી જ્ઞાનની સદી છે અને દરેક સનહે વિશ્વમાં શિક્ષણસશોધન અને જ્ઞાન વિકાસના ક્ષેત્રમાં નવી ક્ષિતિજો આકાર લઇ રહી છે તેની રૂપરેખા આપી મુખ્ય મંત્રીએ જણાવ્યુ કે, જ્ઞાન એ માનવસસાધન વિકાસનો મૂળાધાર છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં નોલેજ થીમ કેન્દ્રસ્થાને છે તેનો ખાસ લ્લેખ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, ટેકનોલોજી, કોમ્યુનિકેશન અને માહિતીના વિસ્ફોટના આજના યુગમાં ‘‘ઇન્ફર્મેશન એજ''(Information Age) ને નોલેજ સોસાયટીમાં બદલવા અને સમગ્રતયા પ્રત્યેક વ્યક્તિના ગુણાત્મક વિકાસ અને જીવનવિકાસમાં આપણું દાયિત્વ ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં રાખીને નિભાવવાનુ છે, એમ તેમણે જણાવ્યુ હતુ.

ગ્લોબલ નોલેજ કોમ્યુનિટીનુ ગુજરાત પાર્ટનર બની રઘુ છે તેનો આનદ વ્યકત કરતાં મુખ્ય મંત્રીએ જણાવ્યુ કે, ભારતે તો સુસસ્કૃત માનવ સમાજ માટે રપ૦૦ વર્ષ પૂર્વે ઉચ્ચશિક્ષણ જ્ઞાનનો પ્રભાવ અને સર્વોપરિતાનુ દર્શન કરાવેલુ. ભારતની નાલદા, તક્ષશિલા અને ગુજરાતની વલભી વિદ્યાપીઠોએ માનવ સસાધન અને જ્ઞાનવિજ્ઞાનના બધા જ ક્ષેત્રો આવરી લીધેલા. વિશ્વભરના દેશોના જ્ઞાનપિપાસુઓ ભારતમાં જ્ઞાનશિક્ષણ માટે આવતા. આ ભારતીય જ્ઞાનશિક્ષણની ત્કૃષ્ઠ વિરાસત સાથે ભારત જ્ઞાનની સદી માટે વિશ્વ સમસ્તને બેસ્ટ પ્રેકટીસ અને એકસેલસ ઇન ઇનોવેશન એન્ડ રીસર્ચ માટે પોતાનુ આગવુ પ્રદાન કરી શકશે. ગુજરાતે તો પહેલ કરી દીધી છે એનો મહત્તમ વિનિયોગ કરવાનો આ અવસર છે, એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ.

ગુજરાતે એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન રચીને શૈક્ષણિક નવોન્મેશી આયામો માટે કાનૂની છત્ર ઉભુ કરીને દેશમાં પહેલ કરી છે એટલુ જ નહીં, I-CREATE (આઇક્રિએટ)ના ઇન્કયુબેશન સેન્ટર ઓફ એકસેલન્સ દ્વારા યગ એન્ટરપ્રિનિયોર્સ અને રિસર્ચઇનોવેશનના સપનાં સાકાર કરનારાને પીઠબળ પુરુ પાડયુ છે, એમ મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતુ. ગુજરાતે આટલી વિશ્વભરની જ્ઞાનની સૃષ્ટિ ખડી કરી છે. ગુજરાત જે સપનુ જુએ છે તે સાકાર કરી બતાવે છે અને માત્ર ગુજરાત જ નહીં, ભારત જ નહીં, વિશ્વની માનવજાતને દિશાદર્શક બનશે, એમ મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતુ.

ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટ અને હુણર કૌશલ્ય વિકાસ માટે આઇટીઆઇ, સ્કોપ, EMPOWER દ્વારા સ્કીલ ડેવલપમેન્ટની PPT મોડેલ પર શરૂ કરીને સોફટસ્કીલ અને આઇટી સ્કીલનુ વિશાળ ફલક વિકસાવ્યુ છે તેની ભૂમિકા પણ મુખ્ય મંત્રીએ આપી હતી. દ્યોગવેપાર સહિત વિશ્વમાં નોલેજ ઇકોનોમી માટે જે પ્રકારના પ્રશિક્ષિત કૌશલ્ય ધરાવતા યુવાનોની જરૂર છે તેમના માટે ગુજરાતનુ સ્ક્રીલ ડેવલપમેન્ટ કલ્ચર નવો જ વિશ્વાસ પૂરો પાડે છે, એમ તેમણે જણાવ્યુ હતુ.

