14 વર્ષની ઉંમરે KBCમાં જીત્યા હતા એક કરોડ, આજે પોરબંદરના IPS અધિકારી છે
નવી દિલ્હીઃ ટીવી પર લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ પર કેટલાય એવા કિસ્સા આવતા હોય છે જેઓ બહુ સામાન્ય રીતે પોતાનું જીવન વ્યક્તિત કરી રહ્યા હોય છે. આ લોકો પોતાની પ્રતભાના દમ પર કૌન બનેગા કરોડપતિના શો સુધી પહોંચે છે, પરંતુ એક કરોડનું ઈામ જીતી શકે તેવા બહુ ઓછા લોકો હોય છે. વર્ષ 2001થી 2004 દરમિયાન બાળકોને આ શોમાં આવવાનો અવસર આપવામાં આવ્યો, ત્યારે ચેનલે કૌન બનેગા કરોડપતિ જૂનિયર શરૂ કર્યું હતું. આ શોમાં એક બાળક એવું પણ આવ્યું જેણે માત્ર 14 વર્ષની ઉંમરમાં તમામ 15 સવાલોના સાચા જવાબ આપી 1 કરોડ રૂપિયાનું ઈનામ જીતી લીધું હતું. પરંતુ આ બાળકની સફળતાની કહાની આટલેથી જ ખતમ નથઈ થઈ જતી, બાળપણમાં આવું કારનામું કરનાર આ વ્યક્તિ આજે દેશના પોલીસ વિભાગમાં પ્રતિષ્ઠિત પદ પર વિરાજમાન છે.

પહેલા એમબીબીએસ કર્યું અને હવે આઈપીએસ
અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના એસપી રવિ મોહન સૈનીની, જેમણે કૌન બનેગા કરોડપતિમાં બધા સવાલોના જવાબ આપી રેકોર્ડ સ્થાપ્યો હતો અને બે દશકા બાદ તેઓ ગુજરાતમાં મોટા પદ પર તહેનાત છે. રવિ જણાવે છે કે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ મેં જયપુરના મહાત્મા ગાંધી મેડિકલ કોલેજથી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી હું મારી ઈન્ટર્નશિપ પણ કરી રહ્યો હતો, આ દરમિયાન મેં યૂપીએસસીની પરીક્ષા પાસ કરી. મારા પિતા નેવીમાં છે, તેમનાથી જ પ્રેરિત થઈ મેં પોલીસ ફોર્સ જોઈન કરવાનો ફેસલો લીધો.

2014માં પરીક્ષા પાસ કરી
સૈનીએ 2014માં આઈપીએસની પરીક્ષા પાસ કરી હતી અને તેમની ઑલ ઈન્ડિયા રેંક 461 હતી. પોતાની નવી જવાબદારી વિશે જણાવે છે કે મારું કામ પોરબંદરમાં લૉકડાઉનનું પાલન કરાવવું છે, જેથી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકી શકું, સાથે જ અહીં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી મારી મહત્વની જવાબદારી છે.

ફરીથી શરૂ થઈ રહ્યું છે કૌન બનેગા કરોડપતિ
કૌન બનગા કરોડપતિની નવી સઝન ફરી એકવાર શરૂ થઈ રહી છે. આના માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેની જાણકારી ખુદ અમિતાભ બચ્ચને હાલમાં જ આપી હતી. પરંતુ લૉકડાઉનના કારણે આ વખતેનો આખો શો ડિજિટલ હશે. સોની ટીવીના બિઝનેસ પ્લાનિંગ એન્ડ કમ્યુનિકેશનના હેડે આ બાબતે જાણકારી આપતા કહ્યું કે કેબીસી 12 આ વખતે ડિજિટલ હશે.
1 જૂનથી બદલાશે રેલવે, LPG, રાશન કાર્ડ અને વિમાન સેવાના આ નિયમો, જે જાણવા જરૂરી