બગસરા નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ કારણીયાનો ઈન્ટર્વ્યૂ, જાણો વિકાસ કાર્યો પર શું કહ્યું
વન ઈન્ડિયાની ટીમે બગસરા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કરાણીયાનો ઈન્ટર્વ્યૂ લીધો હતો, જેમાં તેમણે બગસરામાં કરેલા વિકાસ કાર્યો પર અને જનતાની ભલાઈના કેવાં કેવાં કામો કર્યાં તે અંગે અમારી ટીમ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા જે અંગે રમેશભાઈ કરાણીયાએ આપેલા જવાબો અહીં દર્શાવેલા છે.
પ્રશ્નઃ તમારા વોર્ડમાં કેવાં કાર્ય થયાં છે અને કારકિર્દી કઈ રીતે શરૂ થઈ?
જવાબઃ હાલમાં જ હું નગરપાલિકાનો પ્રમુખ થયો છું અને પાંચ વર્ષમાં નગરપાલિકાનો સભ્યપતિ છું અને પાંચ વર્ષમાં મારી રાજકીય કારકિર્દી શરૂ થયેલી છે.
પ્રશ્નઃ હાલ તમારા વિસ્તારના લોકોને જે સુવિધા મળી રહી છે તે બાબતે શું કહેશો?
જવાબઃ ભાજપના કાર્યકાળમાં અમે એનકેન કરીને અરજીઓ, આંદોલનો કરીને કામ કરાવવા પડતા હતા, અમારા શાસનમાં અમે જાતમહેનતે જનતા માટે કામો કરી રહ્યા છીએ.
પ્રશ્નઃ લોકો સુધી કઈ કઈ યોજનાના લાભ આપ્યા
જવાબઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અમે બગસરામાં લઈ આવ્યા, ચાર વખત ગાંધીનગરમાં બેઠકો કરી, નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઑફિસરને વધારેમાં ભાર મૂકી બગસરામાં આ યોજના લઈ આવ્યા, જેની હાલ બગસરામાં 231 અને બીજા પેકેજમાં 96 મકાનોનું કામ થઈ રહ્યું છે.
પ્રશ્નઃ તમારા મુદ્દા અંગે શું કહેશો?
જવાબઃ બગસરા શહેર એક સ્વચ્છ, રળિયામણું શહેર થવું જોઈએ અને બગસરામાં પારદર્શક વહિવટ થવો જોઈએ.
પ્રશ્નઃ બગસરામાં લોકો તમને કેટલા ઈચ્છે છે?
જવાબઃ અમે એક એજ્યુકેટેડમાંથી નગરપાલિકાના સભ્ય આવ્યા છીએ, સત્તા કેમ ચલાવવી એની અમને સુજબુજ કામો કરી રહ્યા છીએ એટલે લોકો અમને ચાહે છે.
પ્રશ્નઃ હાલની તમારી દ્રષ્ટિએ કયા કયા કામ થવા જોઈએ?
જવાબઃ હાલમાં બગસરા નગરપાલિકામાં જે સ્ટેટ હાઈવે છે તે છેલ્લા છ મહિનાથી ખોરબે ચઢ્યો છે તે સ્ટેટ હાઈવે તાત્કાલિકના ધોરણે ચાલુ થવો જોઈએ અને બગસરા શહેરમાં જેમ બને તેમ રોજગાર વધે તેનું સરકાર શ્રીએ ધ્યાન રાખવું જોઈએ.