મુખ્ય મંત્રીએ સમગ્ર વિશ્વને ટેકનોલોજી અને નોલેજના વિકાસનુ ‘ગ્લોબલ વિલેજ' ગણાવતાં જણાવ્યુ કે, જ્ઞાનવિકાસની આડેની તમામ મર્યાદાઓ, બધનો છોડવાની આપણી માનસિકતા જ વિવિધ માનવ સમાજ અને સસ્કૃતિઓને જ્ઞાનપાર્જનના ક્ષેત્રે સહભાગીતા અને સહકારીતાના સેતુથી જોડશે. ભવિષ્યની પેઢીઓના જ્જવળ ઓજ અને તેજ માટે શિક્ષણવિદોનુ આ જ્ઞાન માટેનુ આદાનપ્રદાન ‘‘બેન્ક ઓફ નોલેજ કેપિટલ'' સમાન છે અને ગુજરાતની ધરતી પરનો આ અવસર વિશ્વ માટે ચ્ચ શિક્ષણના સહયોગ, સહભાગીતા અને આદાનપ્રદાન માટેના પરમેનન્ટ ફોરમનુ સ્વરૂપ બને તેવી પ્રેરક હિમાયત મુખ્ય મંત્રીએ કરી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વસમાજનો પ્રત્યેક વ્યક્તિ નોલેજક્રિએટર જ્ઞાનસર્જક બને તેવા મહા સપનાને સાકાર કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી અને આ જ્ઞાનવિકાસ પરિષદ તેનો જ રોડમેપ તૈયાર કરશે તેને કાર્યાન્વિત કરવાની અભિલાષા દર્શાવી હતી.

વિશ્વના પ૬ દેશો અને ભારતના ૧૪ રાજ્યોના શિક્ષણવિદોને ગુજરાતની ધરતી પર ભાવભર્યો આવકાર આપતાં મુખ્ય મંત્રીએ જણાવ્યુ કે, આ બીજી ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ છે પરતુ ગુજરાતને એ વાતનો આનદ છે કે એનો મહિમા સમગ્ર વિશ્વને સ્પર્શી ગયો છે. મુખ્ય મંત્રીની પસ્થિતિમાં ગુજરાતની ચ્ચ શિક્ષણ સસ્થાઓ, રાજ્ય સરકાર અને આતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ વચ્ચે સહયોગ અને સહભાગીતાના સમજૂતિના કરારો થયા હતા.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ ર્ડા. હસમુખ અઢિયાએ સ્વાગત દ્દબોધન કરતાં જણાવ્યુ હતુ કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટર૦૧૩ અતર્ગત ૧રર જેટલા વિવિધ કાર્યક્રમો યોજાઇ રઘા છે, તેમાં શૈક્ષણિક સસ્થાનોની આ આતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિશેષ મહત્વ ધરાવે છે. ભારતનુ ગ્રોથ એન્જીન ગુજરાત છે, તેમ જ્ઞાનના વિશ્વમાં પણ ગુજરાત ગ્રોથ એન્જીન બનવા તરફ જઇ રઘુ છે. આ કોન્ફરન્સ એ દિશાનુ મહત્વનુ પગલુ બની રહેશે.

