For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર IPS રજનિશ રાય સસ્પેન્ડ

જાણો, કોણ છે IPS રજનિશ રાય? શા માટે કર્યા સ્સપેન્ડ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાઈપ્રોફાઈલ સુહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરની સૌથી પહેલી પાસ કરનાર IPS ઑફિસર રજનિશ વ્યાસને ગૃહ મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત કેડરના 1992 બેચના આઈપીએશ ઑફિસર રજનિશ રાય આંધ્ર પ્રદેશના ચિત્તુર ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

rajnish rai

રજનિશ રાયે ઓગસ્ટમાં સ્વૈચ્છિક નિવૃત્તી લેવાની માગણી કરી હતી અને MHAને લેખિતમાં જાણ કરી હતી કે તેઓ પોતાની સર્વિસમાંથી રાજીનામું આપવામાં માંગે છે. જો કે આ અરજી ફગાવી દેવામાં આવી હતી. નિવૃ્તિની અરજી આપ્યા બાદ તેમણે ઑફિસ જવાનું બંધ કરી દીધું હતું. ત્યારે પોસ્ટીંગની જગ્યાએ રજનિશ રાયની ગેરહાજરીને પગલે MHAએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

MHAએ પોતાના ઓર્ડરમાં કહ્યું કે આઈજી અને પ્રિન્સિપાલ, CIAT સ્કૂલ, CRPF, ચિત્તુરનો અનધિકૃત ચાર્જ સોંપવા બદલ અને 30-11-2018ના રોજ ઑફિસનો ત્યાગ કર્યો હોવાના પગલે રાય સામે શિસ્તબદ્ધ કાર્યવાહીનો વિચાર કરવામાં આવ્યો છે. જો કે સસ્પેન્સનના ઓર્ડરને રજનિશ રાયે અમદાવાદ સ્થિત કેન્દ્રીય પ્રશાસનિક અધિકરણમાં પડકાર્યો છે. રાયની અરજી પર અધિકરણે કેન્દ્ર અને ગુજરાત સરકારને 10 ડિસેમ્બરે નોટિસ પાઠવી 1 જાન્યુઆરી 2019 સુધીમાં જવાબ આપવા કહ્યું હતું.

જણાવી દઈએ કે રજનિશ રાય સત્તાવાર રીતે આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં તહૈનાત હતા. તેઓ અહીં કાઉન્ટર ઈમર્જેન્સી અને એન્ટી ટેરરિઝ્મ સ્કૂલના આઈજી પદ પર હતા. તેમના રાજીનામાંનો ગૃહ મંત્રાલયે અસ્વીકાર કરી દીધો અને તેમને તુરંત પોતાની ડ્યૂટી જોઈન કરવા આદેશ આપ્યો હતો, પરંતુ રાયે આવું કરવાની ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે અગાઉ 2017માં શઇલાંગમાં તહેનાતી દરમિયાન રાયે આસામમાં બે કથિત આતંકવાદીઓને ઠાર મરાયાની ઘટનાને સંદિગ્ધ એનકાઉન્ટર ગણાવ્યું હતું અને તેમના આ રિપોર્ટ બાદ રાયનું ટ્રાન્સફર ચિત્તૂરમાં કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- અછતગ્રસ્ત વિસ્તારોના ઉત્થાન માટે કેન્દ્ર પાસે 1725 કરોડની સહાયની સરકારની માંગ

English summary
IPS officer who probed Sohrabuddin Sheik encounter case suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X