For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: અમિત શાહને મળી રાહત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 ઓક્ટોબર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિશ્વનિય અને ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં રાહત મળી છે.

વિશ્વનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ઇશરત જહાં કેસમાં સીબીઆઇએ પૂરક આરોપપત્ર દાખલ કર્યું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહનું નામ આરોપી તરીકે નથી. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું હતું કે ઇશરત જહાં એન્કાઉટર સમયે અમિત શાહ અમદાવાદમાં હાજર ન હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂરક આરોપપત્રમાં સીબીઆઇનું વિવરણ કરવામાં આવ્યું હતું કે બનાવટી એન્કાઉન્ટર કાવતરાનો એક ભાગ હતો. મુઠભેડમાં 19 વર્ષીય ઇશરત જહાં અને અન્ય ત્રણ લોકોના મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

સીબીઆઇ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઇશરત જહાં એકાઉન્ટર બાદ અમિત શાહ પર એક ફોન કોલ આવ્યો હોવાનું ચાર્જશીટમાં નોંધ્યું હતું. પરંતુ એજન્સી જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં તપાસ દરમિયાન અમિત શાહે સ્પટતા કરી હતી કે આ રૂટિન ફોન કોલ હતો.

amit-shah

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અંગત અમિત શાહનું નામ કેસમાં ત્યારે આવ્યું જ્યારે મુખ્ય આરોપીઓમાં સામેલ ડી જી વણઝારાએ દાવો કર્યો કે પૂર્વ મંત્રીએ તેમને તથા અન્ય પોલીસ અધિકારીઓને દગો આપ્યો છે જેના પર સીબીઆઇએ મુઠભેડના કેટલાક કેસ દાખલ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ તાજેતરમાં જ ભાજપના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી અમિત શાહને ઇશરત જહાં મુઠભેડ કેસમાં પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ડી જી વણઝારાના રાજીનામાના લગાવવામાં આવેલા આરોપો સંબંધમાં સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.

English summary
BJP general secretary Amit Shah has not been in the supplementary chargesheet of CBI, which is probing Ishrat Jahan case. The sources in the probe agency said that the supplementary chargesheet is ready now which has not named former Gujarat MoS Home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X