અઢિયાએ જણાવ્યુ હતુ કે, શિક્ષણના આતરરાષ્ટ્રીયરણ, સશોધન અને વિકાસ તથા કૌશલ્ય નિર્માણના મુખ્ય અભિગમ સાથેની આ કોન્ફરન્સમાં ૧૪પ જેટલી આતરરાષ્ટ્રીય વિદેશી યુનિવર્સિટીઓ, ભારતના વિવિધ રાજ્યોની બાવન જેટલી યુનિવર્સિટીઓ અને ગુજરાત રાજ્યની ૬૩ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ વિચારોનુ આદાનપ્રદાન કરશે. ગુજરાત વિકાસ અને નેતૃત્વમાં હરણફાળ ભરી રઘુ છે ત્યારે આ કોન્ફરન્સ ‘સ્પ્રિગ બોર્ડ' સાબિત થશે. ભારતના ‘નોલેજ હબ' ગુજરાતમાં સહુને આવકારતાં તેમણે જણાવ્યુ હતુ કે, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તેનાથી સમાજના જીવનધોરણમાં

ઘણો સુધારો થયો છે.

કેનેડાની ઇન્ટરનેશનલ રિલેશનશીપ યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના વાઇસ પ્રિન્સીપાલ જુડીથ વોલ્ફસને પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે, ર૧મી સદીમાં જ્ઞાનનુ સામૂહિક ચિતન અત્યત મહત્વનુ છે. આવનારા વર્ષોમાં વ્યકિતગત વિકાસ અને વૈશ્વિક અર્થતત્રના વિકાસ માટે જ્ઞાનની આપલે અનિવાર્ય છે. સમાજમાં યુનિવર્સિટીઓની મહત્વની ભૂમિકા છે અને યુનિવર્સિટીઓ પણ સમાજનો જ એક ભાગ છે ત્યારે ગુણવત્તા, શ્રેષ્ઠતા અને નવા પડકારોને પહોંચી વળવાની ક્ષમતા કેળવવી ખૂબ અગત્યનુ છે. તેમણે આ પ્રકારના આયોજન માટે ગુજરાત સરકારને અભિનદન પાઠવ્યા હતા.

ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગ ગૃહ અરવિદ લિમીટેડના ચેરમેન અને મેનેજિગ ડિરેકટર સંજય લાલભાઇએ આખા ભારતમાં સૌ પ્રથમ વખત યોજાઇ રહેલી આ પ્રકારની કોન્ફરન્સ માટે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને તેમની ટીમને અભિનદન પાઠવતાં આ કોન્ફરન્સને વિકાસપથ પર નવો ચીલો પાડનારી કોન્ફરન્સ ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા ૧૦ વર્ષોમાં ગુજરાતમાં કપાસના ત્પાદનથી લઇને કૃષિ સહિત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનાર સમયમાં અર્થતત્રનો વિકાસ જ્ઞાન આધારિત હશે. ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતમાં એન્જિનીયરીંગ અને એમ.બી.એ.ના શિક્ષણમાં બેઠકોનો નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત સરકારની વિકાસ અભિમુખ નીતિઓને પરિણામે મેનેજમેન્ટના શિક્ષણમાં ૪૦ ટકાનો વિકાસ થયો છે. ગુજરાતમાં વ્યવસાયિક શિક્ષણને પણ ખૂબ મહત્વ આપવામાં આવી રઘુ છે, એમ કહીને સજય લાલભાઈએ જણાવ્યુ હતુ કે, આ કોન્ફરન્સમાં આટલી મોટી સખ્યામાં આતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓની ઉપસ્થિત જ આ કોન્ફરન્સની મહત્તા સાબિત કરે છે. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના વિકાસોન્મુખ દ્રષ્ટિવત નેતૃત્વમાં ગુજરાત જ્ઞાનલક્ષી અર્થતત્રમાં ચોક્કસ અગ્રેસર રહેશે.

વર્લ્ડ બેન્કના અગ્રણી શિક્ષણવિદ્ શ્રીયુત ટોબી લિન્ડને જણાવ્યુ હતુ કે, આ કોન્ફરન્સમાં સહભાગી થઇને વિશ્વ બેન્ક પણ ગૌરવ અનુભવી રહી છે. તેમણે જણાવ્યુ હતુ કે, શિક્ષણના ક્ષેત્રના વિકાસ માટે વિશ્વ બેન્કે બે બિલિયન ડોલરની ફાળવણી કરી છે. ભારતમાં પણ રાજ્યકક્ષાની ઘણી યુનિવર્સિટીઓમાં શિક્ષણ સુધારણા માટે વર્લ્ડ બેન્ક સહભાગી થઇ રહી છે.

