For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં જાપાની કંપનીઓ ભાગીદારી વિકસાવવા તત્પર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 6 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત જાપાનથી આવેલા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ એકસચેંજ કાઉન્સીલના ૧૪ સભ્યોના (FEC) ડેલીગેશને લીધી હતી અને ભારતમાં ગુજરાત જે રીતે આર્થિક પ્રગતિની તેજ રફતારની અનુભૂતિ કરાવી રહ્યું છે તે સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ સંચાલકો ગુજરાતમાં પ્રોજેકટ સ્થાપવા અને મૂડીરોકાણ સાથે ભાગીદાર બનવા તત્પર છે તે અંગેની વિવિધ સંભાવનાઓ અંગે ફળદાયી ચર્ચા વિચારણા કરી હતી.

(FEC) ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત કેનીચી વાટાનાબે (Mr. Kenichi Watanabe)ના નેતૃત્વમાં આવેલા આ જાપાનીઝ ડેલીગેશનના સભ્યોએ નરેન્દ્ર મોદી પાસેથી ગુજરાતની ઔદ્યોગિક અને આર્થિક વિકાસની નીતિઓ તેમજ મેન્યુફેકચરીંગ સેક્ટર, ઓટોમોબાઇલ્સ, હોટેલ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ, મેડીકલ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ, લેન્ડ એકવીટીશન પોલીસી, હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટ, DMIC જાપાનભારતનો સંયુકત પ્રોજેકટ વગેરેની જાણકારી મેળવવામાં ઉંડો રસ દાખવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, વૈશ્વિક દૃષ્ટિકોણ અને વિકાસ માટેની સાહસિકતા સાથે રાજ્યની વર્તમાન સરકારની આર્થિક વિકાસની પ્રગતિશીલ નીતિઓ તથા ઉદીપક તરીકે સાનુકુળ ઉત્તમ વાતાવરણની જાણકારી આપી હતી.

ગુજરાત સરકાર ગુડ ગવર્નન્સનું મોડેલ બની ગયું છે અને ૧૬૦૦ કિ.મી.નો દરીયાકાંઠો વિશ્વ વેપાર માટેનો લોકેશન એડવાન્ટેજ ધરાવે છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં સુમેળ અને શાંતિભર્યા સંબંધો, કુશળ માનવ શ્રમિક શક્તિ અને સરકારના નિર્ણયોમાં ત્વરિત પ્રક્રિયા સાથે નીતિ નિર્ધારણની પારદર્શિતાથી દેશમાં ગુજરાત અને જાપાન વચ્ચે પરસ્પર સહભાગીતાના સંબંધો ખૂબ ઝડપથી વિકસી રહ્યા છે તેવી માહિતી નરેન્દ્ર મોદીએ આપી હતી.

આ બેઠકમાં નરેન્દ્ર મોદીના અધિક અગ્ર સચિવ જી. સી. મુર્મુ, ઉદ્યોગના અગ્ર સચિવ એમ. શાહુ તથા ઇન્ડેક્ષ્ટબીના મેનેજિંગ ડિરેકટર મુકેશકુમાર ઉપસ્થિત હતા.

English summary
Japan’s Friendship Exchange Council (FEC) delegates meet Gujarat CM Narendra Modi to explore greater partnership in different sectors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X