વેલ્સ્પન એનર્જી લિમિટેડ, ઇન્ડીયાના સહસ્થાપક અને મેનેજિગ ડિરેકટર વિનિત મિત્તલે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને સતત ચોથીવાર ચૂટાઇ આવવા બદલ અભિનદન પાઠવતાં વેલ્સ્પન તરફથી બોલતાં જણાવ્યુ હતુ કે, અમે ગુજરાત સાથેના અમારા લાબાગાળાના જોડાણ બદલ ગૌરવ અનુભવીએ છીએ. અભૂતપૂર્વ વિકાસ, નવતર શહેરી વિકાસ અને આયોજન તથા ઊર્જા ક્ષેત્રના વિકાસ પરથી દેખાઇ રઘુ છે કે ગુજરાતના સમાજની આવતીકાલ જ્જવળ છે. ગુજરાત રાજ્ય અન્ય રાજ્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રઘુ છે.

પડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ના ઇન્ફ્રાસ્ટ્રકચર અને સકુલથી અત્યત પ્રભાવિત થયેલા વિનિત મિત્તલે કઘુ હતુ કે, આ ‘રિયલ ભારત' છે. તેમણે લેટેસ્ટ ટેકનોલોજીના પયોગથી શિક્ષણનો વ્યાપ અતરિયાળ વિસ્તારો સુધી વિસ્તારવાની સભાવના પર ભાર મુકતાં જણાવ્યુ હતુ કે, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી જે રીતે થ્રીડી ટેકનોલોજીના પયોગથી એક સાથે અનેક સ્થળોએ ઉપસ્થિત રહી શકયા એ રીતે શિક્ષણમાં પણ થ્રીડી ટેકનોલોજીના પયોગથી નવા આયામો સિદ્ધ કરી શકાશે. નાલદા અને તક્ષશિલા જેવા વિદ્યાધામોએ જે રીતે વિદેશીઓને આકર્ષ્યા હતા, તે રીતે ફરી એકવાર ગુજરાતના શિક્ષણધામો વિદ્યાર્થીઓને આકર્ષશે. જેમ ગુજરાત બિઝનેસ કોમ્યુનિટીમાં ‘‘કોહીનુર'' સાબિત થયો છે, તેમ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત શિક્ષણના ક્ષેત્રમાં પણ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે રોલ મોડેલ બનશે એટલુ જ નહીં, શિક્ષણના ક્ષેત્રમાં આખા વિશ્વમાં ‘કોહીનુર' સાબિત થશે.

કેડીલા ફાર્માસ્યુટીકલ્સના ર્ડા. રાજીવ મોદીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા દાયકામાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે નોંધપાત્ર, પ્રશસનીય અને ધ્યાન આકર્ષક વિકાસ કર્યો છે. તેમણે કોઇપણ ક્ષેત્રમાં સશોધન પ્રક્રિયાની અનિવાર્યતા પર ભાર મુકતાં જણાવ્યુ હતુ કે, સશોધન એ અકસ્માત નથી, સશોધન સુઆયોજિત અને સુનિશ્ચિત હોઇ શકે. વિકાસ કરી રહેલા રાજ્ય માટે સશોધન પાયાની જરૂરિયાત છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રે સશોધનો થઇ રઘા છે, એમ પણ તેમણે જણાવ્યુ હતુ. બ્રિટીશ કાન્સીલ, ઇન્ડીયાના ડાયરેકટર સામ હાર્વીએ ગુજરાતના અમદાવાદમાં છેક ૧૯૭૯થી બ્રિટીશ લાયબ્રેરી અસ્તિત્વમાં છે તેનો લ્લેખ કરી જણાવ્યુ હતુ કે, ચ્ચ શિક્ષણમાં સ્કીલ ડેવલોપમેન્ટમાં બ્રિટીશ કાન્સીલ ઘણા ક્ષેત્રોમાં સહભાગી થઇ છે. આવનારા સમયમાં પણ ગુજરાતમાં શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં બ્રિટીશ કાન્સીલ સહભાગી બનશે.

English summary
international conference of worlds top rated university and education organization was started in vibrant gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more